VVPAT મામલો: જો ચૂંટણી પંચે માની હોત આ વાત, તો 6 દિવસ સુધી ચાલતી મતગણતરી

પ્રતિકાત્મક તસવીર

આ વખતે ચૂંટણી પંચે વોટિંગ મશીનો સાથે વીવીપેટ મશીનોની વ્યવસ્થા કરી હતી, જેમાં મતદાતા વોટ નાખ્યા બાદ એક કાગળ દેખી શકતા હતા કે, તેમનો વોટ સાચા ઉમેદવારને ગયો છે કે નહીં.

  • Share this:
    મતોની ગણતરીમાં હવે માત્ર બે દિવસ બાકી છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી પહેલા જ્યાં ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી રાખી છે. આ બાજુ મતોની ગણતરીના કેન્દ્રો પર આ વખતે વીવીપેટ મશીનોની પણ ચર્ચા છે. વાત જાણે એમ છે કે, આ વખતે ચૂંટણી પંચે વોટિંગ મશીનો સાથે વીવીપેટ મશીનોની વ્યવસ્થા કરી હતી, જેમાં મતદાતા વોટ નાખ્યા બાદ એક કાગળ દેખી શકતા હતા કે, તેમનો વોટ સાચા ઉમેદવારને ગયો છે કે નહીં. આ કાગળની ચબરખીને પેપર ઓડિટ ટ્રેલ પણ કહેવામાં આવે છે.

    આ વીવીપેટ મશીનની ચબરખીઓનો ઉપયોગ ઈવીએમના વોટના આંકડા સાથે મિલાવવા માટે પણ કરવામાં આવશે. શરૂઆતમાં ચૂંટણી પંચે દરેક લોકસભા અને વિધાનસભા વિસ્તારમાં માત્ર એક વીવીપેટના મતોને જ ઈવીએમ સાથે મિલાવવાનું કહ્યું હતું. જોકે, વિપક્ષી પાર્ટીઓની માંગ હતી કે, ઓછામાં ઓછા 50 ટકા વીવીપેટ મશીનો અને ઈવીએમના મતોને મિલાવવા જોઈએ. જો ચૂંટણી પંચે આ પાર્ટીઔઓની ભલામણ માની લીધી હોત તો, એવરેજ પંચે દરેક સીટ પર 125 ઈવીએમ મશીનોના મતને વીવીપેટ મશીનોના મત સાથે મીલાવવા પડ્યા હોત.

    ધ હિન્દૂ સમાચાર પત્રના રાષ્ટ્રીય સંપાદક શ્રીનિવાસ રમાની માને છે કે, વિપક્ષીદળોની 50 ટકા ઈવીએમ અને વીવીપેટની ગણતરી એક રેન્ડમ રીતે કરવાની માંગ હતી. જોકે, જો ચૂંટણી પંચ પૂરા દેશને મિલાવી 750થી 1000 ઈવીએમ અને વીવીપેટના મતોને મિલાવે છે તો, તેની સટીકતા પર લોકોને વિશ્વાસ થઈ જાય. હાલમાં જે પ્રક્રિયાનું પાલન કરવાનું છે તેનાથી લોકસભાના મામલામાં પૂરા દેશમાં લગભગ 2710 ઈવીએમ અને વીવીપેટ મશીનોના મતોને મેળવવામાં આવશે. આ કુલ ઈવીએમ અને વીવીપેટ મશીનોના 2 ટકા હશે.

    એક ખોલેલી વીવીપીપેટ મશીન


    આ મામલામાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટે પોતાના જવાબમાં જણાવ્યું કે, જો ચૂંટણી પંચ વિપક્ષી પાર્ટીઓની માંગ માનીને 50 ટકા વીવીપેટ મશીનોના મતોને ઈવીએમ મતો સાથે મીલાવે તો તેના કારણે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં 6 દિવસનું મોડુ થાય.

    આ મુદ્દે સુપ્રીમ કોર્ટે વિપક્ષી દળોની માંગ પર સુનાવણી કરી અને આદેશ આપ્યો હતો કે, દરેક લોકસભા વિસ્તારમાં ઓછામાં ઓછા 5 ઈવીએમ મશીનોના મતને વીવીપેટના મશીનો સાથે મીલાવવા જોઈએ.

    જોકે, આ મામલા પર ફરી વિપક્ષીદલોએ એક રિવ્યૂ અરજી દાખલ કરી હતી. વિપક્ષી દલોએ માંગ કરી હતી કે, ચૂંટણી પંચે ઓછામાં ઓછા 25 ટકા અથવા 33 ટકા મશીનોના મત મિલાવવા જોઈએ. જોકે, આ મામલા પર સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
    Published by:kiran mehta
    First published: