Home /News /national-international /એક પલંગમાં બે યુવતીઓ એક સાથે સુઈ જતાં ઢોર માર માર્યો, લેસ્બિયન હોવાનું કહી પ્રાઈવેટ પાર્ટ્સમાં ડામ આપ્યા

એક પલંગમાં બે યુવતીઓ એક સાથે સુઈ જતાં ઢોર માર માર્યો, લેસ્બિયન હોવાનું કહી પ્રાઈવેટ પાર્ટ્સમાં ડામ આપ્યા

lesbian couple (file photo)

ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પીડિતાના પરિવારના લોકોએ આ ઘટના બાદ ત્રણ લોકો વિરુદ્ધ સાગરડિધી પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Murshidabad, India
  મુર્શિદાબાદા: દેશમાં ભલે LGBTને માન્યતા આપવામાં આવી હોય, પણ હાલમાં પણ કેટલીય એવી જગ્યા છે, જ્યાં આવા પ્રકારના સંબંધોનો સ્વિકાર કરવામાં આવતો નથી અને સમાજ માટે તે પાપ ગણાય છે. પશ્ચિમ બંગાળમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ મળીને બે પ્રેમી યુવતીઓને ઢોર માર માર્યો હતો. બાદમાં તેમાંની એક છોકરીના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈલેક્ટ્રોનિક હીટરથી ડામ આપ્યા હતા. સાથે જ બંને છોકરીઓ સાથે રેપ કરવાની પણ કોશિશ કરી હતી. આ પ્રકારનું કૃત્ય કર્યા બાદ ઘટનાસ્થળેથી તેઓ ફરાર થઈ ગયા હતા.

  આ પણ વાંચો: અમેરિકામાં પ્રથમ વખત લેસ્બિયન ગવર્નર ચૂંટાઈ આવ્યા, ટ્રમ્પના ખાસ માણસને હરાવી ઈતિહાસ રચ્યો

  ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પીડિતાના પરિવારના લોકોએ આ ઘટના બાદ ત્રણ લોકો વિરુદ્ધ સાગરડિધી પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, છોકરીઓ સાથે મારપીટ કરનારા બે આરોપી તેમના જ સંબંધીઓ છે. જ્યારે ત્રીજો આરોપી તેમનો પાડોશી છે. પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક આરોપી હજૂ પણ ફરાર છે. તેમની તપાસ થઈ રહી છે.

  કહેવાય છે કે, આ બંને યુવતીઓની ઉંમર 21થી 22 વર્ષની વચ્ચે છે. બીજી પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, અમે બંને છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશિપમાં છીએ. અમે દરરોજ એકબીજાને મળીએ છીએ. 25 ઓક્ટોબરે મારે ગર્લફ્રેન્ડે મને ફોન કર્યો અને કહ્યું કે તે બિમાર છે. બાદમાં મેં તેને ઘરે બોલાવી. મોડી રાત થઈ જતાં હું તેના જ ઘરે રોકાઈ ગઈ.

  એક સાથે સુવાથી વાંધો


  યુવતીએ જણાવ્યું છે કે, રાતના લગભગ 11 વાગ્યે મારી ગર્લફ્રેન્ડના બે સંબંધીઓ અચાનક રુમમાં ઘુસી આવ્યા, તેમની સાથે પાડોશી પણ હતા. ત્રણેયે અમને પુછ્યું કે, એક જ બેડ પર શા માટે સુઈ રહ્યા છો, ત્યારે અમે કહ્યું કે, અમે બંને દોસ્ત છીએ, તો તેમણે કહ્યું કે, અમને બધી વાત ખબર છે, તમારે વચ્ચે કેવા સંબંધો છે. બાદમાં આ લોકોએ અમને મારવાનું શરુ કર્યું. યુવતીએ આગળ કહ્યું કે, આ દરમિયાન અમે ખૂબ બૂમો પા઼ડી, પણ કોઈએ અમારી મદદ કરી નહીં. બાદમાં આરોપીએ મારો અને મારી સહેલીનો રેપ કરવાની કોશિશ કરી. અમે બંનેએ તેનો વિરોધ કર્યો, તો તે અંદરથી ઈલેક્ટ્રોનિક હીટર લઈને આવ્યો અને મારી દોસ્તના પ્રાઈવેટ પાર્ટ્સને સળગાવી દીધો. ત્યાર બાદ ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા. જતાં જતાં તેમણે ધમકી આપી છે કે, જો આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું.


  હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર એક આરોપીની શોધ હાલમાં ચાલું છે. પોલીસે કહ્યું કે, પીડિત યુવતીઓના નિવેદન લેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ત્રીજો આરોપી પણ ઝપટમાં આવી જશે, બાકીના બે આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Crime news, West bengal

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन