Home /News /national-international /Gyanvapi Masjid Case: જાણો શેના આધારે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ’ માન્ય ન ગણ્યો
Gyanvapi Masjid Case: જાણો શેના આધારે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ‘પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ’ માન્ય ન ગણ્યો
જ્ઞાનવાપી મસ્જિદમા મામલે કોર્ટે પ્વલેસિસ ર્શિપ ઓફ એક્ટ માન્ય ન ગણ્યો
Gyanvapi Case: કોર્ટે લેખિતમાં આદેશ આપ્યો છે કે, પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને લઈને મુસ્લિમ પક્ષે જે દલીલ કરી છે તે વાજબી નથી. અરજીકર્તાઓ માત્ર જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા-અર્ચના કરવાની મંજૂરી માગે છે.
વારાણસીઃ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી અદાલતે હિન્દુ પક્ષની અરજીને સ્વીકારી છે. ત્યારે આ મામલે ચુકાદો સંભળાવતા જિલ્લા જજ એ.કે. વિશ્વેશની એક બેન્ચની પીઠે હિન્દુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય ગણ્યો છે. આ ઉપરાંત અદાલતે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. આ મામલે 22મી સપ્ટેમ્બરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલે મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટ અંતર્ગત દલીલ કરી પરિસરમાં પૂજા-દર્શન કરવાની મંજૂરી મામલે આપત્તિ દર્શાવી છે. ત્યાં જ હિન્દુ-પક્ષે કહ્યુ હતુ કે, શ્રૃંગાર ગૌરીમાં દર્શન-પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
વર્ષમાં માત્ર એક જ દિવસ પૂજા-અર્ચના થાય છે
કોર્ટે લેખિત આદેશમાં કહ્યુ હતુ કે, પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત મુસ્લિમ પક્ષની અરજી યોગ્ય નથી. અરજીકર્તા માત્ર જ્ઞાનવાપીમાં પૂજા-અર્ચના કરવાની મંજૂરી માગી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષ 1993 સુધી ત્યાં મા શ્રૃંગાર ગૌરી દેવી, ભગવાન ગણેશ, હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. વર્ષ 1993 પછી તંત્રએ ત્યાં દરરોજ પૂજા-અર્ચના કરવાનો પ્રતિબંધ લગાવી દીધો હતો અને વર્ષમાં માત્ર એક દિવસ જ (વસંત નવરાત્રિના ચોથા દિવસે) પૂજા-અર્ચના કરવાની મંજૂરી આપી હતી.
અરજીકર્તાએ માલિકી કે મંદિર ઘોષિત કરવા કહ્યુ નથીઃ કોર્ટ
એટલે કે 15મી ઓગસ્ટ, 1947 (પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટની કટ ઓફ તારીખ) પછી ઘણા સમય સુધી આ વિવાદિત જગ્યાએ તેઓ આરાધ્ય દેવોની પૂજા-અર્ચના કરતા રહ્યા. કોર્ટે કહ્યુ કે, અરજીકર્તાઓને જમીન પર માલિકી હોવાનો કોઈ દાવો નથી કર્યો અને તે લોકોએ આ જગ્યાને મંદિર ઘોષિત કરવાનો પણ દાવો કર્યો નથી. જો કે, આ દલીલોને ધ્યાને રાખી પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી.
વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ અરજીની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે આ કેસ સાંભળવા લાયક છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને જણાવ્યું કે કોર્ટે હિન્દુ પક્ષની દલીલનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષના આ અંગેના તમામ વાંધાઓને ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટને ટાંકીને દલીલ કરતા પરિસરમાં દર્શન-પૂજાની પરવાનગી બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો.
વારાણસી પોલીસ કમિશ્નરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
બીજી તરફ હાલ ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસ કમિશ્નરે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એક-એક ખુણામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ત્રિપાઠીએ કહ્યું હતું કે પહેલા હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મામલામાં શ્રૃંગાર ગૌરી પૂજા મામલાને લઈને અરજી દાખલ કરી હતી. તે પછીથી મુસ્લિમ પક્ષે વરશીપ એક્ટને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર