ખાવા, રહેવા અને પગાર માટે તરસી રહ્યા છે લોકો, અમેરિકાના ખરાબ હાલ

પે રાષ્ટ્રપતિ બન્યા પહેલા કહી દીધુ હતું કે, તે મેક્સિકો અને અમેરિકા વચ્ચે એક દિવાલ બનાવશે જેથી મેક્સિકોવાસીઓની અમેરિકામાં ગેરકાયદે ઘુસપેઠ ઓછી થાય.

News18 Gujarati
Updated: January 12, 2019, 10:50 PM IST
ખાવા, રહેવા અને પગાર માટે તરસી રહ્યા છે લોકો, અમેરિકાના ખરાબ હાલ
પે રાષ્ટ્રપતિ બન્યા પહેલા કહી દીધુ હતું કે, તે મેક્સિકો અને અમેરિકા વચ્ચે એક દિવાલ બનાવશે જેથી મેક્સિકોવાસીઓની અમેરિકામાં ગેરકાયદે ઘુસપેઠ ઓછી થાય.
News18 Gujarati
Updated: January 12, 2019, 10:50 PM IST
અમેરિકામાં છેલ્લા 22 દિવસથી એક ઐતિહાસિક બંધ ચાલી રહ્યો છે. આને અમેરિકાના ઈતિહાસનો સૌથી લાંબો ચાલનારો શટડાઉન માનવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું કહેવું છે કે, આ શટરડાઉનથી મેક્સિકો અને અમેરિકા વચ્ચે દિવાલ બનવા માટે તેમને ફંડ જીતવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે, ટ્રંપે રાષ્ટ્રપતિ બન્યા પહેલા કહી દીધુ હતું કે, તે મેક્સિકો અને અમેરિકા વચ્ચે એક દિવાલ બનાવશે જેથી મેક્સિકોવાસીઓની અમેરિકામાં ગેરકાયદે ઘુસપેઠ ઓછી થાય. પરંતુ 69 ટકા અમેરિકનોએ ટ્રંપની આ વાત ફગાવી દીધી હતી

એક પોલ પ્રમાણે 69 ટકા અમેરિકનોનું કહેવું છે કે, દિવાલ બનાવવી કોઈ જરૂરી મુદ્દો નથી, અને આ શટડાઉન માટે પ્રજા ટ્રંપને જ જવાબદાર માની રહી છે. ટ્રંપે એવું પણ કહ્યું છે કે, જરૂરત પડશે તો, આ શટડાઉન મહિનાઓ અને વર્ષ સુધી પણ ચાલી શકે છે.

1 - લોકોના પગાર અટકી પડ્યા છે. એક દાવા અનુસાર, લગભગ 8 લાખ કર્મચારીઓને બે મહિનાથી પગાર નથી મળ્યો. આ કારણથી તે કર્મચારીઓના જીવનમાં ગણી મુશ્કેલી આવવાની શરૂ થઈ ગઈ છે. આ તમામ કર્મચારી અને તેમના પરિવાર મધ્યમ અને નિમ્ન વર્ગના છે. આ કર્મચારીઓની એવરેજ આવક 500 ડોલર છે.


Loading...2 - એરપોર્ટ પર કર્મચારી અને પબ્લિક પરેશાન - એરપોર્ટના કર્મચારીઓનું કામ ટ્રાફિકને ચાલુ રાખવા માટે જરૂરી છે. જેથી ફેડેરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના કર્મચારી સેલરી વગર પણ કામ કરવા માટે મજબૂર છે. તેમને ડર છે કે નહી તો નોકરી જતી રહેશે.

3 - પર્યાવરણ - પર્યાવરણ વિભાગના ઈન્સપેક્ટરોએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. 13000 કર્મચારીઓએ કામ કરવાનું બંધ કરી દેતા, સ્વાસ્થ્યને પણ ખતરો વધી રહ્યો છે.4 - ભાડા પર રહેતા લોકોને સમસ્યા - જ્યારે કેન્દ્રીય ડિપાર્ટમેન્ટ્સમાં કામ કરતા લોકોને પગાર નથી મળી રહ્યો, તો ભાડા પર રહેતા લોકોની મુસીબત વધી ગઈ છે. કેટલાએ લોકોને તો ઘર ખાલી કરવા માટેની ધમકીઓ પણ મળી રહી છે.

5 - ઠેર ઠેર કચરાના ઢગ - મોટાભાગના પાર્ક અને સ્મારક બંધ પડ્યા છે, પરંતુ કેટલીક જગ્યાઓ પર આવતા લોકોની સંખ્યા વધી છે અને સફાઈ કરનારા લોકોની સંખ્યા ન બરાબર બચી છે. આ કારણથી આ પાર્કો અને રસ્તાઓ પર ગંદકી અને કચરો પેલાઈ ગયો છે. આ કારણથી બિમારીઓ વધી રહી છે, ગંદકીની સમસ્યા વધવા લાગી છે.6 - લગભગ 7 કરોડ લોકો ભૂખ્યા - અમેરિકામાં સૌથી મોટા કેન્દ્રીય અન્નનો પ્રોગ્રામ સપ્લીમેન્ટ ન્યૂટ્રીસન આસિસ્ટેન્સ પ્રોગ્રામ જેને સ્નેપ પણ કહેવાય છે, જાન્યુઆરીના અંતમાં બાદ થઈ જશે. આ પ્રોગ્રામ દ્વારા 4 કરોડ અમેરિકનોને અન્ન મળે છે. આની સાથે જ ભળતો અન્ય એક પ્રોગ્રામ WIC પણ બંધ થઈ ગયો છે, જેના કારણે 70 લાખ મહિલાઓ અને બાળકો ભૂખ્યા રહેવા માટે મજબૂર બન્યા છે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...