Home /News /national-international /

Explained : બ્રિટનમાં RSV સંક્રમણથી પીડાતા બાળકોની સંખ્યા વધી, શું Corona કારણભૂત હોઈ શકે?

Explained : બ્રિટનમાં RSV સંક્રમણથી પીડાતા બાળકોની સંખ્યા વધી, શું Corona કારણભૂત હોઈ શકે?

કોરોના પ્રતિબંધો હટાવતાની સાથે જ એક પછી બીજા મોરચે લડી રહ્યુ છે બ્રિટન

RS Virus : સામાન્ય શ્વસન વાયરસ છે. જેનાથી લગભગ તમામ લોકો બે વર્ષની ઉંમર સુધીમાં સંક્રમિત થઈ જાય છે. મોટાભાગના લોકોમાં શરદી, નાક વહેવું અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે

  કોરોના (Coronavirus) માટે લાદવામાં આવેલા નિયમો અને પ્રતિબંધોના કારણે શ્વસન સંબંધિત ઘણી બીમારીઓ પર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ હવે કેટલાક દેશોમાં આ નિયંત્રણ હટાવી લેવાતા શ્વસનને લાગતા રોગોએ ફરી માથું ઊંચક્યું છે. અત્યારે આરોગ્ય બાબતે બ્રિટન (Britain) એકસાથે અનેક મોરચે લડી રહ્યું છે. એક તરફ કોરોનાના કેસ વધે છે, બીજી તરફ શ્વસન ચેપથી પીડાતા બાળકોના કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. જેમાં મોટો ખતરો રેસ્પિરેટરી સિનસિટિયલ વાયરસનો ( respiratory syncytial virus) છે. જેને ટૂંકમાં RSV તરીકે ઓળખવામાં આવે છે.

  સૌથી ચોંકાવનારી બાબતે તો એ છે કે, આ વાયરસ બે મહિનાના બાળકોમાં પણ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે શ્વાસ નળીમાં સોજા (બ્રોન્કીલાઇટિસ) જેવા રોગોમાં હોસ્પિટલમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. સામાન્ય રીતે ઠંડીમાં ફેલાતો આ વાયરસ ઉનાળામાં કેમ જોવા મળ્યો તે અંગે તપાસ ચાલી રહી છે.

  આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ, શુક્રવારે 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ

  તમામ લોકો થાય છે સંક્રમિત

  RSV સામાન્ય શ્વસન વાયરસ છે. જેનાથી લગભગ તમામ લોકો બે વર્ષની ઉંમર સુધીમાં સંક્રમિત થઈ જાય છે. મોટાભાગના લોકોમાં શરદી, નાક વહેવું અને ઉધરસ જેવા સામાન્ય લક્ષણ જોવા મળે છે. આ લક્ષણ કોઈ સારવાર વગર જ એકથી બે અઠવાડિયામાં ચાલ્યા જાય છે. જોકે, દર ત્રણમાંથી એક બાળકને RSVના કારણે બ્રોન્કીલાઇટિસ થઈ શકે છે. જેમાં શ્વાસ નળીમાં સોજો અને તાવ આવી જાય છે. તેમજ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

  આવા છે બીમારીના લક્ષણો

  કેટલાક કિસ્સામાં આ બીમારી ગંભીર બની જાય છે. જો કોઈ યુવાન વ્યક્તિને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે તો લક્ષણ ગંભીર થઈ શકે છે. જેના કારણે તાપમાન 38 સેલ્સિયસને પર ચાલ્યું જાય છે. હોઠ વાદળી પડી જાય છે અને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડે છે.

  આ પણ વાંચો : Explained: વિશ્વમાં કોવિડ પાસપોર્ટ કઈ રીતે કામ કરે છે? કયા દેશે કઈ પદ્ધતિ અપનાવી?

  બાળકો આ બીમારીના કારણે ખાવાની ના પાડે છે. તેઓને લાંબા સમય સુધી યુરીન આવતું નથી. એક મહિનાના બાળકની શ્વાસ નળી ખૂબ સાંકડી હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. મોટાભાગના કેસને કંટ્રોલ કરી શકાય છે. પણ ઘણી વખત બ્રોન્કીલાઇટિસ જીવલેણ નીવડી શકે છે.

  5 ટકા બાળકો મૃત્યુ પામે છે

  દર વર્ષે લગભગ 35 લાખ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જેમાંથી 5 ટકા બાળકોના મોત નીપજે છે. 2020-21માં ખૂબ ઓછા લોકોને ફલૂ અને RSV થયો હતો. જેના પાછળ કોરોનાને રોકવા અમલમાં મુકાયેલા હાથ ધોવા, માર્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કારણો જવાબદાર હતા.

  આ મામલે થયેલા અભ્યાસના તારણોમાં જાણવા મળ્યું છે કે, ઉત્તર ગોળાર્ધના દેશોમાં બ્રોન્કીલાઇટિસને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 83 ટકા ઓછી થઈ હતી. જોકે, હવે સાવ વિપરીત સ્થિતિ છે. RSVના સંક્રમણ બાળકો પર શા માટે જુદી જુદી અસર કરે છે તે અંગે વધુ માહિતી મળી નથી.

  બીમારી પાછળ ઘણા કારણ જવાબદાર

  RSVના ગંભીર લક્ષણો પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે. ઉંમર ( એક માસના બાળકો પર સૌથી વધુ ખતરો), જાતિ (મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ ખતરો) ધુમાડોના સંપર્કમાં આવવું, ફેફસાની બીમારી સહિતની બાબતોની અસર થઈ શકે છે. આ બીમારી સામે લડવા મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી આવશ્યક છે. આપણા શરીરની ન્યુટ્રલાઈજીંગ એન્ટીબોડી ગંભીર બીમારીઓથી બચાવે છે.

  અલબત, RSVમાં રોગપ્રતિકારક શક્તિ લાંબા સમય સુધી રહેતી નથી. જેથી મોટાભાગના લોકોને ફરી ચેપ લાગવાનો ખતરો હોય છે. આ બીમારીને રોકવા રસી ડેવલપ કરવામાં આવી રહી છે અને ઘણી રસીઓનું ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલી રહ્યું છે.
  First published:

  Tags: Children, Coronavirus Live News, Explained, Respiratory syncytial virus, RSV Virus, UK

  આગામી સમાચાર