અમેરિકાના શટડાઉનની પૂરી કહાણીઃ શું છે શટડાઉન? આનાથી શું અસર પડે?

News18 Gujarati
Updated: January 23, 2018, 12:27 PM IST
અમેરિકાના શટડાઉનની પૂરી કહાણીઃ શું છે શટડાઉન? આનાથી શું અસર પડે?
અમેરિકામાં પ્રથમ વખત વર્ષ 1980માં શટડાઉનની ઘટના બની હતી

અમેરિકામાં પ્રથમ વખત વર્ષ 1980માં શટડાઉનની ઘટના બની હતી

  • Share this:
ફંડિંગ સાથે જોડાયેલા બિલ પાસ ન થવાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં બીજી વખત અમેરિકામા શટડાઉનનું સંકટ તોળાયું છે. શનિવારથી જ મોટાભાગની સરકારી કચેરીઓમાં શટડાઉનની શરૂઆત થઈ ગઈ છે. તો જાણો આખરે શું છે આ શટડાઉન અને કેવી રીતે આનાથી આખી દુનિયા થશે પ્રભાવિત?

ગત 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ સરકારે એક વર્ષ પૂરુ કર્યું. જોકે, અમેરિકા માટે આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે શટડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થઈ હોય. અમેરિકાના ઇતિહાસમાં સાતથી વધારે વખત આવું બની ચુક્યું છે.

શું હોઈ છે શટડાઉન?

અમેરિકામાં એન્ટી ડેફિશિયન્સી કાયદો લાગૂ છે. જો સેનેટમાં ફંડિંલ બિલ પાસ નથી થતું તો સરકારી તિજોરી ખાલી થઈ જાય છે. આવા સમયે ફંડના અભાવે સરકારી વિભાગોનું કામકાજ બંધ કરવાની ફરજ પડે છે. આને રોકવા માટે સરકાર સ્ટોપ ગેપ ડીલ લાવે છે. જેને સેનેટ અને પ્રતિનિધિ બંને સભામાંથી પાસ કરવું જરૂરી છે. તેના પાસ થવા પર જ ફંડ રિલીઝ કરવામાં આવે છે અને સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ શકે છે.

હાલમાં રિપબ્લિક હસ્તકની અમેરિકન કોંગ્રેસે ગુરુવારે સ્ટોપ ગેપ ફંડિંગ માટે મંજૂરી આપી હતી. પરંતુ તેને પાસ કરવા માટે સેનેટમાં ઓછામાં ઓછા 10 ડેમોક્રેટ્સનું સમર્થન જરૂરી છે. બંને પક્ષ વચ્ચે સહમતી ન થતાં શટડાઉનની પરિસ્થિતિ ઉભી થઈ હતી. આના કારણે હજારો કર્મચારીઓએ પગાર વગર ઘરે બેસવાનો વારો આવશે.

શટડાઉનની શરૂઆતઅમેરિકામાં પ્રથમ વખત વર્ષ 1980માં શટડાઉનની ઘટના બની હતી. 1 મે 1980ના સિવિલ ઓપિનિયમ જાહેર થયાના પાંચ દિવસ બાદ ફેડરલ ટ્રેડ કમિશન બંધ થઈ ગયું હતું. જોકે, આ ફક્ત એક દિવસ માટે જ થયું હતું. બજેટ પર વિવાદને કારણે આવું પ્રથમ વખત બન્યું કે જ્યારે ફેડરલ એજન્સી બંધ થઈ ગઈ. 1600 કર્મચારીઓ પર તેનો પ્રભાવ પડ્યો હતો. આશરે સાત લાખ ડોલરનું નુકસાન થયું હતું.

ત્યાર બાદ અમેરિકામાં સાત વખત આવો પ્રસંગ આવ્યો હતો જ્યારે શટડાઉન થયું હતું. 1981, 1984, 1986, 1990, 1995-96, 2013 અને 20198માં શટડાઉન થયું. ત્રણ વખત એવું થયું જ્યારે રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળમાં શટડાઉન થયું હતું.શું અસર થાય છે?

અમેરિકામાં શટડાઉનની અસર આખી દુનિયા પર પડે છે. આ દરમિયાન મોટાભાગની સરકારી કચેરીઓનું કામકાજ બંધ થઈ જાય છે. લાખો કર્મચારીઓએ પગાર વગર જ ઘરે બેસવું પડે છે. જેના કારણે કરોડો રૂપિયાની વેપાર ઠપ્પ થઈ જાય છે. જેના કારણે અમેરિકાએ મોટું નુકસાન સહન કરવું પડે છે.

અમેરિકા વિશ્વના અનેક દેશોમાંથી મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરે છે. શટડાઉનને કારણે આ દેશોએ નુકસાન સહન કરવું પડે છે. ભારત પણ આ દેશમાં જ સામેલ છે. આ ઉપરાંત વિઝા આપવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે. જે લોકો અમેરિકા જવા માંગે છે તેમણે પણ સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે.

અમેરિકાના શટડાઉનનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે આ વખતે ફક્ત વાણિજ્ય અને ટ્રાન્સપોર્ટેશન વિભાગના જ 60 હજારથી વધારે કર્મચારીઓ પ્રભાવિત થશે.

સૌથી લાંબુ શટડાઉન

વર્ષ 1995-96માં અમેરિકાએ સૌથી લાંબા શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. ડેમોક્રેટ્સ અને રિપબ્લિક વચ્ચે વિવાદને કારણે અમેરિકાએ 27 દિવસના શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. બંને પક્ષ વચ્ચે મેડિકેર, શિક્ષણ, પર્યાવરણ અને પબ્લિક હેલ્થ ફંડિંગને લઈને વિવાદ થયો હતો. એ વખતે બે વખત શટડાઉન થયું હતું. પ્રથમ વખત 14થી 19 નવેમ્બર 1995 સુધી શટડાઉન ચાલ્યું હતું, જ્યારે બીજુ શટડાઉન 16 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ચાલ્યું હતું. પ્રથમ વખત થયેલા શટડાઉનમાં આઠ લાખ જ્યારે બીજી વખતના શટડાઉનમાં 2.84 લાખ કર્મચારીઓએ નુકસાન ઉઠાવવું પડ્યું હતું.
First published: January 23, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading