Home /News /national-international /PFI Ban India: પીએફઆઈ ક્યારે બન્યું, તેનો ઉદ્દેશ્ય શું છે અને જાણો તેની સાથે જોડાયેલી તમામ માહિતી

PFI Ban India: પીએફઆઈ ક્યારે બન્યું, તેનો ઉદ્દેશ્ય શું છે અને જાણો તેની સાથે જોડાયેલી તમામ માહિતી

PFI એટલે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર

Popular Front of India: PFI માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે. આ વિવાદાસ્પદ સંગઠન સામાજિક સમરસતાને નષ્ટ કરે છે. વર્ષ 2006માં તેની રચના કરવામાં આવી હતી.

    નવી દિલ્હીઃ PFI એટલે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા’. પીએફઆઈની રચના 2006માં કરવામાં આવી હતી અને તે ભારતમાં હાંસિયામાં રહેલા વર્ગના સશક્તિકરણ માટે નવ સામાજિક આંદોલન ચલાવવાનો દાવો કરે છે. જો કે, NAIએ દાવો કર્યો છે કે, પીએફઆઈ કટ્ટર ઇસ્લામનો પ્રચાર કરે છે. આ સંગઠની રચના કેરળમાં કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય દિલ્હીમાં છે. પીએફઆઈ સામ રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી કર્યા પછી દેશભરમાં તેના પ્રતિબંધ મામલે પહેલ કરવામાં આવી હતી. ન્યૂઝ18 ટીમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, PFI સંપૂર્ણ રીતે સંગઠિત સંસ્થા છે. તેના મૂળ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા છે. આ સંસ્થામાં આંતરિક અને બાહ્ય સંસ્થાઓ છે. બંનેનું કામ સામાજિક સમરસતા નષ્ટ કરવાનું છે.

    કોણ છે પ્રમુખ અને ઉપપ્રમુખ?


    PFIના પ્રમુખ ઓએમએ સલામ (OMA Salam) છે અને ઉપપ્રમુખ ઈએમ અબ્દુલ રહીમાન છે. અનીસ અહેમદ આ સંગઠનના જનરલ સેક્રેટરી છે. આ સિવાય ત્રણ સચિવ વીપી નસરુદ્દીન, અફસર પાશા અને મોહમ્મદ શકીફ છે. આ કોર કમિટી સિવાય સાત નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (NEC)ના ઘણાં સભ્યો છે. આ સભ્યો સંસ્થાના કાર્યસૂચિના અમલીકરણની જવાબદારી સંભાળે છે.

    આ પણ વાંચોઃ પીએફઆઇ પર કેન્દ્ર સરકારનો પાંચ વર્ષ માટે પ્રતિબંધ

    વિદેશમાં કાર્યરત સંસ્થાઓ


    આ વિવાદાસ્પદ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. શરફુદ્દીન પજેહારી સાઉદી અરેબિયામાં સંસ્થા ચલાવે છે. તેનું નેતૃત્વ ત્રણ મુખ્ય સભ્યો કરે છે. તેવી જ રીતે યુએઈમાં પીએફઆઈએ નૌશાદ બદરુદ્દીનને ચીફ બનાવવામાં આવ્યા છે. આ સાથે ત્રણ સભ્યો પણ કામ કરે છે. ઓમાનમાં અશફાક ચૈકિનાથ ત્રણ લોકો સાથે એક સંસ્થા ચલાવે છે. ડો.તાજ અલુવા કતારમાં સભ્ય સાથે આ સંસ્થાની પ્રવૃત્તિઓ કરે છે.


    PFIની 15 કાઉન્સિલ


    તુર્કીના PFI યુનિટમાં ચાર સભ્યો અને એક નેતા છે. આ નેતાનું નામ નૌશાદ મંચેરી કુરીક્કલ છે. PFI પાસે 15 કાઉન્સિલ છે. આ કાઉન્સિલ નાણાં અને શિક્ષણ સમિતિઓ સહિત અનેક ભાગોમાં કાર્યરત છે. PFI પાસે 4-T વિભાગો પણ છે. તેમાં તાજકિયાહ (વિસ્તરણ વિભાગ), તરબિયા (માર્ગદર્શક વિભાગ), તહલીલ (ડિટેક્ટીવ વિભાગ) અને થર્ડીસ (શારીરિક તાલીમ વિભાગ)નો સમાવેશ થાય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Explainer, NIA raids Terror Funding

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन