કોરોનાના દર્દીઓને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરતાં કેટલો આવે છે ખર્ચ?

આવો નજર કરીએ અલગ-અલગ શહેરોમાં કોરોનાના દર્દીઓ પર થનારા સરેરાશ ખર્ચ પર...

આવો નજર કરીએ અલગ-અલગ શહેરોમાં કોરોનાના દર્દીઓ પર થનારા સરેરાશ ખર્ચ પર...

 • Share this:
  નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના (Coronavirus)દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતમાં દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે તમામ પોઝિટિવ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી. ગત સપ્તાહના આંકડા મુજબ, માત્ર 15 ટકા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી હતી. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો કોઈને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થાય છે તો પછી કેટલો ખર્ચ થશે.

  ભરવું પડે છે લાખો રૂપિયાનું બિલ

  અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસે’ હૉસ્પિટલોમાં દાખલ 6 અલગ-અલગ દર્દીઓના ખર્ચનું આકલન કર્યું. આ તમામ દર્દી દિલ્હી, મુંબઈ અને કોલકાતાની ખાનગી હૉસ્પિટલોમાં ભરતી હતા. હૉસ્પિટલોમાં 6 દિવસ સુધી રહેનારાંઓને લગભગ 2.6 લાખનો ખર્ચ થયો. જ્યારે એક મહિના સુધી હૉસ્પિટલમાં રહેનારા દર્દીઓને લગભગ 16.14 લાખ રૂપિયા ખર્ચ કરવો પડ્યો. મેડિકલ ઇન્સ્યોરન્સ હોવા છતાંય દર્દીઓને પોતાના ખિસ્સામાંથી લગભગ 60 હજારથી 1.38 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડ્યો.

  આવો નજર કરીએ અલગ-અલગ શહેરોમાં કોરોનાના દર્દીઓ પર થનારા સરેરાશ ખર્ચ પર...

  - દિલ્હીમાં એક દિવસમાં ડૉક્ટરની કન્સ્લટન્સ ફી 3800-7700 રૂપિયા છે. કોલકાતા અને મુંબઈમાં તે ખર્ચ 2000-3000 રૂપિયાની વચ્ચે આવે છે.

  - જો દર્દી ICUમાં દાખલ નથી તો પછી એક દિવસનો ખર્ચ 14000થી 32000 રૂપિયાની વચ્ચે આવે છે. એટલે કે 10 દિવસનો આ ખર્ચ 3.2 લાખ રૂપિયા થઈ શકે છે. તેમાં સૌથી વુધ ખર્ચ રૂમ ભાડામાં આવે છે.

  આ પણ વાંચો, ફ્રીમાં જમીન લેનારી ખાનગી હૉસ્પિટલ કોરોનાના દર્દીઓની મફત સારવાર કેમ નથી કરતી? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

  - જો દર્દીની હાલત ગંભીર નથી તો પછી એક દિવસમાં રૂમનો ખર્ચ 3200થી લઈને 16000 રૂપિયા (ડિલક્સ રૂમ) આવે છે. એટલે કે 10 દિવસમાં દર્દીને સરેરાશ 1.5 લાખ રૂપિયા ખર્ચ આપવો પડે છે.

  - દરરોજ 3-5 PPE કિટનો ઉપયોગ કરવામાં આવે છે જે જેનો ખર્ચ લગભગ 700-1100 રૂપિયા સુધી આવે છે.

  - ICUમાં રૂમનો ખર્ચ 7000-16000ની વચ્ચે રહે છે. વેન્ટિલેટરનો ઉપયોગ થતાં દરરોજ 1000-2500 રૂપિયા આપવાના હોય છે. એક દિવસમાં ABGનો ખર્ચ 1000-5500 રૂપિયાની વચ્ચે આવે છે. આ પ્રક્રિયા હેઠળ લોહીમાં ઓક્સિજન આપવામાં આવે છે.

  - ગંભીર હાલતમાં રહેનારા દર્દીઓને 2000-5000 રૂપિયા સુધી અલગ ખર્ચ આવે છે.

  આ પણ વાંચો, કોરોના મહામારીનો એક બીજાને સાથ આપી આવી રીતે કરો સામનો

  Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
  Published by:Mrunal Bhojak
  First published: