Lok Sabha Result Analysis: બંગાળમાં બીજેપી માટે આ 'જાદૂ'એ કર્યો કમાલ

એપ્રિલ 2017 બાદ બંગાળ ધીરે ધીરે ભગવા રંગમાં રંગાવાનું શરૂ થયું

News18 Gujarati
Updated: May 23, 2019, 7:30 PM IST
Lok Sabha Result Analysis: બંગાળમાં બીજેપી માટે આ 'જાદૂ'એ કર્યો કમાલ
અમિત શાહ અને મમતા બેનરજી
News18 Gujarati
Updated: May 23, 2019, 7:30 PM IST
પાંચ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પાસે મુશ્કેલીથી બે સીટો હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના વારંવાર રોડ શો અને રેલીઓએ પાર્ટી માટે જાદૂનુ કામ કર્યું છે. ચૂંટણી પરિણામોના સાંજે પાંચ વાગ્યા સુધીના વલણ સ્પષ્ટ કરે છે કે, બંગાળની 42માંથી 20 સીટો પર ભાજપ કબજો કરવા જઈ રહી છે. જ્યારે તૃણમુલ 21 સીટો પર આગળ ચાલી રહી છે.

બીજેપીએ આ લોકસભા ચૂંટણીમાં બંગાળની 42માંથી 23 સીટો પર ફોકસ કર્યું હતું, એવું લાગી રહ્યું છે કે, તે ખુબ મજબૂતી સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

પાંચ વર્ષ પહેલા બંગાળમાં ન હતી બીજેપી

વર્ષ 2014માં બીજેપી સાચે જ બંગાળમાં ક્યાંય ન હતી. દાર્જિલિંગને છોડી બીજેપીએ બાબુલ સુપ્રિયોની આસનસોલ બેઠક જીતી હતી. દાર્જિલિંગથી બીજેપીના ઉપાધ્યક્ષ એસએસ અહલુવાલિયા જીત્યા જરૂર હતા પરંતુ તેમને અહીં ગોરખા જનમુક્તિ મોર્ચાનો સાથ મળ્યો હતો. તો વામ મોર્ચાને પણ ગત વખતે માત્ર 2 સીટો બંગાળમાંથી મળી હતી. આ પહેલા 2009માં લેફ્ટે 13 સીટો પર કબજો કર્યો હતો.

ક્યારે ભગવો રંગ ચઢવાનું શરૂ થયું
એપ્રિલ 2017 બાદ બંગાળ ધીરે ધીરે ભગવા રંગમાં રંગાવાનું શરૂ થયું, જ્યારે કોલકાતામાં રામ નવમી પર ધનુષની સાથે જૂલૂસ નિકાળવામાં આવ્યું, આમાં કેટલાકા લોકોએ તલવાર પણ લીધી હતી. ત્યારબાદ કોલકાતામાં હાહાકાર મચ્યો હતો. સોશિયલ મીડિયા પર વામ બુદ્ધિજીવીઓએ વિરોધ જાહેર કર્યો હતો.
બીજેપીએ કેટલાએ ઉત્સવોનું આયોજન કર્યું
ત્યારે પહેલી વખત રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને માકપાએ રાજ્યમાં ભગવાકરણની કોશિસ પર ચિંતા જાહેર કરી હતી. ત્યારબાદ બીજેપીએ કેટલાએ ઉત્સવોનું આયોજન કર્યું, જેમાં દૂર્ગા પૂજા, ક્રિસમસ અને ઈદ સામેલ હતી. બીજેપીના અધ્યક્ષ દિલિપ ઘોષે કહ્યું કે, તેમનું લક્ષ્ય રાજ્યમાં હિન્દૂ વોટ પોતાની તરફ કરવાનું હતું.

રમખાણોએ હિન્દૂઓને ડરાવ્યા
ઘોષે કહ્યું કે, રામ હાલમાં હિન્દુત્વના પ્રતિક બની ગયા છે. બંગાળના લોકો આ વાતને લઈ ડરી રહ્યા છે કે ક્યાંક તેમનું રાજ્ય બાંગ્લાદેશ તો નહીં બની જાયને. રાજ્યમાં કાલિયાચોક, બશીરહાટ, આસનસોલમાં રમખાણ થઈ ચુક્યા હતા. કહેવામાં આવે છે કે, પશ્ચિમ બંગાળમાં હિન્દૂ સંકટથી પસાર થઈ રહ્યા છે.

હિંસક રહ્યું ચૂંટણી અભિયાન
રાજ્યમાં જે પણ ચૂંટણી અભિયાન ચાલ્યું, તે ઘણું હિંસક રહ્યું. સ્થિતિ ત્યારે વધારે તણાવગ્રસ્ત થઈ ગઈ જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપી બીજેપીની રથયાત્રાની મંજૂરી ન આપી.

તો બીજી બાજુ અમિત શાહના રોડ અને જય શ્રી રામના નારાએ રાજ્યમાં હિન્દુત્વની લહેર પેદા કરી દીધી. તેમણે એ જણાવવાની અને દર્શાવવાની કોશિસ કરી કે, કેવી રાજ્ય એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને બીજેપી જ આમાંથી લોકોને બચાવી શકે છે. જ્યારે મમતા વારંવાર સેક્યૂલર રાજ્યની વાત કરતી રહી હતી.

14મેના રોજ અમિત શાહની રેલીમાં કોલકાતામાં હિંસા ફાટી નીકળી. તેમાં સમાજ સુધારક ઈશ્વર ચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી દેવામાં આવી. ત્યારે તૃણમૂલે આરોપ લગાવ્યો કે, આ હિંસા માત્ર જાણીજોઈને બીજેપીએ નથી ફેલાવી પરંતુ મૂર્તિ પણ તેમના જ કાર્યકર્તાઓએ તોડી છે.

ત્યારબાદ પહેલી વખત ચૂંટણી પંચે કલમ 324ને લાગૂ કરતા ચૂંટણી અભિયાનને 19મેના રોજ યોજાનાર વોટિંગના એક દિવસ પહેલા જ રોકી દીધુ. ચૂંટણી પંચનું માનવું હતું કે, રાજ્ય સરકાર તમામ ઉમેદવારોને ચૂંટણી અભિયાનનો અવસર ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી છે.

હિન્દુત્વની લહેર પર સવાર થઈ ગઈ બીજેપી
જોકે, તૃણમૂલ કોંગ્રેસ વારંવાર રાજ્યમાં ઈમરજન્સી જેવી પરિસ્થિતિની વાત કરતા રહ્યા. ત્યારે બીજેપી હિન્દુત્વની લહેરને પોતાના પક્ષમાં લાવવામાં સપળ રહી. હવે એવું લાગવા લાગ્યું કે, જ્યારે રાજ્યમાં વામ મોર્ચા વિદાઈ લઈ ચુક્યું છે તો, બીજેપીએ તેની જગ્યા લઈ રાજ્યની બીજી મજબૂત પાર્ટી તરીકે લઈ લીધી છે.
First published: May 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...