Home /News /national-international /દિલ્હીના પ્રદૂષણ સામે અરવિંદ કેજરીવાલની લડાઈથી ભારત શું બોધપાઠ લઈ શકે છે?

દિલ્હીના પ્રદૂષણ સામે અરવિંદ કેજરીવાલની લડાઈથી ભારત શું બોધપાઠ લઈ શકે છે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેમ્પેન મોડમાં કામગીરી હાથ ધરી છે અને તેમનું લક્ષ્ય છે કે રાજધાનીનું પ્રદૂષણનું સ્તર નિયત માપદંડથી નીચે ન જાય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેમ્પેન મોડમાં કામગીરી હાથ ધરી છે અને તેમનું લક્ષ્ય છે કે રાજધાનીનું પ્રદૂષણનું સ્તર નિયત માપદંડથી નીચે ન જાય

  નવી દિલ્હીઃ દર વર્ષે શિયાળીના પ્રારંભ પહેલા જ દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણ (Delhi Pollution)ની કાળી ચાદર નીચે ઢંકાઈ જાય છે અને દિલ્હીવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આ વર્ષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ કેમ્પેન મોડમાં કામગીરી હાથ ધરી છે અને તેમનું લક્ષ્ય છે કે પ્રદૂષણનું સ્તર નિયત માપદંડથી નીચે ન જાય.

  ગત થોડાક દિવસોમાં દિલ્હી સરકારે પ્રદૂષણને નાથવા માટે અનેક નવા પ્રયાસો હાથ ધર્યા છે. કેજરીવાલ સરકારે પ્રદૂષણ સામે કેમ્પેન શરૂ કર્યું છે જેનું નામ ‘યુદ્ધ પ્રદૂષક કે વિરુદ્ધ’ રાખવામાં આવ્યું છે. આ અભિયાનમાં એન્ટી ડસ્ટ કેમ્પેન, લણણી પછી ખેતરમાં રહેલા અનાજના ખૂપરા કે ઠૂંઠાં (stubble)ને સળગાવવા માટે બાયો-ડિમ્પોસર ટેકનિક, વૃક્ષારોપણની પોલિસી અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીનો સમાવેશ થાય છે.

  દર વર્ષે દિલ્હીને અતિ ગંભીર કહી શકાય તેવી એર ક્વોલિટી સંકટનો સામનો કરવો પડતો હતો, જેમાં મોટું પરિબળ હરિયાણા અને દિલ્હીની આસપાસના ખેડૂતો દ્વારા સ્ટબલને સળગાવવું હતું. જેના કારણે દિલ્હીનું હવા પ્રદૂષણ હાનિકારક સ્થિતિમાં પહોંચી જતું હતું.

  દિલ્હીની કેજરીવાલ સરકારે આ વર્ષે આ તમામ સમસ્યાઓ ન ઊભી થાય તે માટે કેટલાક અગત્યના પગલા ભર્યા અને રાજધાનીને વાયુ પ્રદૂષણથી મુક્તિ અપાવવાનું અભિયાન શરૂ કર્યું.

  બાયો ડિકમ્પોસર સોલ્યૂશન

  બાયો ડિકમ્પોસર સોલ્યૂશનનો વિકાસ કરી અને દિલ્હીની PUSA ઇન્સ્ટિટ્યૂટમાં લણણી પછી ખેતરમાં રહેલા અનાજના ખૂપરા કે ઠૂંઠાંને સળગાવાના વિકલ્પ પર પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેનું સોલ્યુશન એ આવ્યું કે સ્ટબલના સળગાવાના કારણે ફેલાતા પ્રદૂષણ પર ઘણેઅંશે કાબૂ મેળવી શકાય. હવે દિલ્હી સરકર દિલ્હીના ખેડૂતોને આ સોલ્યૂશન મફતમાં પૂરું પાડવાનું આયોજન કરી રહી છે. નજીકના રાજ્યોના ખેડૂતોને પણ તેઓ આ સોલ્યૂશનનો ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યા છે.

  સ્મોગ ટાવર્સ અને એન્ટી સ્મોગ ગન્સ

  દિલ્હી સરકાર જ્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે ત્યાં સ્મોગ ટાવર્સ ઊભા કરવાનું કામ કરી રહી છે. દિલ્હી કેબિનેટે તેના માટે 20 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પણ કર્યો છે. ચીન પછી આ પ્રકારનો ટાવર ઊભી કરવાનો આ બીજો પ્રયાસ હશે. આ ઉપરાંત કેજરીવાલ સરકાર ધૂળ પર કાબૂ મેળવવા માટે એન્ટી સ્મોગ ગન પણ પૂરી પાડી રહી છે. ગન સ્પ્રેના કારણે ધૂળ જમીન પર જ રહે છે અને તે હવામાં ભળી શકતી નથી.

  આ પણ વાંચો, Indian Navyની વધી તાકાત, બેડામાં સામેલ થયું Made In India જંગી જહાજ INS કવરત્તી

  થર્મલ પ્લાન્ટને બંધ કર્યા

  થર્મલ એનર્જીના કારણે પણ વાયુ પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધારે રહે છે. તેને ધ્યાને લઈ દિલ્હી સરકારે આ પ્રકારના થર્મલ પ્લાન્ટ્સને બંધ કરી દીધા છે. રાજ્ય સરકારે પડોશી રાજ્યોમાં કાર્યરત આવા 11 થર્મલ પ્લાન્ટ્સને પણ બંધ કરવા વિનંતી કરી છે.

  વૃક્ષારોપણનું અભિયાન

  કેજરીવાલ સરકારે શહેરમાં ગ્રીન કવર વધારવા માટે કન્ટ્રસ્ટ્રશન એક્ટીવીટીમાં નાશ પામતા વૃક્ષોના 80 ટકાનું ફરી વૃક્ષારોપણ કરવાનું ફરજીયાત બનાવ્યું છે.

  આ પણ વાંચો, આસામમાં હાથીના બચ્ચાને 1km સુધી ટ્રેક પર ઘસડનારું માલગાડીનું એન્જિન ‘જપ્ત’, રેલવેએ જણાવ્યું આ કારણ

  ભારે દંડની જોગવાઈ

  આ ઉપરાંત પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારે દંડની જોગવાઈ પણ દિલ્હી સરકારે રાખી છે. ડસ્ટ કન્ટ્રોલના નિયમનું ઉલ્લંઘન કરનારને 20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. તો બીજી તરફ કચરો બાળવાના ગુનામાં એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन