Home /News /national-international /

માતા-પિતાએ માત્ર 3 હજાર રૂપિયા માટે વેચી દીધી બે દીકરીઓ

માતા-પિતાએ માત્ર 3 હજાર રૂપિયા માટે વેચી દીધી બે દીકરીઓ

સમાજસેવિકા સુમન લાગુરી સાથે પીડિત પિતા

રસપ્રદ વાત એ છે કે, બંને બાળકીઓને વેચી દીધાની ખબર ત્રણ વર્ષમાં ના તો ગામપ્રધાનને લાગી અને ના તંત્રને

    ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જીલ્લામાં દીકરીઓ વેચવાનો મામલો સામે આવ્યો છે. જગન્નાથપુરમાં એક આદીવાસી માતા-પિતાએ ગરીબીથી તંગ આવીને પોતાની બે નાબાલીગ દીકરીઓ 1500-1500 રૂપિયામાં વેચી દીધી. આ દીકરીઓ ત્રણ વર્ષ પહેલા વેચવામાં આવી હતી, પરંતુ આ મામલાનો ખુલાસો હવે થયો છે.

    જગન્નાથપુરની એક સમાજસેવિકા સુમન લાગુરીએ ચોડાંગહાતુ ગામ પહોંચીને જ્યારે બાળકીઓના માતા-પિતા સાથે વાતચીત કરી તો પૂરો મામલાનો ખુલાસો થયો છે. ત્યરબાદ આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો. બતાવવામાં આવી રહ્યું છે કે, હવે માતા-પિતા બાળકીઓને લેવા માટે હાવડા રવાના થયા છે.

    સમાજસેવી સુમન લાગુરી અનુસાર, તોડાંગહાતુ ગામના 55 વર્ષીય સુશીલ દિગ્ગી અને ગોરબારી દીગ્ગીએ પોતાની બે બાળકીઓને પશ્ચિમ બંગાળના હાવડા નજીક એક ઈંટ-ભટ્ઠા માલિક દીપક સિંહને 1500-1500 રૂપિયામાં વેચી દીધી હતી. બંને બાળકીઓ નાબાલિગ છે અને જાણકારી અનુસાર, તેજ ઈંટ-ભટ્ઠામાં કામ કરે છે.

    રસપ્રદ વાત એ છે કે, બંને બાળકીઓને વેચી દીધાની ખબર ત્રણ વર્ષમાં ના તો ગામપ્રધાનને લાગી અને ના તંત્રને. હવે જ્યારે આ મામલાનો ખુલાસો થયો છે, તો તમામ લોકો તંત્રને બંને દીકરીઓને પાછી લાવી આપવાની માંગ કરી રહ્યા છે.

    જોકે, માતા-પિતાનું કહેવું છે કે, તેમણે દીકરીઓને વેચી ન હતી, પરંતુ ઓને ઈંટ-ભટ્ઠા માલિક દીપક સિંહ પાસે રાખી હતી, જેના બદલે તેમને ત્રણ હજાર રૂપિયા મળ્યા હતા.

    આ મામલામાં જગન્નાથપુરની એસડીઓ સ્મીતા કુમારીએ ગામના મુખીયા પાસેથી જાણકારી લીધી, અને બાળ કલ્યાણ સમિતીને બાળકીઓની શોધ કરવાનો નિર્દેશ આપ્યો છે. એસડીઓનું કહેવું છે કે, બાળકીઓને વેચવાના આ મામલાને ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને દોષી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Parents, Poverty, Sold

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन