શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ, કોને ફાયદો થશે? પીએમ મોદી આજે કરશે લૉંચ

પીએમ મોદી આજે ઈ-રૂપી લૉંચ કરશે.

ખાસ વાત એ છે કે ઈ-રૂપી (e-RUPI) પણ યૂપીઆઈ પ્લેટફોર્મ (UPI platform) પર બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને રિડીમ કરવા માટે મોબાઇલ એપ (Mobile app)ની જરૂર નહીં પડે.

  • Share this:
    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ ડિજિટલ પેમેન્ટ સૉલ્યુશન ઈ-રૂપી (e-RUPI) લૉંચ કરશે. વડાપ્રધાન વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સાંજે 4.30 વાગ્યે ઈ-રૂપીનું લૉન્ચિંગ કરશે. ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે, જેને નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ (NPCI)એ વિકસિત કર્યું છે. ઈ-રૂપીના માધ્યમથી કેસલેશ અને કૉન્ટેક્ટલેસ પેમેન્ટ (Cashless payment) કરી શકાશે.

    ઈ-રૂપી એક ક્યૂઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઈ-વાઉચર છે. જેને બેનિફિશિયરીના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે. આ વન ટાઇમ પેમેન્ટ મિકેનિઝમના યૂઝર્સ, સર્વિસ પ્રોવાઇડર પર કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરી શકશે. એટલે કે ઈ-રૂપીને રિડીમ કરવા માટે એપ કે ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર નહીં પડે.

    આ પણ વાંચો: 'થપ્પડ સે ડર નહીં લગતા': ઠાકરેનો સણસણતો જવાબ, 'એટલી જોરથી થપ્પડ મારીશું કે પોતાના પગ પર ઊભા નહીં થઈ શકો' 

    ઈ-રૂપીને એનપીસીઆઈએ પોતાના યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યૂપીઆઈ (Unified Payments Interface) પ્લેટફોર્મ પર નાણાકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યામ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (National Health Authority)ની મદદથી વિકસિત કર્યું છે.

    આ પણ વાંચો: Credit Line: પર્સનલ લોન કે ઓવરડ્રાફ્ટથી કઈ રીતે અલગ છે ક્રેડિટ લાઇન? જાણો વિગત

    ઈ-રૂપી ડિજિટલ વાઉચરનો ઉપયોગ

    વેલફેર સર્વિસની લીક-પ્રૂફ ડિલીવરી સુનિશ્ચિત કરવાની દિશામાં ઈ-રૂપીને એક ક્રાંતિકારી પહેલ ગણવામાં આવે છે. જેનો ઉપયોગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, અલગ અલગ વેલફેર સ્કીમ્સ અંતર્ગત સેવા આપવા માટે કરવામાં આવી શકે છે. ખાનગી ક્ષેત્રો પણ કર્મચારી કલ્યામ અને સીએસઆર કાર્યક્રમોમાં આ ડિજિટલ વાઉચરનો લાભ લઈ શકે છે.

    આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO





    શું છે યૂપીઆઈ?

    યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યૂપીઆઈ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપના માધ્યમથી બેંક એકાઉન્ટમાંથી તાત્કાલિક નાણા ટ્રાન્સફર કરે છે. ખાસ વાત એ છે કે ઈ-રૂપી પણ યૂપીઆઈ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને રિડીમ કરવા માટે મોબાઇલ એપની જરૂર નહીં પડે.
    Published by:Vinod Zankhaliya
    First published: