શું છે 'હરમદ' શબ્દનો અર્થ, જેણે બંગાળમાં છેડ્યું યુદ્ધ !

બંગાળી વિદ્વાન અને જાધવપુર વિશ્વવિદ્યાલયની પૂર્વ પ્રોફેસર અચિંતા બિસ્વાસના જણાવ્યા પ્રમાણે તેનો અર્થ કાઇ નથી. આ ડચ શબ્દ 'આર્માડ'નું એક વિકૃત રૂપ છે

News18 Gujarati
Updated: June 15, 2019, 3:59 PM IST
શું છે 'હરમદ' શબ્દનો અર્થ, જેણે બંગાળમાં છેડ્યું યુદ્ધ !
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 15, 2019, 3:59 PM IST
સુજીત નાથ, ન્યૂઝ18: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હાલ એક શબ્દથી યુદ્ધ છેડાયું છે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસની લડાઇ વચ્ચે આ શબ્દ ચર્ચાનો વિષય પણ બન્યો છે, કારણ કે અંદાજે 1 દાયકા બાદ આ શબ્દ ફરી ઉપયોગમાં આવ્યો છે.

આ શબ્દ છે હરમદ, તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદંબરમ અને મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વચ્ચે આ શબ્દ અંદાજે નવ વર્ષ બાદ રાજનીતિક હિંસા અને ભાજપ-તૃણમુલ કોંગ્રેસ વચ્ચે વિવાદનો વિષય બન્યો છે.

9 જુને TMCના મહાસચિવ પાર્ટ ચટર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી કહ્યું કે અમે આ વાતથી ચિંતિત છીએ કે ગૃહમંત્રાલયે કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે એક સલાહ જાહેર કરી છે. જેનો નિષ્કર્ષ બંગાળમાં સંવેધાનિક મશીનરીમાં ભંગાણ પડવાનો કાઢવામાં આવ્યો છે. વાસ્તવમાં ભાજપ એક રાજનીતિક દળના હરમદની મદદ લેવામાં આવી રહી છે, જેનાથી હિંસા, અરાજકતા અને આતંક ફેલાવવા માટે 34 વર્ષમાં બંગાળ બરબાદ કરી નાખ્યું. આ પહેલા CPI કેડર અને નેતાઓને સંદર્ભિત કરવા માટે હરમદનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મેચમાં જો આ ત્રણ બાબતો થઈ તો પાકિસ્તાનનું હારવું નક્કી

શું છે આ શબ્દનો અર્થ ?

બંગાળી વિદ્વાન અને જાધવપુર વિશ્વવિદ્યાલયની પૂર્વ પ્રોફેસર અચિંતા બિસ્વાસના જણાવ્યા પ્રમાણે તેનો અર્થ કાઇ નથી. આ ડચ શબ્દ 'આર્માડ'નું એક વિકૃત રૂપ છે, જેનો અર્થ છે દરિયાઇ ડાકુ અથવા ગુડા જે પોતાની ક્રુરતા માટે જાણીતા છે. 18મી શતાબ્દીમાં, ડચ આ શબ્દને બંગાળમાં લાવ્યા અને સમયની સાથે આર્માડ શબ્દ હરમડ બની ગયો. કેટલાક લોકોએ દાવો કર્યો કે સ્પેનિશ આ શબ્દને બંગાળમાં લાવ્યા છે, પરંતુ મને તેના પર વિશ્વાસ નથી.
Loading...

બિસ્વાસે કહ્યું કે આ શબ્દ સામાન્ય બોલચાલમાં એટલો લોભાવનારો થઇ ગયો કે 1886માં હોબસન-જોબ્સ શબ્દકોશમાં પ્રવેશ કરી ગયો. એ સમયે અનેક શબ્દ બંગાળમાં ડચ, પોર્ટુગીશ અને સ્પેનિશથી ઉત્પન્ન થયા હતા, ઉદાહરણ તરીકે નિલમ શબ્દને હિન્દીના પોર્ટુગાલિયો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ સિવાય જો તમે હોબસન-જોબ્સ શબ્દકોશને જુઓ તો તમને 1886માં તેના પ્રકાશન બાદથી હરમદ મળશે, પરંતુ તથ્ય એ છે કે આ અર્માડાનો વિકૃત સંસ્કરણ છે.

ડિસેમ્બર 2010માં તત્કાલીન સીએણ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ એ સમયે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે રાજ્યમાં વધતી હિંસાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદંબરમ દ્વારા મોકલવામાં આવેલા એક અધિકારીક પત્રને હરમદ શબ્દને લેવામાં આવ્યો હતો. ગુસ્સે થયેલા સીપીએમ નેતાઓએ ત્યારે એમ પણ કહ્યું કે વાસ્તવમાં આવો કોઇ શબ્દ નથી અને ચિદંબરમને પત્ર લખવા પહેલા બંગાળી ભાષાના જ્ઞાનની સાથે અધઇકારીઓ સાથે પરામર્શ કરવું જોઇએ.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...