Analysis: બંગાળમાં ભાજપ માટે આ 'જાદૂ'એ કર્યો કમાલ

બંગાળમાં ભાજપ માટે આ 'જાદૂ'એ કર્યો કમાલ

પાંચ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે મુશ્કેલથી બે સીટો હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પાંચ વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે મુશ્કેલથી બે સીટો હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના સતત રોડ શો અને રેલીઓએ પાર્ટી માટે જાદૂનું કામ કર્યું. વલણ પ્રમાણે, બંગાળની 42માંથી 20 સીટો પર ભાજપ આગળ છે, જ્યારે તૃણમૂલ 21 સીટો પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં બંગાળની 42માંથી 23 સીટો પર ફોક્સ કર્યું હતું.

  5 વર્ષ પહેલાં બંગાળમાં નહોતી ભાજપ

  વર્ષ 2014માં ભાજપ બંગાળમાં નહોતી. દાર્જિલિંગને છોડીને ભાજપે બાબુલ સુપ્રિયોની આસનસોલ સીટ જીતી હતી. દાર્જિંલિંગથી ભાજપના ઉપાધ્યક્ષ એસએસ અહલુવાલિયા જીત્યા જરૂર હતા. પરંતુ તેમને આમાં ગોરખા જનમુક્તિ મોર્ચાનો સાથ મળ્યો હતો. ત્યાં જ વામ મોર્ચાને પણ ગઇ વખતે માત્ર બે સીટો જ બંગાળમાં હાંસલ થઇ હતી. આ પહેલાં 2009માં લેફ્ટે 13 સીટો પર કબ્જો કર્યો હતો. એપ્રિલ 2017 બાદ બંગાળ ધીમે-ધીમે ભગવા રંગમાં રંગાવવાનું શરૂ થયું.

  ભાજપે ઘણા ઉત્સવોનું આયોજન કર્યું

  ત્યારે પહેલીવાર રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને માકપાએ રાજ્યના ભગવાકરણના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ ભાજપે ઘણા ઉત્સવોનું આયોજન કર્યું. જેમાં દુર્ગા પૂજા, ક્રિસમસ અને ઇદ સામેલ હતી. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, તેમનું લક્ષ્ય રાજ્યમાં હિંદુ વોટોને સાથે લાવવાનું હતું.


  તફાનોએ હિંદુઓને ડરાવ્યા

  ઘોષે કહ્યું કે, રામ આ સમયે હિંદુત્વના પ્રતીક બની ગયા છે. બંગાળના લોકો આ વાતને લઇને ડરેલા છે કે, તેમનું રાજ્ય બાંગ્લાદેશ તો નહીં બની જાય. રાજ્યમાં કાલિયોચોક, બશીરહાટ, આસનસોલમાં તોફાનો થઇ ચૂક્યાં છે. કહેવાઇ શકે છે કે, પશ્ચિમ બંગાળમાં હિંદુ સંકટમાંથી પસાર થઇ રહ્યાં હતાં.

  હિંસક રહ્યું પ્રચાર

  રાજ્યમાં જે પણ ચૂંટણી પ્રચાર ચાલ્યું, તે ઘણું હિંસક રહ્યું. સ્થિતિ ત્યારે વધુ તણાવપૂર્ણ બની જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપી ભાજપને રથયાત્રાની પરવાનગી ન આપી.

  બીજી બાજુ, અમિત શાહના રોડ શો અને જય શ્રી રામના નારાએ રાજ્યમાં હિંદુત્વની લહેર પેદા કરી. તેમણે એ બતાવવના પ્રયાસ કર્યા કે કેવી રીતે રાજ્ય એક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને ભાજપ જ તેને બહાર લાવી શકે છે. જ્યારે મમતા દ્વારા સતત સેક્યુલર રાજ્યની વાત કરવામાં આવતી હતી.

  આ પણ વાંચો: આ જીત આખા ભારતની છે : જીત બાદ અમિત શાહની પ્રતિક્રિયા

  14 મેના રોજ અમિત શાહની રેલીમાં કોલકાતામાં હિંસા ફૂટી નીકળી. આમાં સમાજ સુધારક ઇશ્વર ચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી. ત્યારે તૃણમૂલે આરોપ મૂક્યો કે, આ હિંસા ભાજપ દ્વારા ફેલાવવામાં આવી અને મૂર્તિ પણ તેમના કાર્યકર્તાઓએ તોડી. આ પછી પહેલીવાર ચૂંટણી પંચે કલમ 324 લાગુ કરીને ચૂંટણી પ્રચારને એક દિવસ પહેલાં જ રોકી દીધો.

  જોકે, તૃણમૂલ કોંગ્રેસ સતત રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિની વાત કરતી રહી હતી. ત્યાં જ ભાજપ હિંદુત્વની લહેરને પોતાના પક્ષમાં લાવવામાં સફળ રહી. હવે એવું લાગી રહ્યું છે કે, જો રાજ્યમાં વામ મોર્ચા વિદાઇ લઇ ચૂક્યું છે તો ભાજપે તેની જગ્યા બીજી મજબૂત પાર્ટી તરીકે લઇ લીધી છે.
  Published by:Azhar Patangwala
  First published: