Home /News /national-international /

જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ

જેને કેન્દ્રએ લીલી ઝંડી આપી તે NPR શું છે? NRCથી કેવી રીતે છે અલગ

પ્રતીકાત્મક તસવીર

નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને બીજા શબ્દોમાં વસ્તીગણતરી કાર્ય પણ કહી શકાય છે

  નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (National Population Register-NPR)ને મંજૂરી આપી દીધી છે. તે આવતા વષથી લાગુ થઈ જશે. તેમાં ઘરે-ઘરે જઈને એક રજિસ્ટર તૈયાર કરવામાં આવશે અને નોંધવામાં આવશે કે ક્યાં-કોણ રહે છે. તે એનઆરસી (National Register of Citizens-NRC)થી બિલકુલ અલગ છે.

  તેમાં દેશમાં દરેક ગામ, શહેર અને રાજ્યોમાં રહેતાં લોકોના નામ એક રજિસ્ટરમાં નોંધવામાં આવશે. જો કોઈ વ્યક્તિ 6 મહિના કે તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં રહે છે તો તેમણે NPRમાં અનિવાર્ય રીતે રજિસ્ટર કરાવવું પડશે.

  NPRને બીજા શબ્દોમાં વસ્તીગણતરી કાર્ય પણ કહી શકાય છે. ભારત સરકારે એપ્રિલ 2010થી સપ્ટેમ્બર 2010 દરમિયાન વસ્તીગણતરી 2011 માટે ઘરે-ઘરે જઈને યાદી તૈયાર કરવા તથા પ્રત્યેક ઘરની મતગણતરીના ચરણમાં દેશના તમામ સામાન્ય નિવાસીઓના સંબંધમાં વિશિષ્ટ સૂચના એકત્ર કરીને એક ડેટાબેઝ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું.

  નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરમાં પ્રત્યેક નાગરિકોની જાણકારી રાખવામાં આવશે. તે નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઈઓ હેઠળ સ્થાનિક, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રી સ્તરે તૈયાર કરવામાં આવે છે.

  શું છે NPR?

  એનપીઆરનું પૂરું નામ છે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર. જનસંખ્યા રજિસ્ટરનો અર્થ એ છે કે તેમાં કોઈ ગામ કે ગ્રામીણ વિસ્તાર કે કસ્બા કે વોર્ડ કે કોઈ વોર્ડ કે શહેરી ક્ષેત્રના સીમાંકિત વિસ્તારમાં રહેતાં લોકોનું વિવરણ સામેલ થશે. આમ તો દેશમાં ઘણો ભ્રમ છૈ કે પૉપ્યુલેશન રજિસ્ટર (PR), નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR), નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC) અને નેશનલ રજિસ્ટર ઑફ ઈન્ડિયન સિટીઝન્સ (NRIC) કેવી રીતે જોડાયેલા છે. પરંતુ NPR અને NRC એકબીજાથી એકદમ અલગ છે. તેને વસ્તીગણતરી સાથે જોડીને જોઈ શકાય છે.

  NPR કેવી રીતે લાગુ થશે?

  નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરમાં ત્રણ પ્રક્રિયા હશે. પહેલું ચરણ એટલે કે આવતા વર્ષે 1 એપ્રિલ 2020થી લઈને 30 સપ્ટેમ્બરની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી ઘરે-ઘરે જઈને આંકડા એકત્ર કરશે. બીજું ચરણ 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2021ની વચ્ચે પૂરું થશે. ત્રીજા ચરણમાં સંશોધનની પ્રક્રિયા 1 માર્ચથી 5 માર્ચની વચ્ચે થશે.

  આઝાદી બાદ 1951માં પહેલી વસ્તીગણતરી થઈ હતી. 10 વર્ષમાં થતી વસ્તીગણતરી અત્યાર સુધી 7 વાર થઈ ચૂકી છે. હાલ 2011ની વસ્તીગણતરીના આંકડા ઉપલબ્ધ છે અને 2021ની વસ્તીગણતરી પર કામ ચાલી રહ્યું છે. બાયોમેટ્રિક ડેટામાં નાગરિકના અંગૂઠાનું નિશાન અને અન્ય જાણકારી સામેલ હશે.

  શું છે ઉદ્દેશ્ય?

  નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR)ના ઉદ્દેશ્ય આ પ્રકારે છે-
  - સરકારી યોજનાઓ અંગર્ગત આપવામાં આવતા લાભો યોગ્ય વ્યકિત સુધી પહોંચે અને વ્યક્તિની ઓળખ કરી શકાય.
  - નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર દ્વારા દેશની સુરક્ષામાં સુધાર કરી શકાય અને આતંકવાદી ગતિવિધિઓને રોકવામાં સહાયત પ્રાપ્ત થઈ શકે.
  - દેશના તમામ નાગરિોકને એક સાથે જોડી શકાય.

  કેટલો ખર્ચ થશે?

  આ પ્રક્રિયા માટે કેન્દ્ર તરફથી 8500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. NPR અપડેટ કરવાની પ્રક્રિયા એપ્રિલ 2020થી શરૂ થશે. તે 30 સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. તેમાં આસામ સિવાય સમગ્ર દેશમાં ઘરે-ઘરે જઈને ગણતરી માટે ફીલ્ડવર્ક કરવામાં આવશે.

  શું NPRમાં ભારતીય અને બિન-ભારતીય નાગરિકોનું વિવરણ હશે

  હા, નેશનલ રજિસ્ટર ઑફ ઈન્ડિયન સિટીઝન્સમાં ભારત અને ભારતની બહાર રહતાં ભારતીય નાગરિકોનું વિવરણ હશે. નિયમ-4ના ઉપનિયમ (3) કહે છે : ભારતીય નાગરિકોના સ્થાનિક રજિસ્ટરની તૈયારી અને તેમાં લોકોને સામેલ કરવા માટે જનસંખ્યા રજિસ્ટરમાં દરેક પરિવાર અને વ્યક્તિ જે વિવરણ છે તેને સ્થાનિક રજિસ્ટ્રાર દ્વારા ચકાસાવામાં આવશે.

  2003 નિયમના ઉપનિયમ (4)માં એ ખૂબ સ્પષ્ટ છે કે આ વેરિફિકેશન અને તપાસ પ્રક્રિયામાં શું થશે : વેરિફિકેશન પ્રક્રિયા હેઠળ જે લોકોની નાગરિકતા સંદિગ્ધ હશે, તેમના વિવરણને સ્થાનિક રજિસ્ટ્રાર આગળની તપાસ માટે જનસંખ્યા રજિસ્ટરમાં યોગ્ય ટિપ્પ્ણીની સાથે આપશે. આવા લોકો અને તેમના પરિવારના વેરિફિકેશનની પ્રક્રિયા ખતમ થયાના તરત જ એક નિર્ધારિત પ્રો-ફૉર્મામાં આપવામાં આવશે.

  આ પણ વાંચો, અટલ ભૂજળ યોજના'નો શુભારંભ, PM મોદીએ કહ્યું- 2024 સુધીમાં દરેક ઘરે પાણી પહોંચશે
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: CAA, Census, NRC, અમિત શાહ, આસામ, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन