Home /News /national-international /

પ્રશાંત કિશોર અને સોનિયા ગાંધી કયા મુદ્દા પર કરી રહ્યા છે વાત? 2022ની ચૂંટણી નહીં પણ આ છે

પ્રશાંત કિશોર અને સોનિયા ગાંધી કયા મુદ્દા પર કરી રહ્યા છે વાત? 2022ની ચૂંટણી નહીં પણ આ છે

Prashant Kishor news- પ્રશાંત કિશોર છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી રહ્યા છે

Prashant Kishor news- પ્રશાંત કિશોર છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી રહ્યા છે

  Rasheed Kidwai

  પ્રશાંત કિશોરે (Prashant Kishor)ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ એ દર્શાવે છે કે હવે ફ્રી એજન્ટની ભૂમિકાને પસંદ કરી રહ્યા નથી. પણ તે એક રાજનીતિક દળનો ભાગ બનશે અને 2024માં પોતાની યોગ્યતા સાબિત કરવાનો પ્રયત્ન કરશે. કેટલાક લોકોનું માનવું છે કે પ્રશાંત કિશોરની પંજાબથી દૂરી ફેબ્રુઆરી 2020ના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઘટતી લોકપ્રિયતાની કહાની છે.

  વાસ્તવમાં જો કોંગ્રેસના અંદરના સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો કિશોર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ કે ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના ગાળામાં સક્રિય રૂપથી રણનીતિ કરશે નહીં, જે 2022માં થવાની છે.

  પ્રશાંત કિશોર છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકપ્રિય ધારણા અને મીડિયાની અટકળોની વિપરિત પ્રશાંત કિશાન અને સોનિયા ગાંધીની વાતચીત ચૂંટણી કેન્દ્રીત રહી નથી. પણ તેમણે કોંગ્રેસને ફરીથી ઉભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રશાંતે કથિત રીતે ગાંધી તિકડી (રાહુલ અને પ્રિયંકા)ને કહ્યું કે ધ્નાન સંગઠનાત્મક સુધાર પર હોવું જોઈએ, ન ચૂંટણી પર કે ચૂંટણી જીતવા પર. કોંગ્રેસ પોતાની વિચારધારા, સંગઠન અને કાર્યકર્તાઓના કારણે 136 વર્ષોથી વધારે સમયથી સક્રિય છે. આવનાર દશકોમાં તેને બનાવી રાખવા અને સમૃદ્ધ કરવા માટે આવી રીતે બનાવવી જોઈએ.

  ઉચ્ચ પદસ્થ કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે પ્રશાંત કિશોર એક મોટા સંગઠનાત્મક ફેરફારની વાત કરી રહ્યા છે. ટિકિટ વહેંચણીની સિસ્ટમ, ચૂંટણી ગઠબંધન અન્ય વાતો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પણ કેટલીક ચર્ચાઓથી અવગત રહ્યા છે. જ્યાં ગાંધી તિકડી સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રશાંત કિશોરના ટ્રાફ્ટના પ્રમુખ સમર્થક રહ્યા છે. કહેવામાં આવે છે કે પ્રશાંત કિશોરે પોતાની તરફથી એઆઈસીસીના ઘણા પદાધિકારીઓ, ક્ષેત્રીય ક્ષત્રપો, યુવા નેતા સાથે સીધી મુલાકાત કરી.

  આ પણ વાંચો - પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

  જેમ કે મીડિયાના એક વર્ગ દ્વારા પહેલાથી બતાવવામાં આવ્યું છે, રાહુલ ગાંધીએ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓને પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ થવાની સંભાવના વિશે જણાવ્યું છે. એ કે એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોનીથી લઇને મધ્ય અને યુવા નેતાઓ કિશોરના સંભવિત પ્રવેશનું સ્વાગત કર્યું છે. જોકે મૌન સ્વરમાં કેટલાકે સલાહ આપી છે કે પાર્ટીએ પોતાની રાજનીતિક ગતિવિધિયોને નવા પ્રવેશકર્તા માટે આઉટસોર્સિંગના રૂપમાં જોવા જોઈએ નહીં.

  પાર્ટી લાઇનથી પરે કિશોરના વ્યાપક સંપર્ક છે. મમતા બેનર્જી, શરદ પવાર, એમ કે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, હેમંત સોરેન, જગન મોહન રેડ્ડી સાથે સંબંધો છે. ચૂંટણી રણનીતિકારનો દ્રઢ મત છે કે જ્યાં સુધી કોંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અસમ, હરિયાણા, ઝારખંડ જેવા રાજ્યોમાં ભાજપા સાથે સીધા મુકાબલામાં છે. જ્યાં સુધી ત્યાં કોંગ્રેસ ટક્કર નહીં આપે ત્યાં સુધી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને બહાર કરવા માટે સંયુક્ત વિપક્ષના પ્રયત્ન એક વાસ્તવિકતા બની શકશે નહીં.

  મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસના પ્રતિનિધિના રૂપમાં બધાને પોતાની સાથે જોડી શકે છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે શું કોંગ્રેસ જેને પરિવર્તનથી એલર્જી છે તે પોતે નવું રૂપ અને આકાર આપવાની મંજૂરી આપશે?

  (ડિસ્ક્લેમર- લેખક વરિષ્ઠ પત્રકાર છે. આ લેખકના અંગત વિચારો છે. લેખમાં આપેલી કોઇ જાણકારીની સત્યતા/સટિકતા પ્રત્યે લેખક સ્વંય જવાબદેહ છે. આ માટે News18Gujarati કોઈ પ્રકારે ઉત્તરદાય નથી.)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Elections 2022, Prashant Kishor, Prashant Kishor news, Sonia Gandhi, પ્રશાંત કિશોર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन