વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી લેબ, મૃત લોકોને ફરી જીવંત કરવા પર થઇ રહ્યું છે કામ
વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી લેબ, મૃત લોકોને ફરી જીવંત કરવા પર થઇ રહ્યું છે કામ
એવા ઘણા હાઇ-પ્રોફાઇલ ગ્રાહકો છે, જેઓ ક્રાયોનિક્સને અપનાવે છે અને મૃત્યુ પછીના જીવન માટે જોખમ લેવા તૈયાર છે.
આ ટેક્નોલોજી પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વિજ્ઞાનની દુનિયામાં ખૂબ જ અણધારી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. એક સમયે ચંદ્ર પર જવું કલ્પના લાગતું જે આજે શક્ય છે.
મૃત્યુ બાદ માણસને ફરી જીવંત કરવા માટે (Bringing Dead People Alive) વૈજ્ઞાનિક તમામ પ્રયાસોમાં લાગ્યા છે. તમને આ વાંચીને પણ આશ્ચર્ય થશે કે આ એક તો એક મૂર્ખતા છે કે પછી અંધ વિશ્વાસ છે. પરંતુ આપને જણાવી દઇએ કે, ભવિષ્યમાં મેડિકલ ટેક્નોલોજી (Medical Science)ના વિકાસની આશા રાખી વૈજ્ઞાનિકો આ પ્રયાસોમાં લાગ્યા છે. તેના માટે ક્રાયોનિક્સ (Cryonics) નામની તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકા (USA)માં લોકો પોતાના મૃત શરીરને એક ખાસ પ્રયોગશાળામાં સુરક્ષિત રાખી રહ્યા છે.
અમેરિકામાં સ્કોટ્સડેલમાં એક પ્રયોગશાળામાં માનવશરીર અને તેના અંગોને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે. તેના માટે અનેક ગ્રાહકો પણ છે. જે હાલ એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે.
ગેરન્ટી નથી છતાં પણ જોખમ લેવા તૈયાર
આ વ્યવસાયના લોકો માને છે કે ભવિષ્યમાં લોકો ખરેખર આ રીતે સજીવન થશે તેની કોઈ ગેરેંટી નથી. આ રીતે શરીરને સાચવવાની પ્રક્રિયાને તબીબી જગતમાં શંકાની નજરે જોવામાં આવી રહી છે અને તેની ટીકા પણ થઈ રહી છે. પરંતુ એવા ઘણા હાઇ-પ્રોફાઇલ ગ્રાહકો છે, જેઓ ક્રાયોનિક્સને અપનાવે છે અને મૃત્યુ પછીના જીવન માટે જોખમ લેવા તૈયાર છે.
કઇ રીતે સાચવે છે શરીર?
વ્યક્તિના મૃત્યુ બાદ વૈજ્ઞાનિકો શરીરના દરેક કોષને સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગી જાય છે. તેના માટે તે શરીરને કે પછી જે અંગને સંરક્ષિત કરવાનું છે, તેને -196 ડિગ્રી સેન્ટીગ્રેડમાં જમાવી રાખી દે છે.
વૈજ્ઞાનિકોનો ઉદ્દેશ્ય શક્ય હોય ત્યાં સુધી શરીરમાં વિભાજનની પ્રક્રિયાને રોકવાનો છે. આ માટે પહેલા શરીરની અંદર એક ખાસ પ્રવાહી પ્રસારિત કરે છે, જે ઠંડું થયા બાદ ફેલાય છે અને શરીરની અંદર વિભાજનની પ્રક્રિયાઓને રોકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને ક્રાયોપ્રિઝર્વેશન કહે છે.
અનંત જીવનનો એક અવસર
ક્રાયોનિક પ્રક્રિયા હમણા જ નહીં લાંબા સમયથી ચાલી રહી છે. પ્રથમ શરીર કે જે ક્રાયોનિક પદ્ધતિમાંથી પસાર થયું હતું તે 1967માં સંરક્ષિત કરવામાં આવ્યું હતું. એલ્કોર કંપનીના સીઇઓ મેક્સ મોરનું કહેવું છે કે, અમે જે કરી રહ્યા છીએ તે પરત આવવાનો એક માત્ર અવસર છે અને અનંત જીવનનો અવસર છે. તે સો વર્ષનું પણ હોઇ શકે છે અથવા હજાર વર્ષનું પણ હોઇ શકે છે.
આ ટેક્નોલોજી પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વિજ્ઞાનની દુનિયામાં ખૂબ જ અણધારી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. એક સમયે ચંદ્ર પર જવું કલ્પના લાગતું જે આજે શક્ય છે. 1950ના દાયકા સુધી લોકોને મૃત જાહેર કરવામાં આવતા હતા. ત્યારે આપણને ખબર ન હતી કે તેમની સાથે શું કરવું. હવે સીપીઆર દ્વારા તેને જીવંત કરવાના પ્રયાસો કરાય છે.
આ પ્રક્રિયા માટે આખા શરીરને સાચવવામાં આવતું નથી. શરીરના અંગો ખાસ કરીને મગજનું રક્ષણ કરવામાં આવે છે. આ સિવાય ભ્રૂણ અથવા મૃત બાળકો પણ સાચવવામાં આવે છે. માનવ સ્પર્મ અથવા ઇંડા પણ સાચવેલ છે. આખા શરીરને સાચવવાનો ખર્ચ 2 લાખ યુએસ ડોલર છે, જ્યારે માત્ર મગજને સાચવવા માટે 80 હજાર ડોલરનો ખર્ચ થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર