બિહારઃ 20-20 ફોર્મુલા પર NDAમાં આવી કેવી રીતે થશે સીટોની વહેંચણી ?

News18 Gujarati
Updated: August 30, 2018, 4:15 PM IST
બિહારઃ 20-20 ફોર્મુલા પર NDAમાં આવી કેવી રીતે થશે સીટોની વહેંચણી ?
બિહારમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી એનડીએમાં અગાઉથી જ 20-20 ફોર્મુલાના આધારે સીટોની વહેંચણીની પ્રક્રિયા અંતિમ ચરણમાં

બિહારમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી એનડીએમાં અગાઉથી જ 20-20 ફોર્મુલાના આધારે સીટોની વહેંચણીની પ્રક્રિયા અંતિમ ચરણમાં

  • Share this:
બિહારમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી એનડીએમાં અગાઉથી જ 20-20 ફોર્મુલાના આધારે સીટોની વહેંચણીની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. ગઠબંધનમાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી જીતેલી સીટોમાંથી બે સીટ છોડશે અને માત્ર 20 સીટ પર જ ચૂંટણી લડશે.

અન્ય 20 સીટમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) 12-14, રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી 5-6, ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી 2 અને અરુણ કુમાર જહાનાબાદ સીટ પરથી ચૂંટણી લડશે.

ન્યૂઝ 18એ સૌથી પહેલા 20 એપ્રિલે જ ન્યૂઝ આપી દીધા હતા કે એનડીએના ગેરભાજપાઇ દળોએ 20-20 ફોર્મુલાની ઓફર છે, જે ભાજપે સ્વીકારી લીધી છે. ભાજપે 2014ના લોકસભા ચૂંટણીમાં 30 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા અને 22માં તેને સફળતા પણ મળી હતી. લોજપાને સાત વર્ષમાં છ અને રાલોસપાને તમામ ત્રણ સીટ પર જીત મેળવી હતી. જો કે બાદમાં રાલોસપા સાંસદ અરુણ કુમાર બાગી થઇ ગયા અને કુશવાહાનો સાથ છોડી દીધો.

ભાજપને બે સીટની કુરબાની આસાન છે, કારણ કે દરભંગાથી કીર્તિ આઝાદ અને પટના પશ્ચિમથી શત્રુઘ્ન સિન્હાને પાર્ટી સાથે કોઇ લેવા દેવા નથી. દરભંગા જેડીયુના ખાતામાં આવશે, સંજય ઝા અહીંથી ચૂંટણી લડશે.

12 જુલાઇએ અમિત શાહ અને નીતીશ કુમારની બંધ બારણે થયેલી વાતચીતમાં આ ફોર્મુલા પર સહમતિ સાધવામાં આવી હતી. જેમાં ટિકિટની ફાળવણી ઉમેદવારના જીતવાની સંભાવનાની શરત પણ હતી. આ શરતની વાત કરીએ તો સીટો પર જેડીયુ અથવા ભાજપના પ્રત્યાશી એક બીજાના સિમ્બોલના સહારે ચૂંટણી લડશે.

જેડીયુએ 17થી 18 સીટોની માગ કરી હતી. જેને ધ્યાને રાખી ભાજપ નીતીશની પાર્ટીને ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ એક સીટ આપી શકે છે.સૂત્રોની માહિતી પ્રમાણે કેટલીક સીટ સહયોગીઓ વચ્ચે અદલા-બદલી પણ થઇ શકે છે. ઉપેન્દ્ર કુશવાહા પર પણ એનડીએની નજર છે, જો તેઓ ગઠબંધન છોડશે તો તેમની સીટ ભાજપ અને જેડીયુમાં વહેંચાઇ જશે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પટના સાહિબ, દરભંગા, બેગુસરાય, વાલ્મીકીનગર, મધુબની અને વૈશાલીમાં ઉમેદવાર બદલાઇ શકે છે. આ સિવાય 2019 ચૂંટણીમાં જેડીયુને યુપી અને ઝારખંડમાં પણ કેટલીક સીટ આપવા પર સહમતિ બની છે.
First published: August 30, 2018
વધુ વાંચો
अगली ख़बर