પુતિને પશ્વિમી દેશોને લલકાર્યા, કહ્યું- તેમને ખબર છે કે તે વિશ્વ યુદ્ધમાં જીતી શકે નહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

દુનિયાભરના મોટાભાગના દેશોની જેમ બ્રિટન પણ ક્રીમિયાને યૂક્રેનનો ભાગ માને છે

  • Share this:
    મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin)કહ્યું કે ગત સપ્તાહે કાલા સાગરની (Black Sea)ઘટના દરમિયાન બ્રિટનના વિધ્વંસક પોત સાથે અમેરિકાની નજર રાખતું વિમાન પણ કામ કરી રહ્યું હતું. મોસ્કોએ કહ્યું કે 23 જૂને બ્રિટનના વિધ્વંસક પોત ડિફેન્ડરના રસ્તામાં યુદ્ધક વિમાનોએ બોમ્બ ગીરાવ્યા હતા જેથી ક્રીમિયા પ્રાયદ્વીપની નજીકથી પોત બહાર નીકળી જાય. બ્રિટને આ ઘટનાઓથી ઇન્કાર કર્યો અને કહ્યું તેના પોત પર ગોળીબારી થઇ નથી અને તે યુક્રેનની જળ સીમામાં જ હતું.

    એ પુછવા પર કે શું આ ઘટનાથી ત્રીજુ વિશ્વ યુદ્ધ થઇ શકે છે તો પુતિને કહ્યું કે જો રશિયાએ બ્રિટનના યુદ્ધપોતને મારીને ડૂબાડી દીધું હોત તો પણ તેની સંભાવના ન હતી કારણ કે પશ્ચિમી તાકાતોને ખબર છે કે વૈશ્વિક લડાઇમાં તે જીતી શકે નહીં. પુતિને બુધવારે લાંબા લાઇવ કોલ ઇન શોમાં કહ્યું કે મોસ્કોને અમેરિકાના ઇરાદાની ખબર છે અને સંવેદનશીલ આંકડાનો ખુલાસો કરવાથી બચવા માટે તે પ્રમાણે જ જવાબ આપવામાં આવ્યો.

    આ પણ વાંચો - સવા કલાક ચાલી રાહુલ-સિદ્ધુની મુલાકાત, શું પંજાબમાં કોંગ્રેસની સમસ્યાનો ઉકેલ આવશે?

    બ્રિટન પણ ક્રીમિયાને યૂક્રેનનો ભાગ માને છે

    બ્રિટને છેલ્લા બુધવારની ઘટના વિશે કહ્યું કે તેમનું પોત ડિફેન્ડર આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યાત્રા માર્ગથી નિયમિત પરિચાલન પર હતું અને ક્રીમિયાને નજીક યુક્રેનની જળ સીમામાં હતું. દુનિયાભરના મોટાભાગના દેશોની જેમ બ્રિટન પણ ક્રીમિયાને યૂક્રેનનો ભાગ માને છે. જ્યારે રશિયાએ આ પ્રાયદ્વીપને અલગ કરી દીધું હતું.

    રશિયાના ડિફેન્ડરના પગલાની ટિકા કરતા તેને ભડકાવનાર નિવેદન ગણાવ્યું અને ચેતાવણી આપી કે હવે પછી રશિયાની સેનાના સંકલ્પની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો તો ઘુસણખોરી કરનાર પોતને નિશાન બનાવવામાં આવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published: