Home /News /national-international /મુસ્લિમ મહિલાઓ કઝીન અને સોતેલા ભાઈ સાથે કરી શકે છે લગ્ન! પરંતુ આ કેસમાં સૌથી સુરક્ષિત સમજે છે દીકરીઓ
મુસ્લિમ મહિલાઓ કઝીન અને સોતેલા ભાઈ સાથે કરી શકે છે લગ્ન! પરંતુ આ કેસમાં સૌથી સુરક્ષિત સમજે છે દીકરીઓ
islam rules hijab
What Is Mahram In Islam: મુસ્લિમ પરીવારોની છોકરીઓ માટે અમુક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. તેમાં જ એક છે ‘મહરમ’ જાણવા જેવુ છે આ શબ્દ અને ઇસ્લામના નિયમ વિશે.
વિશ્વના દરેક સમુદાયમાં લગ્ન (Marriage)ને ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવ્યો છે. લગ્ન દરેક માણસના જીવનમાં એક સૌથી ખાસ અને સુંદર પડાવ છે, જે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. દરેક વ્યક્તિ તેના માટે પોતાને ખાસ તૈયાર કરે છે. છોકરો હોય કે છોકરી બંનેના મનમાં લગ્નને લઇને અનેક સપનાઓ હહોય છે. તેવી જ રીતે મુસ્લિમ સમુદાય (Muslim Community)માં પણ લગ્ન (Muslim Marriage) ખૂબ જ પવિત્ર અને નેક સંબંધ છે. મુસ્લિમ પરીવારોની છોકરીઓ માટે અમુક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. તેમાં જ એક છે ‘મહરમ’. મહરમ શબ્દનો અર્થ (What is Mahram) છે કે પરીવાર કે સમાજના તે સદસ્યો જેની સાથે કોઇ પણ છોકરી લગ્ન કરવા વિશે વિચારી શકતી નથી. હકીકતમાં ઇસ્લામિક કાયદામાં નિકાહ અગે એક ખાસ દ્રષ્ટિ અપનાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક છોકરી પોતાના પિતરાઈ ભાઇ અને સોતેલા ભાઇ સાથે પણ લગ્ન કરી શકે છે. એવામાં આ સમાજથી દૂર રહેતા લોકોને સવાલ થશે કે, જ્યારે છોકરી તેના પિતરાઇ ભાઇ અને સોતેલા ભાઇ સાથે પણ લગ્ન કરી શકે છે, તો મહરમનો શું મતલબ? તો ચાલો જાણીએ.
શું છે ઇસ્લામની નિયમો?
ઈસ્લામ ધર્મમાં માતા-પિતાના બાળકો વચ્ચે લગ્નને હરામ માનવામાં આવે છે. એટલે કે છોકરો તેની સગી બહેન અથવા છોકરી તેના ભાઈ સાથે પરણી શકતા નથી. પરંતુ જ્યારે સાવકા ભાઈ-બહેનની વાત આવે છે, ત્યારે વાત થોડી જટિલ બને છે. Islamonline.net વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડો. મુઝામિલ એચ.સિદ્દીકી લખે છે- ઇસ્લામમાં પુત્રને તેની સાવકી માતાની પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવે છે, શરત એ છે કે સાવકી માતાની પુત્રી બીજા પુરુષની પુત્રી હોય (છોકરાના પિતા નહીં).
એટલે કે, અહીં સ્પષ્ટ છે કે પુત્ર અને તેની સાવકી માતાની પુત્રી વચ્ચે લોહીનો સંબંધ નથી. આ પરિસ્થિતિમાં ઉક્ત છોકરી માટે છોકરાને મહરમ કહેવામાં આવશે નહીં. ડો.સિદ્દીકી લખે છે કે અલ્લાહે કુરાન શરીફમાં આ અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.
શું છે મહરમ?
ઇસ્લામિક કાયદા અનુસાર, મહરમ પરિવારનો પુરુષ સભ્ય છે. ઈસ્લામમાં આવા સભ્ય સાથે લગ્નને હરામ માનવામાં આવે છે. ભાઈ પણ મહરમ છે. સ્ત્રીને તેના મહરમની સામે હિજાબ પહેરવાની જરૂર નથી. એટલું જ નહીં, પુખ્ત વયનો પુરુષ મહરમ સ્ત્રીને ક્યાંક લાવી અને લઈ જઈ શકે છે.
લોહીના સંબંધનો અર્થ એ છે કે જે પરિવારમાં પુત્રીનો જન્મ થાય છે તે પરિવારના ઘણા સભ્યો તેના માટે મહરમ છે. એટલે કે તે પુરુષ સભ્યો સાથે લગ્ન કરવાનું વિચારી પણ શકતી નથી. જેમાં પરિવારના તમામ સીધા પૂર્વજો, પરિવારના તમામ પૂર્વ વંશજો, ભાઈઓ, માતાપિતાના ભાઈઓ એટલે કે કાકા-મામા, દાદા, તેમના ભાઈ-બહેનના પુત્રોનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ મુસ્લિમ છોકરી પિતાના પિતા, કાકા, દાદા કે દાદાની પેઢીના તમામ સભ્યો ઉપરાંત ભાઈઓ, કાકાઓ અને ભત્રીજાઓ સાથે લગ્ન કરવાનું વિચારી શકે નહીં. તે ખૂબ મોટો ગુનો માનવામાં આવ્યો છે.
" isDesktop="true" id="1330142" >
સાસરિયામાં આ લોકો છે મહરમ
જ્યારે છોકરી લગ્ન કરીને સાસરે પહોંચે છે, ત્યારે ત્યાંના કેટલાક સભ્યો પણ તેના માટે મહરમ બની જાય છે. એટલે કે, તેઓ તેમના માટે ખૂબ જ આદરણીય છે અને પિતા-ભાઈ સમાન છે. જેમાં પતિના પરિવારના તમામ પૂર્વજો, તમામ વંશજો અને તે પરિવારના તમામ પુરુષ સભ્યોનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર