‘લા ઇલાહા ઇલ્લલ્લાહ’ કમ્યુનલ નથી, શાહીન બાગ ડર સામે પ્રતિક્રિયા : નજીબ જંગ

News18 Gujarati
Updated: January 22, 2020, 10:35 PM IST
‘લા ઇલાહા ઇલ્લલ્લાહ’ કમ્યુનલ નથી, શાહીન બાગ ડર સામે પ્રતિક્રિયા : નજીબ જંગ
શાહીન બાગના પ્રદર્શન સરકાર પ્રત્યે મુસલમાનોનો છેલ્લા 5 વર્ષનો ડર છે : નજીબ જંગ

દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની બહાર પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ (Former Delhi L-G Najeeb Jung)ફરી એક વખત એક્શનમાં છે. તેમણે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા (Jamia Millia Islamia)ની બહાર પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા હતા અને આ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે શાહીન બાગની મહિલાઓનું સમર્થન કરતા કહ્યું હતું કે જ્યાં સુધી કાનૂનને પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી સીએએ વિરોધી આંદોલન યથાવત્ રહેશે. સાથે તેમણે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે તેમને વિરોધીના રુપમાં જોવામાં ના આવે.

નજીબ જંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે પણ પોતાના વિચાર બદલી નાખ્યા છે. કેજરીવાલ સાથે તેમનો સંબંધ એટલો ખરાબ થયો હતો કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. દિલ્હીના પૂર્વ એલજી અને જામિયા વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિએ વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ, કેજરીવાલ પર મત અને મુસ્લિમ નેતૃત્વમાં શૂન્ય વિશે ન્યૂઝ 18 સાથે વાત કરી હતી.

સવાલ કર્યો હતો તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં હાલમાં જ એક હિંસક રાત જોઈ હતી. જ્યાં દિલ્હી પોલીસને એક ક્રુર અને આક્રમક બળના રુપમાં જોવામા આવી હતી. તે ઘટનાને તમે કેવી રીતે જોવો છો. જ્યારે પોલીસે છાત્રોને લાઇબ્રેરીમાં જવાથી રોક્યા હતા?

આ સવાલ પર નજીબ જંગે કહ્યું હતું કે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની ઘટના ઘણી દર્દનાક છે કારણ કે આ પ્રકારની ઘટના વિશ્વવિદ્યાલયમાં પહેલા ક્યારેય થઈ નથી. મને લાગે છે કે પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પોતાના લોકોને નીચે જવા દીધા અને ઓપરેશનની દેખરેખ કરી હતી. લાઇબ્રેરીમાં હુમલો દુર્ભાગ્યપૂર્ણ હતો. હું તે છાત્રોને મળ્યો હતો જે ઇજાગ્રસ્ત હતા. કેટલાક છાત્રોને આઘાત લાગ્યો છે. હું આ હુમલાના સ્તર પર ચકિત છું.

વિભિન્ન સમાચાર રિપોર્ટથી ખબર પડે છે કે સીએએ-એનઆરસીએ આખા ભારતમાં અલ્પસંખ્યકો વચ્ચે મોટા પ્રમાણમાં ડર ઉભો કર્યો છે. તમે આ ઘટનાક્રમને કેવી રીતે જોવો છે અને આશંકાઓ દૂર કરવા માટે કેન્દ્રએ શું કરવું જોઈએ?

આ સવાલ પર નજીબ જંગે કહ્યું હતું કે છેલ્લા છ વર્ષોમાં જુઓ તો મુસલમાનો અને ઇસાઇઓ વચ્ચે ડર વધી રહ્યો છે. મારું માનવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આ આશંકાઓને દૂર કરવા માટે પગલાં ભરવા જોઈએ. ધારણા છે કે સરકાર પુરી રીતે મુસ્લિમ સમુદાય પર કઠોર છે. ઉદાહરણ માટે કાશ્મીરને જુઓ, જે મુસ્લિમ બહુલ રાજ્ય હતું. હું અહીં આર્ટિકલ 370ના ખરાબ કે સારું હોવાની વાત કરી રહ્યો નથી. ટ્રિપલ તલાકને જુઓ અને હવે સીએએ-એનઆરસી. આનાથી ડર ઉભો થયો છે અને આ ડરની પ્રતિક્રિયા ભારતના રસ્તા પર જોવા મળી રહી છે. શાહીન બાગમાં તમે જે જોઈ રહ્યા છો તે આ બધાની પ્રતિક્રિયા છે. છેલ્લા પાંચ વર્ષોમાં જે ભય હતો તે સામે આવ્યો છે.CAA વિરોધ પ્રદર્શનમાં લા ઇલાહા ઇલ્લલ્લાહનું આહ્લવાન બહિષ્કાર કે આવશ્યક છે? તો તેમનો જવાબ હતો કે આ ફક્ત એક ભાવનાત્મક કોલ છે. મને નથી લાગતું કે આ એક સાંપ્રદાયિક છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading