ન્યૂઝ18 ગુજરાતી: દુનિયાભરમાં પરમાણુ હથિયારોને લઈને "નો ફર્સ્ટ યુઝ" ની નીતિ પ્રચલિત છે. જેનો મતલબ એ છે કે આ દેશો પરમાણુ હથિયારોનો પ્રયોગ ત્યારે જ કરશે જયારે કોઈ વિરોધી દેશ તેની સામે આ હથિયારોનો ઉપયોગ કરે અને પરમાણુ હુમલો કરે. પહેલા આ પ્રક્રિયા રાસાયણિક અને જૈવિક હથિયારો ઉપર લાગુ હતી. ભારતે છેલ્લે આ નીતિ ઉપર વર્ષ-2003માં સહમતી આપી હતી.
ભારતે સૌથી પહેલા આ "નો ફર્સ્ટ યુઝ" ની નીતિને 1998માં બીજા પરમાણુ પરીક્ષણ બાદ અપનાવી હતી. ઓગસ્ટ, 1999માં ભારત સરકારે આ અંગે એક 'સિદ્ધાંત ડ્રાફ્ટ' રિલીઝ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે, "પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર જવાબી કાર્યવાહી અંતર્ગત જ કરવામાં આવશે. આ દસ્તાવેજોમાં એવું પણ કહેવાયું હતું કે ભારત તેમના તરફથી પહેલા પરમાણુ હુમલો નહિ કરે પરંતુ દંડનાત્મક કાર્યવાહી માટે તેનો ઉપયોગ કરી શકે છે. નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2001-2002માં વધેલા તણાવ છતાં નો ફર્સ્ટ યુઝ ની નીતિને વળગી રહ્યું છે.
પાકિસ્તાની સેનાનું લાંબા સમયથી એ લક્ષ્ય હતું કે, તે એવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે જે ઓછી ક્ષમતાવાળા હોય અને યુદ્ધમાં ઉપયોગમાં આવનારા પરમાણુ પે-લોડ લઇ જઈ શકે. 60 કિલોમીટરની રેન્જમાં આ હથિયારો મારફત પાકિસ્તાનની સેના ટેન્ક બટાલિયનને નિશાન બનાવવા માંગે છે. આ સમાચાર મળ્યા એપ્રિલ, 2013માં તત્કાલીન નેશનલ સિકયુરિટી એડવાઈઝરી બોર્ડના સભ્ય શ્યામ શરણે કહ્યું હતું કે પરમાણુ હુમલો ચાહે મોટો હોય કે નાનો હોય ભારત તેનો જવાબ પૂરતી ક્ષમતાથી વાળશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર