Home /News /national-international /

તમારી પર ખોટો કેસ દાખલ કરાય તો શું કરશો? આ છે ઉપાય

તમારી પર ખોટો કેસ દાખલ કરાય તો શું કરશો? આ છે ઉપાય

વિરોધીઓની દરેક ચાલનો જવાબ કાયદાકીય રીતે આપવું પડશે

તમારી વિરુદ્ધ દાખલ કેસ ખોટો હોવાની વાત તમે અને તમારો પરિવાર જાણે છે. પોલીસની કાર્યવાહી તો રિપોર્ટ, સાક્ષી, પુરાવાના આધારે થાય છે

    દિલ્હી: જીવનમાં ઘણી વખત અણધારી આફત તૂટી પડે છે. સૌથી કફોડી સ્થિતિ ત્યારે અનુભવાય છે જ્યારે કોઇ ખોટી રીતે તમને ફસાવે છે. ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે, તેમના જ નિકટના સંબંધી, મિત્રો કે પડોશી ખોટા કેસ (false case)માં ફસાવી દે છે. આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદ (police case) થઇ હોય તો તમારે તેનો સામનો તો કરવો જ પડશે. સવાલ એ છે કે તમે આ મુશ્કેલ ઘડીમાં કેટલી હિંમત રાખી કામ લો છો. આવા સમયે હાર માનવી જોઇએ નહીં. અણધારી ઘટના સમયે સમગ્ર પરિવાર સંકટમાં આવી જાય છે. જોકે, આવું કંઇ પણ બને તો ગભરાવવા (no need to panic)ની બિલકુલ જરૂર નથી અને વિરોધીઓની દરેક ચાલનો જવાબ કાયદાકીય રીતે (answered legally) આપવું પડશે.

    તમારી વિરુદ્ધ દાખલ કેસ ખોટો હોવાની વાત તમે અને તમારો પરિવાર જાણે છે. પોલીસની કાર્યવાહી તો રિપોર્ટ, સાક્ષી, પુરાવાના આધારે થાય છે. જો તમારી વિરુદ્ધ ફરિયાદ, સાક્ષી, પુરાવા પણ એકઠા કરી લેવામાં આવ્યો હોય તો પણ ગભરાવવાની જરૂર નથી. જો તમારી વિરુદ્ધ કોઇએ આરોપ મૂક્યો છે તો તેને સાબિત કરવાનો ભાર પર તેની પર જ હશે. આથી ડરવાની જરૂર નથી. આવા સમયે ધીરજથી કામ લેવાનું હોય છે.

    પોલીસ ફરિયાદ સાક્ષી અને પુરાવાના આધારે તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરે છે. તમે વકીલના માધ્યમથી આનો જવાબ કોર્ટમાં આપી શકો છો. એક સારો વકીલ રોકવો જોઇએ અને પોતાનો પક્ષ મજબૂતાઇથી રાખો. જેથી તમારી પર મૂકવામાં આવેલા તમામ આરોપ, સાક્ષી કોર્ટમાં ખુલ્લા પડી જાય. ખોટા પુરાવા કે સાક્ષીમાં શું મનઘડત છે અને શું નિરાધાર છે, તેની તમામ માહિતી વકીલને આપો. આ લડાઇ લાંબી ચાલી શકે છે, પરંતુ તમને રાહત કોર્ટની પહેલી સુનવણીથી જ મળવાની શરૂ થઇ શકે છે.

    તમારી વિરુદ્ધ કરવામાં આવેલો કેસ ખોટો છે અને તમને ફસાવવા માટે ખોટી જાળ પાથરવામાં આવી છે તેમ સાબિત કરવામાં સફળ થયા તો તમે કોર્ટમાં તે પક્ષકાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી પણ કરી શકો છો.

    મહત્વની વાત એ છે કે, માત્ર ખોટો કેસ દાખલ થવાથી તમારા માટે બધા વિકલ્પ બંધ થઇ જતાં નથી. જો તમારા જીવનમાં એવી કોઇપણ ઘટના બની હોય તો વકીલના માધ્યમથી કાયદાકીય લડાઇ લડી તમારો પક્ષ રાખી શકો છો. આખરે સત્યની જ જીત થાય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime Alert, National news, Police complain

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन