Home /News /national-international /

Exit Poll Result: એક્ઝિટ પોલ એટલે શું? ચૂંટણીના પરિણામ અંગે પૂર્વાનુમાન કેવી રીતે લગાવવામાં આવે છે?

Exit Poll Result: એક્ઝિટ પોલ એટલે શું? ચૂંટણીના પરિણામ અંગે પૂર્વાનુમાન કેવી રીતે લગાવવામાં આવે છે?

મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ (Assembly Election exit poll result 2022) ના પરિણામ આવવાની શરૂઆત થઈ જશે (પ્રતિકાત્મક તસવીર)

Exit Poll Result 2022 - એક્ઝિટ પોલના પરિણામ સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ હોઈ શકે છે. આ કારણોસર એક્ઝિટ પોલનો શું નિયમ છે અને કંપનીઓ શું કરે છે તે અંગે લોકોને જાણકારી હોવી જરૂરી છે

નવી દિલ્હી : દેશમાં પાંચ રાજ્યોમાં આજે ચૂંટણી (assembly election-2022) પૂર્ણ થઈ જશે. ઉત્તરપ્રદેશ (UP) માં આજે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ (Assembly Election exit poll result 2022) ના પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. આખો દેશ આ પરિણામની રાહ જોઈ રહ્યો છે. કંપનીઓ ખાનગી રીતે એક્ઝિટ પોલના પરિણામ (Exit Poll Result)મેળવે છે, જે તે જ દિવસે ટીવી પર દર્શાવવામાં આવે છે. મતદાતા જ્યારે મત આપીને બહાર આવે છે, ત્યારે કંપનીઓના એજન્ટ મતદાતાઓને સવાલ પૂછે છે કે, તેમણે કોને મત આપ્યો છે. જેના આધાર પર વિધાનસભા ક્ષેત્રના સેમ્પલમાંથી જે ઉમેદવારને લોકો વધુ સમર્થન આપે છે. તે ઉમેદવારને એક્ઝિટ પોલના આંકડામાં વિજેતા ઉમેદવાર તરીકે દર્શાવવામાં આવે છે.

આ પ્રકારે રાજ્યની વિધાનસભાનો આંકડો મેળવવામાં આવે છે. રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળશે તેનો એક્ઝિટ પોલના આંકડા પરથી અંદાજો લગાવવામાં આવે છે. એક્ઝિટ પોલના પરિણામ સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ હોઈ શકે છે. આ કારણોસર એક્ઝિટ પોલનો શું નિયમ છે અને કંપનીઓ શું કરે છે તે અંગે લોકોને જાણકારી હોવી જરૂરી છે.

(એક્ઝિટ પોલ વિશે વધારે માહિતી માટે શેરચેટની આ લિંક પર ક્લિક કરો)

વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે એક્ઝિટ પોલ થાય છે

કેટલાક લોકો માને છે કે, એક્ઝિટ પોલ માટે ખૂબ જ ઓછા સેમ્પલ લેવામાં આવે છે. આ કારણોસર ચૂંટણીમાં કયો ઉમેદવાર વિજેતા થશે તેનો અંદાજો લગાવી શકાય નહીં. એક્ઝિટ પોલના આંકડા વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર મેળવવામાં આવે છે. તમામ વિધાનસભા સીટ પરથી નક્કી કરેલ સેમ્પલ લેવામાં આવે છે. એક વિધાનસભા ક્ષેત્રમાંથી કેટલા સેમ્પલ લેવાના છે તે અંગે પહેલેથી નક્કી જ હોય છે. સેમ્પલ લેતા સમયે કઈ વ્યક્તિએ કોને મત આપ્યો છે તે પૂછવામાં આવે છે. એક વિધાનસભા ક્ષેત્રમાંથી 200થી 300 સેમ્પલ લેવામાં આવે તો તેને યોગ્ય એક્ઝિટ પોલ માનવામાં આવે છે.

આ પણ વાંચો - CM Yogi Interview: સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં જાતિવાદને ખતમ કરવો છે, હવે ગરીબ નક્કી કરશે રાજનીતિનો એજન્ડા

એક્ઝિટ પોલનું અંતિમ પરિણામ મેળવવા માટે એજન્સીના નિષ્ણાંતો ખૂબ જ નાની નાની બાબતો પર વધુ ધ્યાન આપે છે. આ કારણોસર કઈ સીટ પરથી કોણ વિજેતા થશે તે અંગે જાણી શકાય છે. એક્ઝિટ પોલના પરિણામમાં માર્જિનની સમસ્યા રહે છે. ભારતમાં ચૂંટણી સમયે એક્ઝિટ પોલ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કારણોસર ચૂંટણીના અંતિમ દિવસે એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે.

એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ

હા, એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ અલગ અલગ છે. ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા કરવામાં આવે છે. જેમાં લોકોની સલાહ લેવામાં આવે છે કે, તેમને કોની સરકાર વધુ ગમે છે. આ અંગે સલાહ આપનાર મતદાતાઓ તે જ પાર્ટીને મત આપી પણ શકે અને ન પણ આપી શકે. મતદાતા જે સલાહ આપે છે તે યોગ્ય ન પણ હોઈ શકે. એક્ઝિટ પોલમાં મતદાતા જ્યારે મત આપીને બહાર નીકળે છે, તે સમયે તેમણે કોને મત આપ્યો તે જ પૂછવામાં આવે છે. જેમાં ભૂલ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.

એક્ઝિટ પોલની શરૂઆત ક્યારે થઈ હતી

ભારતમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (Centre for the Study of Developing Societies -CSDS) એ વર્ષ 1960 પહેલા એક્ઝિટ પોલની શરૂઆત કરી હતી. રજની કોઠારીને દેશના સૌથી પહેલા સેફોલોજિસ્ટ માનવામાં આવે છે. પશ્ચિમી મીડિયા અનુસાર વર્ષ 1940 માં જ અમેરિકાના ડેન્વરમાં એક્ઝિટ પોલની શરૂઆત થઈ હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Assembly elections 2022, Elections 2022, Exit Poll Results 2022, UP Elections 2022, એક્ઝિટ પોલ

આગામી સમાચાર