માત્ર 10 સેકન્ડમાં પાણીની ટાંકી થઈ જમીનદોસ્ત, Viral થયો Video

ત્રણ વર્ષ પહેલા જ બનેલી પાણીની ટાંકી થઈ ધરાશાયી, ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો રોષ

ત્રણ વર્ષ પહેલા જ બનેલી પાણીની ટાંકી થઈ ધરાશાયી, ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો રોષ

 • Share this:
  કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)થી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં બાંકુરા (Bankura)માં પાણીની એક ટાંકી (Overhead Water Tank) માત્ર 10 સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગઈ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આ ચોંકાવનારી ઘટના કેદ થઈ છે.

  ઉલ્લેખનીય છે કે, આ પાણીની ટાંકીનું નિર્માણ માત્ર 3 વર્ષ પહેલા જ થયું હતું. હાલ ટાંકી ધરાશાયી થયા બાદ અનેક પ્રકારના સવાલ ઊભા થઈ ગયા છે.  શું છે સમગ્ર મામલો?

  ઘટના બાંકુરાના સારેંગા (Sarenga)ની હોવાનું કહેવાય છે. જ્યાં પાણીની ટાંકીનું નિર્માણ 2017માં થયું હતું. પરંતુ શરૂઆતના દિવસોમાં જ સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા મુજબ, તેમાં તિરાડો પડવા લાગી હતી. સ્થાનિકોનો આરોપ હતો કે આ પાણીની ટાંકીના નિર્માણમાં ભ્રષ્ટાચાર (Corruption) થયો હતો. જેના કારણે ટાંકી જોતજોતામાં જ ધરાશાયી થઈ ગઈ.

  વીડિયો થયો વાયરલ

  આ સમગ્ર ઘટનાને એક સ્થાનિકે પોતાના મોબાઇલમાં કેદ કરી દીધી હતી. બાદમાં સ્થાનિક ન્યૂઝ ચેનલો (News Channels)એ તેને વારંવાર પ્રકાશિત કરી હતી. ત્યારબાદથી આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર ખૂબ વાયરલ થઈ ગયો હતો.

  આ પણ વાંચો, 300 યુવતીઓને ના પાડનારા આ 'પાકિસ્તાની હલ્ક'ને લગ્ન માટે કન્યાની તલાશ!
  Published by:Mrunal Bhojak
  First published: