મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. ચીને પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે. ચીન સતત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મામલે વીટો વાપરી રહ્યો હત. પરંતુ હવે તેણે પોતાનો વિરોધ પાછો ખેંચતા ભારતને મોટી સફળતા મળી છે.
હવે આતંકી જાહેર થયા બાદ આતંકી પર શું દબાણ આવશે તે અંગે વાત કરીએ તો ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા જ સંયુક્ત રાષ્ટ્રના નિયમો પ્રમાણે દુનિયાના તમામ દેશ તાત્કાલિક ધોરણે એ વ્યક્તિ સાથે, તેના સંબંધિત ગ્રૂપ અને સંસ્થાઓનું ધન, સંપત્તિ અને આર્થિક સંસાધન જપ્ત કરશે.
સાથે જ ગ્લોબલ ટેરરિસ્ટ થયા બાદ એ વ્યક્તિ દુનિયાના કોઇપણ દેશમાં પ્રવેશ કરી શકશે નહીં. એટલું જ નહીં હવે પાકિસ્તાનમાં મસૂદ સ્વતંત્ર રીતે ફરી શકશે નહીં, કારણ કે હવે પાકિસ્તાનની સરકાર તેની ધરપકડ કરવી પડશે. જો પાકિસ્તાન આવું નહીં કરે તો તેની છબી ઇન્ટરનેશનલ ક્ષેત્રે ખરાબ થશે.
UNના પ્રતિબંધ લાગ્યા બાદ મસૂદ અઝહર કોઇપણ દેશ અથવા સંગઠનના હથિયાર ખરીદવા માટે પ્રતિબંધિત થઇ જશે. મસૂદ હવે કોઇપણ દેશનો ઝંડો કે પ્લેનનો ઉપયોગ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતીમાં ફ્રાંસ, બ્રિટેન અને અમેરિકા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે નવો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. ત્યારબાદથી સતત પ્રયાસો બાદ ચીનને પીછેહટ કરવાની ફરજ પડી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર