ભારત રત્ન આપવાની જાહેરાત સાંભળી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પહેલી પ્રતિક્રિયા હતી, ખબર નહીં હું તેને લાયક છું કે નહીં. પરંતુ જ્યારે ચારેફ તરફથી તેમને શુભેચ્છાઓના સંદેશ આવવા લાગ્યા તો તેમને મનમાં ઉદભવતો આ સંદેહ વિસરાતો ગયો.
પરંતુ, કોંગ્રેસ માટે આ મોટો ખાટો-મીઠો અનુભવ છે. ઘણો લોકોને લાગે છે કે પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનાવવા માટે સૌથી સારા વ્યક્તિ હતા પરંતુ સોનિયા ગાંધીએ પ્રણવ મુખર્જીને બદલે મનમોહન સિંહને પસંદ કર્યા, કારણ કે તેમને એવી વ્યક્તિ જોઈતી હતી જે તેમની વાત સાંભળે. તેથી મનમોહન સિંહ પીએમ પદ માટે સારા વ્યક્તિ લાગ્યા. માનવામાં આવે છે કે આ મામલામાં સોનિયા ગાંધી ક્યારેય પ્રણવ મુખર્જી પર પૂરેપૂરો ભરોસો ન મૂકી શક્યા.
આ ઘણી વિચિત્ર સ્થિતિ હતી કે કેબિનેટની મીટિંગમાં પ્રણવ મુખર્જીને મનમોહન સિંહની વાત સાંભળવી પડતી હતી. જોકે, સૂત્રોનું કહેવું છે કે પ્રણવ મુખર્જી એકમાત્ર વ્યક્તિ હતા જેમની વાત કેબિનેટમાં મનમોહન સિંહ સાંભળતા હતા. જોકે મુખર્જીએ પોતાને પીએમ ન બનાવવાની વાતને ક્યારે મહત્વ નહોતું આપ્યું.
તો સવાલ છે કે ભાજપ પ્રણવ મુખર્જીને આ પુરસ્કાર આપીને શું સાબિત કરવા માંગે છે? પહેલુ્ર- આજે નહીં તો કાલે ભાજપ એ વાત ચોક્કસ કહેશે કે કોંગ્રેસ યોગ્યતાને મહત્વ નથી આપતી જ્યારે ભાજપ યોગ્યતાને સન્માન કરે છે. બીજું- ભાજપ, કોંગ્રેસ પર આરોપ લગાવશે કે તેણે ક્યારેય પ્રણવ મુખર્જીનું સન્માન નથી કર્યું પરંતુ ભાજપે કર્યું. આ બધા એવા જ તર્ક છે જે ભાજપ સરકાદ પટેલને લઈને આપતી આવી છે.
ભાજપને લાગે છે કે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપી આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી બંગાળમાં સારું પ્રદર્શન કરી શકશે. ભાજપને આશા છે કે તેનાથી બંગાળના ભણેલા-ગણેલા લોકોમાં તેની પકડ મજબૂત થશે. જોકે, પીએમ મોદી તે સમયે પણ પ્રણવ મુખર્જીના વખાણ કરતા રહ્યા જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રીતે કામ કરી રહ્યા હતા.