સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો જોઈ લોકોએ કહ્યુ- શરમમાં મૂકાયું ભારત!

બાલીના આ વીડિયોને જોઇને તમામ લોકો આ ભારતીય પરિવાર પર વરસાવી રહ્યા છે ફટકાર!

News18 Gujarati
Updated: July 28, 2019, 2:27 PM IST
સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો જોઈ લોકોએ કહ્યુ- શરમમાં મૂકાયું ભારત!
બાલીમાં ચોરી કરતો ભારતીય પરિવાર
News18 Gujarati
Updated: July 28, 2019, 2:27 PM IST
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બાલીના આ વીડિયોને જોઇને તમામ લોકો કહી રહ્યા છે કે શર્મશાર થયું છે ભારત! આ વાયરલ વીડિયો બાલીનો છે. 2:20 મિનિટ લાંબા આ વીડિયોમાં હોટલનો સ્ટાફ એક ભારતીય પરિવારના સામાનની તપાસ કરી રહ્યો છે. અને તેમાં પરિવારજનો પહેલા તો તેમનો સામાન ચેક કરવા માટે ઝગડો કરે છે. બૂમ બરાડા પાડે છે. પણ પાછળથી તપાસમાં એક પછી એક તેમના સામાનમાંથી હોટલની મોંધી મોંધી વસ્તુઓ નીકળતા ચૂપ થઇ જાય છે. ટુવાલની અંદર કપડાની અંદરની આ વીડિયોમાં ઓફિસર ઇલેક્ટ્રિસીટીના સામાનથી લઇને ડેકોરેશન અને ટોઇલેટરીની સામાન નીકળી રહ્યા છે. અને સિક્યોરિટીના લોકો કહી રહ્યા છે તમે આ સામાનની ચોરી કરી છે.

Loading...તો બીજી તરફ વીડિયોમાં દેખાતી મહિલા કહે છે કે અમારી ફ્લાઇટ પકડવાની છે. અમે માફી માંગીએ છીએ. આ સામાનના પૈસા ભરવા પણ તૈયાર છીએ પણ અમને જવા દો. જો કે હોટલના સ્ટાફે પૈસા લેવાની ના પાડી. આ વીડિયો હેમંત નામના એક વ્યક્તિએ તેના ટ્વિટર પર મૂક્યો છે. અને તેમાં કહ્યું છે કે ભારતનું નામ ભારતની બહાર આવી ખોટી રીતે બદનામ કરનાર લોકોના પાસપોર્ટ જ કેન્સલ કરી દેવા જોઇએ.સાથે જ લખ્યું છે કે ભારતીય પાસપોર્ટ રાખનાર દરેક નાગરિકને ભારતની બહાર તે યાદ રાખવું જોઇએ કે તે આપણા દેશનું ત્યાં પ્રતિનિધિત્વ કરે છે. અને આવા ઓછા વર્તના કારણે દેશનું નામ ખરાબ થાય છે. જો કે આ ટ્વીટ પછી અન્ય લોકો પણ સોશિયલ મીડિયામાં આ પરિવાર પર ફટકાર વરસાવી રહ્યો છે. અને ભારતીયોને હોટલમાંથી નાની મોટી વસ્તુઓ લેવાની ખરાબ આદત પર ટિપ્પણી કરી રહ્યા છે.

First published: July 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...