liveLIVE NOW

Election Results 2021: બંગાળમાં 'દીદી', આસામમાં NDA; કેરળમાં LDF અને તમિલનાડુમાં DMK સરકાર બનાવશે

કુલ 822 વિધાનસભા સીટો પર મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ, આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવશે

 • News18 Gujarati
 • | May 02, 2021, 23:27 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO

  હાઇલાઇટ્સ

  20:18 (IST)

  પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બદલ મમતા બેનર્જીને અભિનંદન આપતા કહ્યું કે, મમતા દીદીને પશ્ચિમ બંગાળમાં વિજય માટે અભિનંદન. કેન્દ્ર લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને કોવિડ-19 મહામારીને હરાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય મદદ કરશે.

  19:35 (IST)

  કેરળમાં વિજય નોંધાવ્યા બાદ મુખ્ય પ્રધાન પિનરાય વિજયને એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેરળના લોકોએ એલડીએફની તરફેણમાં પોતાનો જનાદેશ આપ્યો છે. પરંતુ આ ઉજવણીનો સમય નથી, કારણ કે કોરોના સતત ફેલાયેલો છે. અત્યારે કોરોના સામે લડવાનો સમય છે.

  18:57 (IST)

  તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં હાર સ્વીકારી છે. મમતા બેનર્જીએ કહ્યું, નંદીગ્રામની ચિંતા ન કરો. મેં નંદિગ્રામમાં સંઘર્ષ કર્યો કારણ કે મેં એક આંદોલન લડ્યું હતું. આ સાચું છે. નંદિગ્રામની જનતાને જે જોઈએ તે નક્કી કરવાનો હક છે, મે ખોટું નથી લગાડ્યું. અમે 221થી વધુ બેઠકો જીતી લીધી છે અને ભાજપ ચૂંટણી હારી છે

  18:57 (IST)

  તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં હાર સ્વીકારી છે. મમતા બેનર્જીએ કહ્યું, નંદીગ્રામની ચિંતા ન કરો. મેં નંદિગ્રામમાં સંઘર્ષ કર્યો કારણ કે મેં એક આંદોલન લડ્યું હતું. આ સાચું છે. નંદિગ્રામની જનતાને જે જોઈએ તે નક્કી કરવાનો હક છે, મે ખોટું નથી લગાડ્યું. અમે 221થી વધુ બેઠકો જીતી લીધી છે અને ભાજપ ચૂંટણી હારી છે

  17:46 (IST)

  તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ 212 બેઠકો પર જીત મેળવી છે. તો, ભારતીય જનતા પાર્ટી 77 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. આ બાજુ લેફ્ટ ફ્રંટના સૂપડાસાફ થઈ ગયા દેખાય છે. તો હવે આ આંકડા પરથી સ્પષ્ટ દેખાય છે કે, તૃણમૂલ કોંગ્રેસ ફરી એક વાર મમતા બેનર્જીના નેતૃત્વમાં સરકાર બનાવી રહી છે.

  17:10 (IST)

  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. અહીં ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટીએમસીને આ જીત બદલ અભિનંદન આપ્યા હતા. રાજનાથસિંહે ટ્વિટ કરી કર્યું, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દિદીને અભિનંદન, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષની જીત અને તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ.

  16:29 (IST)

  પોંડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીની બેઠકોનું પરિણામો આવી ગયું છે, જેમાં એઆઈએનઆઈરસીના ખાતામાં 4, ભાજપના ખાતામાં 3 અને ડીએમકેના ખાતામાં 1 બેઠક ગઈ છે.

  16:26 (IST)

  પશ્ચિમ બંગાળમાં હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં ટીએમસી ચીફ મમતા બેનરજીને દેશભરના તમામ નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ મળવાનું શરૂ થયું છે. જેમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને પણ મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, "આ ભવ્ય વિજય બદલ દિદી, મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ."

  16:9 (IST)

  આસામ: અત્યાર સુધીના વલણોમાં ભાજપ 57 બેઠકો પર જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર છે. પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક ભાજપ કાર્યાલય ખાતે મીઠાઇ વહેંચીને વિજયની ઉજવણી કરી હતી.

  નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુંડ્ડુચેરી (West Bengal, Tamil Nadu, Assam, Kerala, Puducherry Assembly Election Result 2021 Live Updates)માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. ત્રણ રાજ્યો બંગાળ, કેરળ અને આસામમાં ફેરફાર જોવા મળતા નથી. એટલે કે, બંગાળમાં તૃણમૂલ, કેરળમાં એલડીએફ અને આસામમાં ભાજપ સરકાર બનાવી રહી હોવાનું સ્પષ્ટ જેવું થઈ ગયું છે, જે અગાઉ પણ હતી. તામિલનાડુમાં ચોક્કસપણે પરિવર્તન જોવા મળે છે. ડીએમકે અહીં સરકાર બનાવવાની નજીક છે. ચૂંટણીમાં કોંગ્રેસ તેમની સાથે છે. જોકે પુંડુચેરીમાં હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું કોમ સરકાર બનાવશે બંને પાર્ટી વચ્ચે રસાકસી દેખાઈ રહી છે.

  આ સાથે આજે 13 રાજ્યોની 4 લોકસભા બેઠકો અને 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા-ચૂંટણીઓની પણ મતગણતરી યોજાઈ રહી છે. લોકસભા બેઠક વિશે વાત કરીએ તો કેરળમાં મલ્લપરમ અને તમિળનાડુમાં કન્યાકુમારી બેઠક પર 6 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે કર્ણાટકના બેલગામ અને આંધ્રપ્રદેશના તિરુપતિ બેઠક માટે 17 એપ્રિલના રોજ મતદાન થયું હતું.

  17 એપ્રિલના રોજ 13 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થયું હતું. આ વિધાનસભા બેઠકોમાં મધ્યપ્રદેશમાં દમોહ, રાજસ્થાનમાં સહારા, સુજાનગઢ અને રાજસમંદ, ગુજરાતમાં મોરવા હડફ, મહારાષ્ટ્રના પંઢરપુર, ઉત્તરાખંડમાં સલ્ટ, ઝારખંડમાં મધુપુર, કર્ણાટકમાં બસવકલ્યાણ અને મસ્કી, મિઝોરમમાં સેરછિપ, નાગાલેન્ડમાં નોકસેન, તેલંગાણામાં નાગાર્જુન સાગરનો સમાવેશ થાય છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन