Home /News /national-international /રોજ સવારે વહેલા અને નિશ્ચિત સમયે ઉઠી જનારનું જીવન બદલાઈ જાય છે, સ્લીપ પેટર્ન અંગે આટલું જાણી લો

રોજ સવારે વહેલા અને નિશ્ચિત સમયે ઉઠી જનારનું જીવન બદલાઈ જાય છે, સ્લીપ પેટર્ન અંગે આટલું જાણી લો

પ્રતિકાત્મક તસવીર (pixabay)

તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. તજજ્ઞો પણ આ બાબત ઉપર ભાર આપે છે. પૂરતી ઊંઘની વ્યાખ્યા વ્યક્તિની ઉંમર મુજબ બદલાય છે

  તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. તજજ્ઞો પણ આ બાબત ઉપર ભાર આપે છે. પૂરતી ઊંઘની વ્યાખ્યા વ્યક્તિની ઉંમર મુજબ બદલાય છે. અલબત, સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ પુખ્ત વ્યક્તિ માટે પૂરતી માનવામાં આવે છે. પણ માત્ર પૂરતી ઊંઘ લેવી જ પૂરતું નથી. યોગ્ય સમયે જાગી જવું પણ તંદુરસ્તી માટે જરૂરી છે. જો આપણે દરરોજ એક સરખા સમયે ઉઠવા લાગીએ તો આપણી આ આદત ઉત્પાદકતાને અનેક ગણી વધારી દે છે.

  દરરોજ નિશ્ચિત સમયે ઉઠવાથી શરીરમાં થતી પ્રક્રિયાને સમજવા માટે આપણે કિકાર્ડિયન રિધમને સમજાવી જરૂરી છે. જેને શરીરની જૈવીક ઘડિયાળ ગણવામાં આવે છે. આ ઘડિયાળ 24 કલાક ચાલુ હોય છે. 2017માં કિકાર્ડિયન બાયોલોજી માટે એક સાથે બે વિજ્ઞાનિકોને સંયુક્ત નોબલ પુરસ્કાર મળી ચુક્યો છે. આ રિસર્ચમાં નિશ્ચિત સમયે સુવા અને જાગવાથી કઈ રીતે આપણી તંદુરસ્તી વધે છે તે દર્શાવવામાં આવ્યું છે. કેનેડાની મીડિયા કંપની CBC. ca પર તેનો ઉલ્લેખ છે.

  આ રિસર્ચના રીઝલ્ટ પર નજર નાખીએ તો જાણવા મળે કે, નિશ્ચિત સમયે અને તે પણ સવારે વહેલા ઉઠવું કેટલું ફાયદાકારક રહે તેનો ખ્યાલ આવે. વિશ્વના ઘણા CEO, વૈજ્ઞાનિક, લેખક અને ઘણા સફળ લોકોમાં સવારે 5 વાગે ઉઠવાની આદત સરખી જોવા મળે છે. લેખક રોબિન શર્માની બેસ્ટ સેલર બુક 5 AM ક્લબમાં તેનો ઉલ્લેખ છે.

  જાગ્યા બાદના થોડા કલાકો જીવન બદલી નાખે તેવા કેવી રીતે સાબિત થઈ શકે તે આ બુકમાં સમજાવ્યું છે. સાયન્સ મેગેઝિન સાયન્સ ડાયરેક્ટમાં આ વિશે અભ્યાસ પણ પ્રકાશિત થયો છે. જે સવારે વહેલા ઉઠનારા લોકોને વધુ સફળ થવા અને અન્ય લોકો માટે વધુ મદદરૂપ હોવાનું કહે છે.

  આ પણ વાંચો - આવો હેલ્ધી હોવો જોઈએ સવારનો નાસ્તો, આ ખાસ વસ્તુઓનું સેવન કરીને રહો તંદુરસ્ત

  ઘણા લોકો ખૂબ જ ઝડપથી તણાવ લઈ લે છે અને હંમેશા અકળામણમાં રહે છે. આવા લોકો માટે સવારે વહેલું અને સમયસર ઉઠવું મેજીક ટ્રીક સમાન છે. આ બાબતને જર્મન સ્ટડી પણ ટેકો આપે છે. પ્લોસ વન વેબસાઈટ પર આ અધ્યયન નિષ્ણાતોની સમીક્ષા માટે પ્રકાશિત થઈ હતી. જેને બધાનો સપોર્ટ પણ મળ્યો હતો. સવારે વહેલાં જાગી જનાર લોકો સરળતાથી તણાવમાં આવતા નથી અને વર્ક પ્લેસ પર વધુ સારું પ્રદર્શન કરે છે.

  પ્રતિકાત્મક તસવીર (pixabay)


  સુવા અને જાગવાના સમયના પાબંદ લોકો પર ઘણા સર્વે થયા છે. મેટ્રેસ બનાવનારી કંપની mattressinquirerએ 1,033 લોકો પર એક સર્વે કર્યો હતો. જેમાં સુવાના અને જાગવાના સમય અંગે વાત થઈ હતી. સર્વેમાં જાગવાના ચોક્કસ સમયને અનુસરનારા લોકો તેમના અંગત જીવનમાં 13% વધુ સંતુષ્ટ દેખાયા હતા. તેમની આર્થિક સ્થિતિમાં પણ 18% ની સારી કામગીરી જોવા મળી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે, આવા લોકોએ કામના સ્થળે બીજાની સરખામણીમાં 21 ટકા વધુ સારું પ્રદર્શન કર્યું અને વર્ક-લાઇફનું સંતુલન જાળવી શક્યા.

  સવારે વહેલા અને સમયસર ઉઠી જનારા લોકોના શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે. આવા લોકોની કિકાર્ડિયન રિધમ એટ્લે કે સ્લીપ પેટર્નથી તેમનો ખાવા પીવા સહિતના કર્યો માટેનો સમય પણ ફિક્સ થઈ જાય છે. દરેક વસ્તુનો નિશ્ચિત સમય હોવાથી શરીરની પાચન સિસ્ટમ વધુ સારી રીતે કામ કરે છે. જેની અસર તમામ અંગો પર સકારાત્મક થાય છે.

  ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના વર્ષ દરમિયાન સૌથી વધુ બોલાતો શબ્દ રોગ પ્રતિકારક શક્તિ-ઇમ્યુનિટી છે. બીમારીઓ સામે લડવાની આ ક્ષમતા ગોળી કે સંતુલિત આહારથી વધતી નથી. તેને વધારવામાં સ્લીપ પેટર્નનો મહત્વનો રોલ છે. દરરોજ નિશ્ચિત સમયે સુવા અને ઉઠવાવાળા લોકોનું પાચન તંત્ર અને મગજ વધુ સારી રીતે કામ કરે છે. પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધુ મજબુત હોય છે.

  નિશ્ચિત સમયે જાગવુંએ સ્લીપ સાયકલને પણ સ્ટ્રીકટ બનાવે છે. 8 કલાકની ઊંઘ જરૂરી છે. જો આપણે સવારે 5 વાગે વાગ્યે જાગવાનું શરૂ કરીએ તો મોડી રાત્રે જાગવાની ટેવ આપમેળે ઓછી થઈ જાય. પરિણામે ઓછી ઉંઘનું જોખમ પણ રહેતું નથી.

  વિશ્વના ઘણા સફળ વ્યક્તિઓ સુવાની પેટર્નનું દ્રઢતાથી પાલન કરે છે. ટ્વિટરના ફાઉન્ડર જેક ડોરસી સવારે 5 વાગે ઉઠી મેડિટેશન કરે છે. ત્યારબાદ જ કામ શરૂ કરે છે. અરબપતી વોરેન બફેટ પણ પોણા સાત વાગે ઉઠે છે. આ પેટર્ન રવિવારે પણ બરકરાર રહે છે.
  First published:

  Tags: Body, Brain, Motivation, Sleep, અભ્યાસ