Home /News /national-international /પશ્ચિમ બંગાળમાં હિંસા : બીજેપી આજે બંગાળમાં 'કાળો દિવસ' મનાવશે

પશ્ચિમ બંગાળમાં હિંસા : બીજેપી આજે બંગાળમાં 'કાળો દિવસ' મનાવશે

વિરોધ કરી રહેલા બીજેપીનાં સાંસદ લોકેટ ચેટર્જી.

શનિવારે 24 પરગણા જિલ્લામાં હિંસા દરમિયાન માર્યા ગયેલા બીજેપીના કાર્યકરોના અંતિમ સંસ્કારને લઈને પોલીસ અને બીજેપી નેતાઓ વચ્ચે ખેંચતાણ.

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલી રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આજકાલ બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે અથડામણ વધારે ઉગ્ર થઈ રહી છે. શનિવારે 24 પરગણા જિલ્લામાં હિંસા દરમિયાન માર્યા ગયેલા બીજેપીના કાર્યકરોના અંતિમ સંસ્કારને લઈને પોલીસ અને બીજેપી નેતાઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. બશીરહાટમાં રવિવારે અંતિમ દર્શન માટે ત્રણ કાર્યકરોના મૃતદેહોને અંતિમ દર્શન માટે પાર્ટીના કાર્યાલય ખાતે લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. આ વાતથી ગુસ્સે ભરાયેલા બીજેપીના સ્થાનિક નેતાઓએ બશીરહાટમાં 12 કલાકના બંધના જાહેરાત કરી હતી. સાથે જ પશ્ચિમ બંગાળમાં સોમવારે કાળો દિવસ મનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

રસ્તા પર કરી દેવાશે અંતિમ સંસ્કાર

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બીજેપી નેતા રાહુલ સિંહાએ જાણકારી આપી કે સોમવારે પાર્ટીએ બશીરહાટમાં 12 કલાકનો બંધ અને આખા રાજ્યમાં કાળો દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હુગલીથી બીજેપીના સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યુ કે અમે કાર્યકરોના મૃતદેહો પાર્ટી ઓફિસ ખાતે લઈ જવા માંગતા હતા પરંતુ મમતાની પોલીસે કહ્યુ કે અંતિમ સંસ્કાર મૃતકોના ગામમાં જ થશે. ચેટર્જીએ ધમકી આપી કે પોલીસ અહીંથી હટશે નહીં તો મૃતકોના અંતિમ સંસ્કાર રસ્તા પર જ કરી દેવામાં આવશે.

ગવર્નર અફસોસ વ્યક્ત કર્યો

રાજ્યમાં બીજેપી અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર ગવર્નર કેસરી નાથ ત્રિપાઠીએ અફસોસ વ્યક્ત કર્યો છે. આ સાથે જ રાહુલ સિંહાએ કહ્યું કે તેઓ પોલીસની ભૂમિકાને લઈને કોર્ટમાં જશે. જોકે, સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે હાલ મૃતકોના શબને તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે.

પાંચ કાર્યકરોની ગોળી મારીને હત્યા કર્યાનો બીજેપીનો દાવો

બંગાળના 24 પરગણા જિલ્લા ખાતે શનિવારે મોડી સાંજે બીજેપી કાર્યકરો અને ટીએમસી કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં કથિત રીતે આઠ લોકો માર્યા ગયા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. રવિવારે પણ આ વિસ્તારમાં તણાવ રહ્યો હતો. હિંસા અંગે બીજેપીના સૂત્રોએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પાંચ બીજેપી કાર્યકરોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. જ્યારે 18 લોકો ગુમ થયા છે. જ્યારે આ અંગે ટીએમસીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે હિંસામાં ટીએમસીના ત્રણ કાર્યકરો પણ માર્યા ગયા છે.
First published:

Tags: Lok sabha election 2019, TMC, ભાજપ, મમતા બેનરજી

विज्ञापन