ફાંસી આપતાં પહેલા ગોડસે, રંગા-બિલ્લા, કસાબ અને યાકૂબ મેમણનો શું હતો હાલ?

News18 Gujarati
Updated: December 16, 2019, 2:53 PM IST
ફાંસી આપતાં પહેલા ગોડસે, રંગા-બિલ્લા, કસાબ અને યાકૂબ મેમણનો શું હતો હાલ?
નથૂરામ ગોડસેની ફાઇલ તસવીર

વધસ્તંભ પર ચઢતી વખતે નિષ્ઠુર અપરાધીની પણ સ્થિતિ ખરાબ થઈ જાય છે, રંગા-બિલ્લાથી લઈને કસાબ સુધી અંતિમ સમયના રેકોર્ડ કંઈક એવું જ કહે છે

  • Share this:
નિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં હવે વધુ સમય નથી બચ્યો. તિહાડ જેલ પ્રશાસન ફાંસી આપવાની તૈયારીમાં લાગી ગઈ છે. ફાંસી આપવા માટે જલ્લાદ અને દોરડું મંગાવવામાં આવી રહ્યા છે. એવામાં એક સવાલ ઊભો થાય છે કે ફાંસી આપતા પહેલા દોષિતોનો શું હાલ હોય છે? ફાંસીની સજા આપતાં પહેલા અપરાધીઓના અંતિમ સમયનો રેકોર્ડ મળે છે. ગમે તેટલો મોટો અપરાધી ફાંસીના ફંદા પર લટકતાં પહેલા ધ્રૂજવા લાગે છે.

મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસને 15 નવેમ્બર, 1949ના રોજ અંબાલા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગોડસેની સાથે તેના સાથી નારાયણ આપ્ટેને પણ ફાંસી મળી હતી. તે સમયે અંબાલા સેન્ટ્રલ જેલમાં એક વૃક્ષ પર બંનેને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા.

ફાંસી પહેલા ગોડસે ડરેલો હતો

ફાંસી પર ચઢતા પહેલા નથૂરમા ગોડસે ઘણો ડરેલો હતો. ફાંસી આપવાના સ્થળ પર લઈ જતી વખતે તેના ડગલાં લથડી રહ્યાં હતા. તે પોતાને નિર્ભીક દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેમાં સફળ ન રહી શક્યો. વચ્ચે-વચ્ચે તે અખંડ ભારતના નારા લગાવવાનો પ્રયાસ કરતો રહ્યો. પરંતુ તેનો અવાજ જ રૂંધાઈ જતો હતો.

આવી જ રીતે 31 જાન્યુઆરી, 1982ના રોજ તિહાડ જેલમાં ખૂંખાર હત્યારા રંગા અને બિલ્લાને ફાંસી આપવામાં આવી હતી. 1978માં રંગા અને બિલ્લાએ દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. રંગા વિશે કહેવામાં આવે છે કે તે ખુશમિજાજ હતો. તે પોતાના અંતિમ સમય સુધી એ વાતનો ચિંતા નહોતો કરતો કે તેને ફાંસી આપવામાં આવી રહી છે.

ફાંસી પર ચઢતી વખતે રંગા-બિલ્લાનો ચહેરો કાળો પડી ગયો હતોબીજી તરફ બિલ્લાની હાલત ખરાબ હતી. તે હંમેશા રડતો રહેતો હતો. તે હંમેશા કહેતો હતો કે તેણે કોઈ અપરાધ નથી કર્યો. તેને રંગાએ ફસાવી દીધો. જેલમાં બંનેના ઝઘડા થતા રહેતા. રંગા અને બિલ્લાને ફાંસી આપવા માટે ફરીદકોટથી ફકીરા અને મેરઠથી કાલૂ જલ્લાદને બોલાવવામાં આવ્યા હતા. ફાંસી પર ચઢવાના એક દિવસ પહેલા બિલ્લા જેલની અંદર કેટલાક પત્રકારોને મળ્યો હતો. પત્રકારોએ જણાવ્યું કે તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. તે વારંવાર કહી રહ્યો હતો કે તેણે અપરાધ નથી કર્યો. પરંતુ તેની બૉડી લેગ્વેજથી લાગી રહ્યું હતું કે તે ખોટું બોલી રહ્યો છે.

રંગા-બિલ્લાની ફાઇલ તસવીર


ફાંસીની પહેલાની રાત્રે બિલ્લાએ ખાવાનું ખાધું નહીં. તે આખી રાત રડતો રહ્યો. પોતાના સેલમાં બબડતો રહ્યો. જ્યારે રંગાએ રાતનું ખાવાનું પણ ખાધું અને નિરાંત સૂઈ ગયો. અંતિમ સમય સુધી જોશમાં દેખાયો. ફાંસી પર ચઢતી વખતે તેણે જોરથી નારો લગાવ્યો- જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. જોકે ફાંસી પર ચઢતી વખતે બંનેના ચહેરા ડરથી કાળા પડી ગયા હતા.

આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી

એક જ વાતનું રટણ કરી રહ્યો હતો કસાબ- 'અલ્લાહ કસમ માફ કરી દો'

2008માં મુંબઈ હુમલાના દોષી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી. કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી. ફાંસી પર ચઢતા પહેલા પોતાના અંતિમ સમયમાં કસાબ ડરી ગયો હતો. તે બોલી રહ્યો હતો- અલ્લાહ કસમ, માફ કરી દો. છોડી દો, આવી ભૂલ ફરી નહીં કરું.

અજમલ કસાબની ફાઇલ તસવીર


જોકે, ફાંસી પર ચઢતાં પહેલા તે સામાન્ય રીતે શાંત રહેતો હતો. તે કોઈની સાથે વાત નહોતો કરતો. પરંતુ ફાંસીના ફંદાને નજીક જોઈને તેને ડૂમો ભરાઈ ગયો હતો. ફાંસી પહેલા કસાબથી તેને અંતિમ ઈચ્છા પૂછવામાં આવી હીત. તેનું કહેવું હતું કે તેની કોઈ અંતિમ ઈચ્છા નથી. તેણે લેખિતમાં આ વાત કહી કે તેની કોઈ અંતિમ ઈચ્છા નથી. કસાબને લાગતું હતું કે તે હિન્દુસ્તાનના કાયદાથી બચી જશે. પરંતુ જ્યારે તેનું ડૅથ વૉરન્ટ જાહેર થયું તો તેની આશા પણ ખતમ થઈ ગઈ. પોતાના અંતિમ દિવસ તેણે ડરના માહોલમાં વિતાવ્યો.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : ઠાર મરાયેલા ચાર આરોપીઓની લાશો 10 દિવસથી હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે?

ફાંસીથી એક દિવસ પહેલાની રાત્રે કસાબ ઊંઘી શક્યો નહીં. ફાંસી પહેલા તેણે બે કપ મસાલા ચા પીધી હતી. ફાંસીના માંચડા સુધી જતી વખતે કસાબની સ્થિતિ ખરાબ થઈ ચૂકી હતી. એક ડગલું ચાલ્યા બાદ તેને પોલીસ અધિકારી ઉઠાવીને ફાંસીના માંચડા સુધી લઈ ગયા.

અંતિમ સમયે પોતાના કર્મો પર પસ્તાઈ રહ્યો હતો યાકૂબ મેમણ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટોમાં દોષી પુરવાર થયેલા યાકૂબ મેમણને તેના 53મા જન્મદિવસ 30 જુલાઈ 2015ના રોજ ફાંસી પર લટકાવી દેવાયો. યાકૂબ મેમણેને નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી. ફાંસી પર ચઢવા પહેલાની રાતે તેણે પોતાની દીકરી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યાકૂબ મેમણે ફોન પર તેની દીકરી અને ભાઈઓ સાથે વાત કરી હતી.

યાકૂબ મેમણની ફાઇલ તસવીર


યાકૂબને અંતિમ સમય સુધી લાગી રહ્યું હતું કે તેની ફાંસી ટળી જશે. યાકૂબ આખી રાત ઊંઘી નહોતો શક્યો. એક તરફ જેલમાં યાકૂબ મેમણની ફાંસીની તૈયારી ચાલી રહી હતી, બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં અડધી રાત્રે તેની પુનર્વિચાર અરજી પર સુનાવણી ચાલી રહી હતી. રાત્રે તેને ખાવાનું પણ ખાધું નહીં. આખી રાત તે જેલના પોતાના સેલમાં આંટા મારતો રહ્યો.

જ્યારે સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજા બરકરાર રાખી તો જેલમાં તેને પહેરવા માટે નવા કપડા આપવામાં આવ્યા. મેમણે જેલમાં પોતાની અંતિમ પ્રાર્થના કરી. તેનું મેડિકલ ચેકઅપ થયું. સવારે 6:35 વાગ્યે તેને ફાંસી આપવામાં આવી.

યાકૂબ મેમણ અંતિમ સમય સુધી કહેતો રહ્યો કે તેણે અપરાધ નથી કર્યો. યાકૂબે પોતાના ભાઈઓને કહ્યુ હતું કે જો તેને પોતાના ભાઈના ગુના માટે ફાંસી આપવામાં આવે છે ત્યાં સુધી ઠીક છે. પરંતુ જો તેમને લાગે છે કે હું ગુનેગાર છું અને સજા આપી રહ્યા છે તો તે ખોટું છે. હું નિર્દોષ છું.

ફાંસીવાળી સવારે યાકૂબ મેમણને ખાવામાં ઉપમા આપવામાં આવ્યો. પરંતુ તેણે ખાધું નહીં. જ્યારે ડૉકટર તેનું ચેકઅપ કરવા આવ્યા તો તેણે કહ્યુ કે મને શું થયું છે? હું નબળો નથી. બધા લોકો પોતાનું કામ કરી રહ્યા છે અને તમે પણ આપનું કામ કરો. ફાંસી આપવાન સમયે યાકૂબ મેમણ એકદમ ચૂપ હતો. કદાચ તેને પોતાના કર્મો પર પસ્તાવો હતો. તે જેલના સુરક્ષાકર્મીઓને કહી રહ્યો હતો કે જો તેણે ક્યારેય કોઈ ભૂલ કરી હોય તો માફ કરજો.

આ પણ વાંચો, મોત બાદ પણ ડ્યૂટી કરી રહી છે આ ફૌજીની આત્મા, દર મહિને મળે છે પગાર!
First published: December 16, 2019
વધુ વાંચો
अगली ख़बर