mamata banerjee news- દિલ્હીના પ્રવાસે આવેલા પશ્ચિમ બંગાળના (west bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (mamata banerjee)પેગાસસ મામલા (pegasus)પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો
mamata banerjee news- દિલ્હીના પ્રવાસે આવેલા પશ્ચિમ બંગાળના (west bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (mamata banerjee)પેગાસસ મામલા (pegasus)પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો
નવી દિલ્હી : દિલ્હીના પ્રવાસે આવેલા પશ્ચિમ બંગાળના (west bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (mamata banerjee)પેગાસસ મામલા (pegasus)પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. બુધવારે મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે તેમનો ફોન હેક કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે મારો ફોન હેક કરવામાં આવ્યો, અભિષેક અને પીકેનો પણ ફોન હેક કરવામાં આવ્યો છે. હાલ કોઇ પણ ફ્રીડમ ઓફ પ્રેસ બચી નથી. મમતાએ આગળ કહ્યું કે અમે જે લોકોને ત્રિપુરા મોકલ્યા તેમની પણ ધરપકડ કરવામાં આવી. પેગાસસ એક ખતરનાક વાયરસ છે, જેના દ્વારા અમારી સુરક્ષાને ખતરામાં મુકવામાં આવી રહી છે.
આ દરમિયાન મમતા બેનર્જીએ એ પણ કહ્યું કે હાલના સમયે દેશમાં ઇમરજન્સીથી પણ વધારે ગંભીર સ્થિતિ છે. વિપક્ષી એકતા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે આ પૂરી સિસ્ટમ રાજનીતિક પાર્ટીઓ પર નિર્ભર કરે છે, જો કોઇ લીડ કરે તો મને કોઇ પરેશાની નથી.
શું ચૂંટણીમાં મમતા બેનર્જી વિપક્ષનો ચહેરો બનશે? તેના પર જવાબ આપતા તેમણે કહ્યું કે મારા બધા વિપક્ષી નેતાઓ સાથે સારા સંબંધો છે. સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીશ. લાલુ યાદવ સાથે પણ તેમની વાત થઇ છે. બધા લોકો સાથે આવવા માંગે છે. હું કોઇ રાજનીતિક જ્યોતિષ નથી પણ હવે ‘ખેલા હોબે’ની ગૂંજ આખા દેશમાં સાંભળવા મળશે. મમતા બેનર્જીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે દેશની ટક્કર થશે. લોકતંત્રને બચાવવાના ચહેરા આવી જશે. હું બનારસ, મથુરા, વૃદાંવન જઇશ. આ મારો દેશ છે. ગુજરાતથી આવીને મોદી ઇનસાઇડર થઇ ગયા તો હું આઉટસાઇડર કેવી રીતે થઇ ગઇ? જગનમોહન રેડ્ડી, ચંદ્રાબાબુ નાયડુ અને નવીન પટનાયક સાથે મારા સારા સંબંધો છે. આજે સાથે નથી પણ કાલે તો આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર