Home /News /national-international /The Vial-India's Vaccine Story: કોરોના વાયરસને લઈને PM મોદીના મનમાં પહેલો વિચાર શું આવેલો? ખુદ PMએ કરી આ વાત...

The Vial-India's Vaccine Story: કોરોના વાયરસને લઈને PM મોદીના મનમાં પહેલો વિચાર શું આવેલો? ખુદ PMએ કરી આ વાત...

વડાપ્રધાન મોદીએ હિસ્ટ્રી TV18 ની ડોક્યુમેન્ટ્રી 'ધ વાઈલ-ઈન્ડિયાઝ વેક્સીન સ્ટોરી'માં ભારતના યુદ્ધ અને કોરોના સામેની જીત વિશે વિગતવાર વાત કરી છે. (ન્યૂઝ18 ક્રિએટિવ)

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના મુશ્કેલ નિર્ણય વિશે વાત કરતા PM મોદીએ કહ્યુ કે, "રોગચાળાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે, આપણે આપણી જાતને સુરક્ષિત કરીએ. જાન હૈ તો જહાં હૈ, હું લોકોને આ વિશે શિક્ષિત કરવા માંગુ છું." જેમાં હું સફળ થયો. "

વધુ જુઓ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કોવિડ-19ને એક અલગ ઘટના તરીકે જોઈ  નથી. દેશની કોવિડ-19 રસીની સફર પર ટીવી 18ની નવી ડોક્યુમેન્ટ્રી 'ધ વાઈલ - ઈન્ડિયાઝ વેક્સીન સ્ટોરી' હિસ્ટ્રીમાં PM મોદીએ આ મુદ્દા પર વિગતવાર વાત કરી છે. વિશ્વને ખરાબ સ્થિતિ લઈ જનારા રોગચાળાના તેમના પ્રથમ વિગતવાર મૂલ્યાંકનમાં, PM મોદીએ કહ્યું, "રોગચાળાની ગંભીરતા સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી હતી, કારણ કે, હોસ્પિટલોમાં દર્દીઓ અને મૃતદેહોના ચિત્રો જોવા મળી રહ્યા હતા."

કોરોના વાયરસને લઈને PM મોદીના મનમાં જે પહેલો વિચાર આવ્યો તેના વિશે તેઓ 'ધ વાયોલ'માં કહે છે, “ગ્લોબલ પેન્ડેમિક શબ્દ ખૂબ જ ડરામણો છે. તે તમામને હચમચાવી દે છે. વિશ્વના ઘણા દેશોમાં પરિસ્થિતિની ભયાનક અસરોમાં આપણે મૃતદેહો સાથે હોસ્પિટલો ઉભરાયેેલી જોઈ છે.જોકે, એ વાત સાચી છે કે, તે સમયે ભારતમાં કોરોનાનો બહુ પ્રભાવ નહોતો. પણ આજે વિશ્વ બહુ નાનું, એકબીજા સાથે જોડાયેલું, અને પરસ્પર નિર્ભર બની ગયું છે. ચળવળ ખૂબ જ ઝડપથી થઈ રહી છે. ક્યાંક એવું થઈ રહ્યું છે, એટલે અહીં એવું ન બને, આવી મૂર્ખતા કરવી યોગ્ય નહીં હોય, મારા મનમાં આ પહેલો વિચાર આવ્યો.

વાયરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના મુશ્કેલ નિર્ણય વિશે વાત કરતા PM મોદીએ કહ્યું, “રોગચાળાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે, આપણે આપણી જાતને સુરક્ષિત રાખીએ. જો જાન હે તો જહાન હે. હું લોકોને તેના વિશે શિક્ષિત કરવામાં સફળ રહ્યો છું." વડા પ્રધાને સ્વીકાર્યું કે, તેઓ સારી રીતે જાણે છે કે, લોકડાઉન આર્થિક સંકટને વધારે મુશ્કેલી લાવશે. જેથી આ મુશ્કેલીભર્યો નિર્ણય દેશવાસીઓના હિતમાં લેવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, 'લોકોએ જનતા કર્ફ્યુનું પાલન કર્યું. તે વિશ્વ માટે આશ્ચર્યજનક છે કે, ભારત જેવા વિશાળ દેશે આટલા દિવસો સુધી લોકડાઉન લાદ્યું. દુનિયાનો કોઈ દેશ પોતાના નાગરિકોને એ દિશામાં લઈ જઈ શક્યો નથી.

આ પણ વાંચો : કમોસમી વરસાદથી માર્ચના ઉનાળામાં જ ઠંડી વધતા એપ્રિલ મહિના માટે ડૉકટરે એલર્ટ કર્યા

હિસ્ટ્રી ટીવી18 દ્વારા 60-મિનિટની આ ડોક્યુમેન્ટરી, અભિનેતા મનોજ બાજપેયી દ્વારા વર્ણવવામાં આવી છે, અદ્રશ્ય દુશ્મન સામે ભારતની સ્થિતિસ્થાપકતા અને PM મોદીના નેતૃત્વમાં દેશે અભૂતપૂર્વ સમયમાં કોવિડ-19 રસી કેવી રીતે વિકસાવી, તેનું ઉત્પાદન કર્યું અને તેનું વિતરણ કર્યું તેની શોધ કરે છે. તેની વાર્તા રજુ કરવામાં આવી છે. 'ધ વાઈલ-ઈન્ડિયાઝ વેક્સીન સ્ટોરી'માં કોરોના રોગચાળા સામે ભારતના વિજયની આવી ઘણી અકથિત વાર્તાઓ છે, જે તમે પહેલીવાર સાંભળશો. આ ડોક્યુમેન્ટ્રીમાં રસી ઉત્પાદકો, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના અધ્યક્ષ ડૉ. ક્રિષ્ના એલ્લા સાથેના ઇન્ટરવ્યુનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, અન્ય દેશોને મદદ કરવા માટે વેક્સીન મૈત્રી અને કો-વિન એપ જેવી ભારતની પહેલોની વિગતો આપવામાં આવી છે.
First published:

Tags: Corona vaccine, Narendra modi speech