Home /News /national-international /રેલવે સ્ટેશનમાં શું હોય છે સેન્ટ્રલ, ટર્મિનસ અને જંક્શન, કયા છે દેશનુ સૌથી મોટુ જંક્શન?

રેલવે સ્ટેશનમાં શું હોય છે સેન્ટ્રલ, ટર્મિનસ અને જંક્શન, કયા છે દેશનુ સૌથી મોટુ જંક્શન?

કયા છે દેશનુ સૌથી મોટુ જંક્શન?

ભારતમાં વિવિધ પ્રકારના ટ્રેન સ્ટેશનો છે. આપણે એમને આવતા-જતા જોઈએ છીએ, પણ શું આપણે એમનો અર્થ જાણીએ છીએ? શા માટે કેટલાક સ્ટેશનને સેન્ટ્રલ અને કેટલાકને જંકશન કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, આ તમામ સ્ટેશનોનું કામ અલગ-અલગ છે.

નવી દિલ્હી: ભારતીય રેલ્વેનું માળખું જેટલું મોટું છે, તેટલા જ વધુ પ્રશ્નો ઊભા થાય છે. રેલ્વે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલ છે, તેથી લોકોના મનમાં તેની હકીકતો જાણવા માટે ઘણી ઉત્સુકતા છે. ઘણા પ્રશ્નોના જવાબો આપણે શોધતા રહીએ છીએ. મોટા ભાગના લોકોને પ્રશ્ન થાય છે કે, સ્ટેશનોના નામની સાથે સેન્ટ્રલ, જંકશન અને ટર્મિનલ કેમ લખવામાં આવે છે? આ સ્ટેશનો દેખાવમાં અન્ય સ્ટેશનો જેવા હોવા છતાં તેણે અલગ ઓળખ કેમ અપાય છે?

કેટલીક ટ્રેનો ત્યાં ઉભી રહે છે અને કેટલીક નહી, તો પછી તેમને આ અલગ-અલગ નામ કેમ આપવામાં આવ્યા. આજે તમને આ બધા પ્રશ્નોના જવાબો અહીં મળશે. સ્ટેશનોને તેમના કામ અને વિશેષતાના આધારે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. આ શ્રેણીઓ ટર્મિનલ અથવા ટર્મિનસ, જંકશન અને સેન્ટ્રલ છે. સૌ પ્રથમ ટર્મિનલ વિશે વાત કરીએ.

આ પણ વાંચો: શું તમે જાણો છો? ટ્રેન સાવ ખાલી હોય તો પણ તેનું એન્જિન કેમ બંધ કરવામાં આવતું નથી, કારણ ખૂબ જ રસપ્રદ

શું હોય છે ટર્મિનલ/ટર્મિનસ

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા કોલકાતાનું હાવડા ટર્મિનલ તેના ઉદાહરણો છે. આ એવા સ્ટેશનો છે જ્યાં ટ્રેનની મુસાફરી પૂરી થાય છે. ટર્મિનસ એટલે સમાપ્ત થવું. એટલે કે ટ્રેન તેનાથી આગળ જઈ શકશે નહીં. જો તમે ક્યારેય ટર્મિનસ પર ઉતર્યા હોવ તો તમે જોયું હશે કે ત્યાં પાટા બંધ હોય છે. તેની સામે દિવાલ બનાવવામાં આવી હશે અથવા તો સ્ટેશન જ બનાવવામાં આવ્યું હશે.

જંક્શન

જ્યાંથી 2 અથવા વધુ રૂટ નીકળે તેણે જંકશન કહેવાય છે. ઉદાહરણ તરીકે, મુગલસરાય જંકશનથી ઘણા જુદા જુદા માર્ગો નીકળે છે. એ જ રીતે દિલ્હી જંક્શનથી પણ ઘણી જગ્યાએ ટ્રેનો રવાના થાય છે. મથુરા ભારતનું સૌથી મોટું જંકશન છે. અહીંથી 7 માર્ગો નીકળે છે. આ પછી, સાલેમ જંકશનથી 6 માર્ગો નીકળે છે.

આ પણ વાંચો: જો ટ્રેન વધુ 2 મિનિટ ઉભી હોત તો કદાચ ટ્રેનમાં શૌચાલય ન હોત, 56 વર્ષ સુધી શૌચાલય વિના દોડી ટ્રેન

સેન્ટ્રલ રેલવે સ્ટેશન

તે શહેરનું સૌથી મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન માનવામાં આવે છે. અહીં ટ્રેનોની વધુ અવરજવર રહે છે અને આ ખૂબ જ વ્યસ્ત રેલવે સ્ટેશન હોય છે. આવા સ્ટેશન અન્ય સ્ટેશનો કરતાં વધુ સુવિધાજનક અને મોટા પણ છે. દેશના મોટા શહેરોની ટ્રેનો આ સ્ટેશનો પર આવે છે. મુંબઈ સેન્ટ્રલ કે કાનપુર સેન્ટ્રલ તેનું ઉદાહરણ છે.

" isDesktop="true" id="1340581" >
વિશેષ ઉલ્લેખ
ઘણી વખત સ્ટેશનોના નામની આગળ કેન્ટ પણ મૂકવામાં આવે છે. મતલબ કે તે શહેરમાં આર્મી કેન્ટોનમેન્ટ છે. જેમ કે અંબાલા કેન્ટ, આગ્રા કેન્ટ, અલ્હાબાદ કેન્ટ અને અજમેર કેન્ટ વગેરે.
First published:

Tags: Indian railways, Trains, Unknown facts