Home /News /national-international /West Bengal SCC Scam: પશ્ચિમ બંગાળ SCC કૌભાંડ કેસઃ CBI એક્શનમાં, પૂર્વ અધ્યક્ષ સુબીરેશ ભટ્ટાચાર્યની ધરપકડ

West Bengal SCC Scam: પશ્ચિમ બંગાળ SCC કૌભાંડ કેસઃ CBI એક્શનમાં, પૂર્વ અધ્યક્ષ સુબીરેશ ભટ્ટાચાર્યની ધરપકડ

ફાઇલ તસવીર

West Bengal SCC Scam: કેન્દ્રીય અન્વેષણ બ્યુરોએ સોમવારે ઉત્તર બંગ વિશ્વવિદ્યાલયના કુલપતિ સુબીરેશ ભટ્ટાચાર્યની પશ્ચિમ બંગાળમાં 2016માં સહાયક શિક્ષક ભરતી કૌભાંડ મામલે ધરપકડ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

    નવી દિલ્હીઃ કેન્દ્રીય અન્વેષણ બ્યુરોએ સોમવારે ઉત્તર બંગ વિશ્વવિદ્યાલયના કુલપતિ સુબીરેશ ભટ્ટાચાર્યની પશ્ચિમ બંગાળના 2016માં સહાય શિક્ષક ભરતી કૌભાંડ મામલે ધરપકડ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પશ્ચિમ બંગાળ કેન્દ્રીય સ્કૂલ સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ભટ્ટાચાર્યને કોલકાતા સીબીઆઈ કાર્યાલયમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, સહયોગ ન કરવાને કારણે સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે.

    કોલકાતા હાઇકોર્ટના આદેશથી CBIની તપાસ


    ભટ્ટાચાર્ય 2014-18 સુધી આયોગના અધ્યક્ષ હતા. અધિકારીઓએ જણાવ્યુ કે, કોલકાતા ઉચ્ચ ન્યાયાલાયના આદેશથી સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. તેમની પર આયોગના તત્કાલિન સલાહકાર એસપી સિન્હાએ અન્ય લોકો સાથે મળીને વર્ષ 2016માં આયોગ દ્વારા આયોજિત રાજ્ય સ્તરની પરીક્ષામાં ધોરણ 9 અને 10ના સહાયક શિક્ષકો માટે અયોગ્ય, ગેરસૂચિબદ્ધ અને નીચા રેન્કવાળા ઉમેદવારોને લાભ આપ્યો હતો.

    આ પણ વાંચોઃ સોનાલી ફોગાટ મર્ડર મામલે CBIએ દાખલ કર્યો કેસ

    આયોગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો CBIનો આરોપ


    સીબીઆઈએ હાલ સિન્હાની અટકાયત કરી છે, જે એક અલગ પ્રાથમિક સંબંધે પહેલેથી જ કાયદાકીય રીતે ગૂંચવાયેલા હતા. સીબીઆઈએ આ વર્ષે સાત એપ્રિલે દાખલ કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ કથિત રીતે આયોગના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને યોગ્ય તથા વાસ્તવિક ઉમેદવારોને સહાયક શિક્ષક તરીકે નિમણૂક નહોતી આપી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: CBI investigation, West bengal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन