Home /News /national-international /મને પ્રેમ ક્યારે કરીશ, કિસ કરીશ તો જ સેલરી આપીશ: ખાનગી શાળાના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

મને પ્રેમ ક્યારે કરીશ, કિસ કરીશ તો જ સેલરી આપીશ: ખાનગી શાળાના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

પ્રતિકાત્મક તસ્વીર

એસપીને આપેલા નિવેદનમાં પીડિતાએ સ્કૂલ સંચાલક અપરોઝ અખ્તર પર આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું કે, તે પશ્ચિમ બંગાળના દાર્જિંલિગ જિલ્લાની રહેવાસી છે. તે છેલ્લા સાત મહિનાથી શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા ચોક પર આવેલ સેન્ટ્રલ સ્કૂલમાં મેનેજમેન્ટના પદ પર કામ કરી રહી છે.

વધુ જુઓ ...
બેતિયા: પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં એક શિક્ષિકા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષિકાએ એક ખાનગી સ્કૂલના સંચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો છે. શિક્ષિકા પશ્ચિમ બંગાળના દાર્જિંલિંગ જિલ્લાના રંગલિયત ગામની રહેવાસી છે. શિક્ષિકાએ બેતિયા એસપી ઉપેન્દ્રનાથ વર્માને એક અરજી આપીને નરકટિયાગંજની સ્કૂલ સંચાલક પર છેડતી અને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: આ ખેડૂતે પોતાના બગીચાને બનાવ્યો છે ઔષધીય ખજાનો, બીમારી લઈ લોકો આવે છે દોડતા

એસપીને આપેલા નિવેદનમાં પીડિતાએ સ્કૂલ સંચાલક અપરોઝ અખ્તર પર આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું કે, તે પશ્ચિમ બંગાળના દાર્જિંલિગ જિલ્લાની રહેવાસી છે. તે છેલ્લા સાત મહિનાથી શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા ચોક પર આવેલ સેન્ટ્રલ સ્કૂલમાં મેનેજમેન્ટના પદ પર કામ કરી રહી છે. તેની સાથે સ્કૂલના ડિરેક્ટર અફરોઝ અખ્તર હંમેશા ખોટી રીતે ટચ કરવાની કોશિશ કરતો હતો. તો વળી શિક્ષિકાએ જણાવ્યું કે, સ્કૂલમાં જ ડીરેક્ટરે તેનો હાથ પકડી છેડતી કરી હતી. જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો ધમકી આપવા લાગ્યો. તે મને કહે છે કે, હંમેશા સ્કૂલ પર ધ્યાન આપતી રહીશ તો, મારા પર ક્યારે ધ્યાન આપીશ. મને પ્યાર ક્યારે કરીશ?

આ પણ વાંચો: VIDEO: અનોખી માન્યતા; આ ઝાડ પર ફાટેલા તૂટેલા કપડા ટીંગાડવાથી બીમાર લોકો થાય છે સાજા

શિક્ષિકાએ એવું પણ કહ્યું કે, ડિરેક્ટર અફરોઝ અખ્તરે તેને 25 હજાર દર મહિને સેલરી આપવાનું વચન આપી બોલાવી હતી, પણ સાત મહિના વીતી ગયા છતાં પણ હજૂ સુધી ફક્ત 65 હજાર આપ્યા છે. પૈસા માગવા પર અલગ અલગ પ્રકારની ધમકી આપે છે. તો વળી શિક્ષિકા જણાવે છે કે, અફરોઝ અખ્તર મોટા મોટા નેતાઓના સંપર્કમાં છે. અને કહે છે કે, કંઈ નહીં થાય, તારે જ્યાં જવું હોય ત્યાં જા.

શિક્ષિકા જણાવે છે કે, અફરોઝ પાસે મહિનાની સેલરી માગી તો, તે કહે છે કે, પહેલા મારી સાથે કિસ કર પછી સેલરી આપીશ. શિક્ષિકાએ એવું પણ કહ્યું કે, અફરોઝની આવી હરકતથી તે ખૂબ જ પ્રતાડિત થઈ રહી છે. શિક્ષિકાએ પોતાની મુશ્કેલી જણાવી અને ન્યાય અપાવવા આજીજી કરી છે. તથા આરોપી પર આકરી કાર્યવાહી કરવાની વાત પણ કહી છે.


શિક્ષિકાએ જણાવ્યું છે કે, આ કેસમાં બેતિયા એસપીએ શિક્ષિકાને શિકારપુર પોલીસ ચોકીએ મોકલી છે અને આગળની કાર્યવાહી કરવાની વાત કહી છે. આ સંબંધમાં બેતિયા એસપી ઉપેન્દ્રનાથ વર્માએ મામલાની ગંભીરતા જોતા કાર્યવાહી કરવા માટે શિકારપુર પોલીસ ચોકીએ મોકલી છે અને કેસની ગંભીરતાથી તપાસ થઈ રહી છે.
First published:

Tags: Crime news, West bengal