Home /News /national-international /આના કરતા તો દીકરા ન હોય તે સારુ: ઊંઘની ગોળીઓ ખવડાવી બે દીકરા સગી માને રસ્તા પર મુકીને જતાં રહ્યા

આના કરતા તો દીકરા ન હોય તે સારુ: ઊંઘની ગોળીઓ ખવડાવી બે દીકરા સગી માને રસ્તા પર મુકીને જતાં રહ્યા

તસવીર-સોશિયલ મીડિયા

પોલીસ તથા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલાનું નામ ઉષારાની પ્રમાણિક છે. ઘર હુગલીના ચુંચુડાના ઘાટકપાડામાં છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના ભાટપાડા વિસ્તારમાંથી માનવતાને નેવે મુકતી એક ઘટના સામે આવી છે. વૃદ્ધ માતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને બે દીકરા અડધી રાતે ગાંગાના પાર ભાટપાડાની એક સ્કૂલની સામે ફુટપાથ પર છોડીને જતાં રહ્યા હતા. બે રાત વિત્ય બાદ સ્થાનિક લોકોની મદદ અને પોલીસની પહેલથી વૃદ્ધની સારવાર કરાવામાં આવી. ત્યાર બાદ શુક્રવારે પોલીસે બંને દીકરાને હાજર કર્યા અને લખાણ કરાવીને વૃદ્ધાને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. જો કે, લોકોના મનમાં હજૂ પણ એ સવાલ છે કે, શું આવી ઘટના ફરી વાર નહીં બને?

 આ પણ વાંચો: PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

પોલીસ તથા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલાનું નામ ઉષારાની પ્રમાણિક છે. ઘર હુગલીના ચુંચુડાના ઘાટકપાડામાં છે. તેમણે કહ્યું કે, મારે બે દીકરા ટિંકૂ અને મનોજ તેમને ભાટપાડામાં મુકીને જતા રહ્યા. વિસ્તારના લોકોએ તેમને ખાવાનું આપ્યું. પોલીસ આવી અને હોસ્પિટલે લઈ ગઈ. મારો પતિ બેન્કમાં કામ કરતો હતો. બેય દીકરા માછલીનો વેપાર કરે છે. મારા પતિના મૃત્યુ બાદ, હું પરિવારમાં બોઝ બની ગઈ.

દીકરાઓએ વૃદ્ધ માતાને ઊંઘની ગોળીઓ ખવડાવી ફુટપાથ પર મુકી ગયા


ભાટપાડા પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આ વિસ્તારના લોકો તરફથી સૂચના મળ્યા બાદ ગુરુવારની રાતે વૃદ્ધા સ્થાનિક રાજલક્ષ્મી બાલિકા વિદ્યાલય સામે ફુટપાથ પર બેઠેલા દેખાયા. તે ઘરે જવા માગતી હતી. પહેલા તો તેમની સારવાર માટે તેમને ભાટાપાડાની સ્થાનિક હોસ્પિટલે લઈ ગયા. તેણે ઘરનું સરનામું કહ્યું અને પોલીસે સંપર્ક કર્યો. શુક્રવારે આ મહિલાના બંને દીકરા હાજર થયા. પોલીસે બંને દીકરાને આવી રીતે મહિલાને પ્રતાડિત નહીં કરવાની ચેતવણી આપી.
First published:

Tags: West bengal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો