Home /News /national-international /

નડ્ડાના કાફલા પર હુમલોઃ બંગાળના ગવર્નરે કહ્યુ- મમતા બેનર્જી આગ સાથે ન રમે, તમારે માફી માંગવી જોઈએ

નડ્ડાના કાફલા પર હુમલોઃ બંગાળના ગવર્નરે કહ્યુ- મમતા બેનર્જી આગ સાથે ન રમે, તમારે માફી માંગવી જોઈએ

પશ્ચિમ બંગાળના ગવર્નર જયદીપ ધનખડ (ફાઇલ તસવીર)

બંગાળના ગવર્નર જગદીપ ધનખડે કહ્યું કે, પોલીસ અધિકારી સરકારની કઠપૂતળી બની ગયા છે, બંધારણનું પાલન નહીં થાય તો મારી ભૂમિકા શરૂ થશે

    કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankar)એ કહ્યું છે કે તેમણે કેન્દ્ર સરકાર (Modi Government)ને ખૂબ જ પરેશાન કરનારા ઘટનાક્રમો વિશે એક રિપોર્ટ મોકલ્યો છે. લોકતાંત્રિક મૂલ્યો માટે આ સારી બાબત નથી. ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda)ના કાફલા પર થયેલા હુમલા બાદ ગૃહ મંત્રાલય (Home Ministry)એ રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ મોકલ્યા બાદ પ્રેસ સાથે રૂબરૂ થયેલા રાજ્યપાલે કહ્યું કે મુખ્યમંત્રી (મમતા બેનર્જી)ને બંધારણનું પાલન કરવું જોઈએ. તેઓ પોતાના માર્ગથી હટી નહીં શકે. રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ લાંબા સમયથી સતત બગડતી રહી છે.

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું કે કાલે બનેલી ઘટનાઓ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે આપણા લોકતાંત્રિક તાણા-વાણા પર એક ધબ્બો છે. કાલની ઘટના માટે મમતા બેનર્જી (Mamata Banerjee)એ માફી માંગવી જોઈએ. રાજ્યપાલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અંદરના, બહારના જેવો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. મમતા આગ સાથે ન રમે. તેઓએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલાના સંદર્ભમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જઈ રહી છે.

    આ પણ વાંચો, Farmers Protest: ખેડૂતોની માંગોને લઈ શું વિચારે છે સરકાર, PM મોદીએ શૅર કર્યો વીડિયો

    રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે કાફલા પર હુમલા અંગે કાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની ટિપ્પણીઓ માટે માફી માંગવી જોઈએ. મેં કેન્દ્રને એક રિપોર્ટ મોકલ્યો છે. તેમાં શું છે તેની જાણકારી શૅર નહીં કરી શકાય.

    આ પણ વાંચો, BJP નેતાઓ પર હુમલા બાદ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર જશે ગૃહ મંત્રી અમિત શાહ

    પશ્ચિમ બંગાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ રાજ્યપાલે રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો

    પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્યપાલ જગદીપ ધનખડ તરફથી શુક્રવારે રિપોર્ટ કેન્દ્રને મળી ગયો છે. અધિકારીઓએ આ જાણકારી આપી. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર રાજ્યમાં હુમલો થયો હતો ત્યારબાદ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે નડ્ડાની બે દિવસીય પશ્ચિમ બંગાળની યાત્રા દરમિયાન કથિત સુરક્ષામાં ગંભીર ચૂકને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી રિપાર્ટ માંગ્યો હતો પરંતુ રાજ્યએ હજુ સુધી રિપોર્ટ રજૂ નથી કર્યો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: JP Nadda, TMC, West bengal, West bengal assembly election 2021, કૈલાશ વિજયવર્ગીય, ભાજપ, મમતા બેનરજી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन