Home /News /national-international /West Bengal News: બીજેપીના સરઘસ પર હુમલો અને બોમ્બમારો, ઘણા લોકો ઘાયલ

West Bengal News: બીજેપીના સરઘસ પર હુમલો અને બોમ્બમારો, ઘણા લોકો ઘાયલ

Cooch Behar News: સીતલકુચીમાં બીજેપીના સરઘસ પર હુમલા બાદ હોબાળો મચી ગયો છે. આ માટે ભાજપે ટીએમસીને જવાબદાર ઠેરવી હતી.

West Bengal News: કૂચ બિહાર જિલ્લાના સેતાલકુચીમાં રવિવારે જ્યારે બીજેપીના સરઘસ પર હુમલો અને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે હંગામો થયો. જે બાદ અશાંતિ સર્જાઈ હતી.

    કૂચ બિહાર: પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના સીતલકુચીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સરઘસ દરમિયાન હુમલા અને બોમ્બ વિસ્ફોટના અહેવાલો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિસ્તારમાં અશાંતિના કારણે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, આ હુમલો તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 13 સપ્ટેમ્બરના બીજેપીના 'નબ્બાન ચલો' અભિયાનને ધ્યાનમાં રાખીને રવિવારે સીતલકુચીમાં 'ચોર ધરો, જેલ ભરો' સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ જ સરઘસ પર હુમલો થયો હતો. જોકે તૃણમૂલ (TMC)એ આ આરોપોને નકારી કાઢ્યા છે.

    સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ-ઘોષિત કાર્યક્રમ માટે ભાજપ રવિવારે સરઘસ કાઢી રહ્યું હતું. પાર્ટીના નેતાઓ અને સમર્થકો સરઘસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને 13 સપ્ટેમ્બરના રોજ નબાન અભિયાનને સફળ બનાવવા માટે ભાષણો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. ભાજપનો આરોપ છે કે તૃણમૂલે તેમના સરઘસ પર હુમલો કર્યો અને બોમ્બમારો કર્યો. ભાજપનો આરોપ છે કે પોલીસ ઘટનાસ્થળે હાજર હોવા છતાં ભાજપના કાર્યકરો પર લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ત્યાંના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પરિસ્થિતિ કાબુમાં આવવાને બદલે તણાવ વધી ગયો હતો.

    આ પણ વાંચો- અમદાવાદની તનિષ્કા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને

    ભાજપે મોટો આરોપ લગાવ્યો છે

    ભાજપનો આરોપ છે કે તૃણમૂલ હુમલો તેમની રેલીને બગાડવા માટે કરવામાં આવ્યો હતો. જો કે તૃણમૂલે આ આરોપોને નકારી કાઢ્યા છે. હવે અહીં સવાલ એ થાય છે કે પોલીસની હાજરીમાં પરિસ્થિતિ કાબૂ બહાર કેવી રીતે થઈ ગઈ? તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ સેતાલકુચી ચર્ચામાં રહ્યું હતું. મતદાનના દિવસે મતદાન મથક પર લૂંટનો પ્રયાસ થયો હતો. ત્યાં જ સીઆરપીએફના જવાનોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. સીઆઈડી આ મામલે તપાસ કરી રહી છે. મમતા બેનર્જીએ તેના વિરૂદ્ધ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Weast Bengal, West bengal mamata banerjee, પશ્ચિમ બંગાળ

    विज्ञापन
    विज्ञापन