Home /News /national-international /

પશ્ચિમ બંગાળ: મિદનાપુરમાં PM મોદીની રેલીમાં મંડપ તૂટ્યો, 20થી વધુ સમર્થકો ઘાયલ

પશ્ચિમ બંગાળ: મિદનાપુરમાં PM મોદીની રેલીમાં મંડપ તૂટ્યો, 20થી વધુ સમર્થકો ઘાયલ

પશ્ચિમ બંગાળ: મિદનાપુરમાં PM મોદીની રેલીમાં મંડપ તૂટ્યો, 20થી વધુ સમર્થકો ઘાયલ.

    પશ્ચિમ બંગાળ: PM મોદી મિદનાપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે ત્યાં મંડપનો એક ભાગ પડી જતાં 20થી વધુ સમર્થકો ઘાયલ થયા હતા. ઘાયલ સમર્થકોને તરત નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાડકાં તૂટવાની આશંકા સેવાઈ રહી છે. મેડિકલ તપાસ કર્યા બાદ આગળ વધુ સારવાર થઈ શકશે. ભાષણ બાદ મોદી બધા ઘાયલ સમર્થકોની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચી ગયા હતા.

    મળતી વધુ માહિતી મુજબ, PM મોદી મિદનાપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે મંડપનો કેટલોક ભાગ ત્યાં ઊભેલા સમર્થકો પર પડ્યો હતો. મંડપનો ભાગ પડવાથી 20થી વધુ સમર્થકો ઘાયલ થયા હતા. મંડપનો ભાગ પડવાની સાથે જ સભાની આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. PM મોદીએ તરત પોતાનું ભાષણ અટકાવી સુરક્ષા કર્મચારીઓને ઘાયલ સમર્થકોની સંભાળ લેવાનો આદેશા આપ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ તરત ઘાયલ સમર્થકોને સારવાર માટે ત્યાં PM માટે તહેનાત રાખવામાં આવેલી એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમણે સમર્થકોને મંડપના થાંભલાની નીચે ઊતરી સલામત સ્થળે જવાની વિનંતી કરી હતી. તેમણે લોકોને ગભરાઈને દોડાદોડી ન કરવાની વિનંતી કરી હતી.



    ઘાયલ સમર્થકોમાંથી કેટલાકનાં હાડકાં તૂટ્યાં હોવાની આશંકા છે, એ તો મેડિકલ તપાસ કર્યા બાદ ખબર પડશે. જ્યાં મંડપ તૂટ્યો ત્યાં વધુ સમર્થકો ઊભા હતા. એટલે વધુ લોકોને અસર થઈ છે. ભાષણ સમાપ્ત થયા બાદ PM મોદી ઘાયલ સમર્થકોની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, સારું થઈ જશે.



    મોદીએ ખેડૂતોની સભામાં તૃણમૂલ કોંગ્રેસનાં મુખ્ય અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે વામપંથી દળો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વામપંથી શાસનમાં પશ્ચિમ બંગાળને જે હાલમાં પહોંચાડ્યું છે, આજે બંગાળની હાલત એનાથી પણ વધુ ખરાબ થઈ રહી છે.

    Published by:Sanjay Joshi
    First published:

    Tags: West Bangal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन