પતિની હત્યાના શકમાં પત્નીને મળી ખૌફનાક સજા, ભીડે પત્નીને બાંધીને માર્યો ઢોર માર

પ્રતિકાત્મક તસવીર

west bengal news: હોસ્પિટલમાં પતિના મોત બાદ ગુસ્સે ભરાયેલી ભીડે મહિલાને પકડી હતી. આરોપી ભાડુઆત ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આરોપ છે કે મહિલાને ભાડુઆત સાથે આડા સંબંધો હતો. જેના કારણે તેના પતિએ પોતાના રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યા કરી દીધી હતી.

 • Share this:
  હુગલીઃ પશ્વિમ બંગાળના (west bengal) હુગલીમાં (Hugali) એક મહિલાએ ખૌફનાક સજા આપવામાં આવી હતી. લોકોને મહિલા ઉપર શક હતો કે ભાડુઆત સાથે મળીને મહિલાએ પતિને ઝેર (wife give poison to husband) આપી દીધું હતું. હોસ્પિટલમાં પતિના મોત બાદ ગુસ્સે ભરાયેલી ભીડે મહિલાને પકડી (People beats wife) હતી. આરોપી ભાડુઆત ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આરોપ છે કે મહિલાને ભાડુઆત સાથે આડા સંબંધો (love affair) હતો. જેના કારણે તેના પતિએ પોતાના રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યા કરી દીધી હતી.

  હુગલીના ચૂચડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે નંબર કપાસડોગાનો આ મામલો છે. માનવામાં આવી રહ્યું છે કે અહીં રહેનારો શુભદીપને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુભદીપની માતાએ જણાવ્યું કે વહૂએ પ્રેમી સાથે મળીને પુત્રને ઝેર આપી દીધું હતું. જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે, તેનું સારવાર દરમિયાનમાં મોત નીપજ્યું હતું.

  શુભદીપના મોતની ખબર મળતા પરિજનો અને સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પોસ્ટમોર્ટમ બાદ લાશ જ્યારે ઘરે પહોંચી તો. લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. અને લોકો પત્ની ઉપર આક્રોસ વ્યક્ત કરવા લાગ્યા હતા. આક્રોશિત લોકોને મૃતકની પત્નીને બંધ બનાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસે મહિલાને લોકોની ચંગુલમાંથી છોડવી હતી.

  આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

  આ પણ વાંચોઃ-માઉન્ટ આબુ ફરવા જતાં પહેલા આ તસવીરો જોઈ લો, ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી

  ભીડની પીટાઈથી મહિાલ ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. પોલીસે એ ઉપચાર માટે ચુચુડાના ઇમામવાડા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. પોલીસે આ સંબંધમાં તપાસની વાત કરી રહ્યા છે. બીજી તરફ શુભદીપના ઘરના લોકોનું કહેવું છે કે આરોપી મહિલા અને તેના પ્રેમી સામે શુભદીપની હત્યાનો મામલો નોંધાવ્યો હતો.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

  પોલીસ અનુસાર શુભદીપના લગ્ન ત્રણ વર્ષ પહેલા ગ્વાલટોપીમાં રહેતી પ્રિયંકાની સાથે થયા હતા. બંનેને એક પુત્ર હતો. બંનેનું જીવન ખુબ જ ખુશહાલ હતું. આ દરમિયાન તેમના મકાનમાં ટિંકૂ દત્તા નામનો યુવક ભાડે રહેવા માટે આવ્યો હતો. શુભદીપના ઘરવાળાઓનો આરોપ છે કે પ્રિયંકા અને ટિંકૂ સાથે નજીકતા વધી ગઈ હતી.

  આ મામલામાં આરોપી મહિલા પ્રિયંકાનું કહેવું છે કે તેના ઉપર લગાવેલા આરોપો ખોટા છે. ટિંકૂ તેના પતિનો સારો મિત્ર હતો. જોકે, પ્રિયંકાની આ કહાની ઉપર કોઈને વિશ્વાસ આવતો નથી. લોકોની ભીડે પત્નીને ખરાબ રીતે ઢોર માર માર્યો હતો.
  Published by:ankit patel
  First published: