Home /News /national-international /Internet Services Stop: દેશમાં પ્રથમવાર આવું બન્યું, ધોરણ-10ની પરિક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ

Internet Services Stop: દેશમાં પ્રથમવાર આવું બન્યું, ધોરણ-10ની પરિક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ

આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

West Bengal suspended internet for 10th Exam : પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજ્ય બોર્ડની 10મા ધોરણની પરીક્ષા 7 માર્ચથી શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં 6,21,931 વિદ્યાર્થિનીઓ અને 4,96,890 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે આ વખતે આ પરીક્ષાઓ એટલા માટે ચર્ચાઈ રહી છે કારણ કે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આ પરીક્ષાઓ દરમિયાન ઈન્ટરનેટ સેવા (Internet Service)ઓ બંધ કરી દીધી છે.

વધુ જુઓ ...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજ્ય બોર્ડની 10મા ધોરણની પરીક્ષા 7 માર્ચથી શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં 6,21,931 વિદ્યાર્થિનીઓ અને 4,96,890 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જો કે આ વખતે આ પરીક્ષાઓ એટલા માટે ચર્ચાઈ રહી છે કારણ કે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આ પરીક્ષાઓ દરમિયાન ઈન્ટરનેટ સેવા (Internet Service)ઓ બંધ કરી દીધી છે. સત્તાવાર આદેશ દ્વારા કોઈપણ પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ બંધ (Stopping Internet Services) કરવાની દેશમાં આ પ્રથમ ઘટના છે. એટલે સવાલ એ થઈ શકે છે કે સરકારે આ પગલું ભરવાની જરૂર કેમ પડી? અને તે આમાંથી શું મેળવવા માંગે છે?, જાણો આ સવાલોના જવાબ.

સરકારનો આદેશ શું કહે છે?

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, '7, 8, 9, 11, 12, 14 અને 16 માર્ચે ઈન્ટરનેટ બંધ રહેશે'. ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો સમયગાળો સવારે 11 વાગ્યાથી બપોરે 3.15 વાગ્યા સુધીનો રહેશે.'' સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય બંધારણ (Constitution of India) ભારતીય નાગરિકો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression)ની જોગવાઈ કરે છે. પરંતુ ત્યાં જ તે સરકારોને જરૂર પડ્યે કેટલાક પ્રતિબંધિત પગલાં લેવાની સ્વતંત્રતા પણ આપે છે. એ જ ભાવનામાં સરકારે નિર્ધારિત તારીખો પર અસ્થાયી રૂપે ઇન્ટરનેટને એક નિશ્ચિત સમયગાળા માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફોન કૉલ્સ, મેસેજિંગ સેવાઓ તેમજ અખબારોનું પરિભ્રમણ પહેલાની જેમ ચાલુ રહેશે, તેથી એવું માનવું જોઈએ નહીં કે માહિતી-સંચાર અથવા પ્રસાર પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અથવા તે વિક્ષેપિત કરવામાં આવ્યું છે.

ઇન્ટરનેટ બંધ થવા પાછળનું કારણ શું છે

સરકારે આદેશમાં ઈન્ટરનેટ બંધ કરવાનું કારણ પણ આપ્યું છે. આ મુજબ ઈન્ટરનેટ સેવા અને ઈન્ટરનેટ ટેલિફોન સેવાનો ઉપયોગ પરીક્ષા દરમિયાન ગેરકાયદેસર ગતિવિધિઓ માટે થઈ શકે છે તેવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ છે. કેટલાક સંવેદનશીલ સ્થળોએ આ જોખમ વધારે છે. આ માહિતી સરકારને એવો નિર્ણય લેવાનો આધાર આપે છે (ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી) કે પરીક્ષાઓમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. કાયદા દ્વારા આ કાર્યમાં રોકાયેલા કોઈપણ વ્યક્તિને ઈજા ન પહોંચે. સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા ભંગ ન થાય. માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો- Russia-Ukraine War live updates: રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન આજે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ તો રશિયાના રાષ્ટ્રપતિ સાથે 50 મિનિટ કરી વાત

અગાઉ પણ પેપર લીકની ઘટનાઓ સામે આવી ચુકી છે

પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ (WBBSE) એ કોરોનાકાળના કારણે 2021 માં 10મી, 12મીની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. પરંતુ 2020માં 10મીની પરીક્ષા શરૂ થતાંની સાથે જ વોટ્સએપ પર કેટલાક પ્રશ્નપત્રોની તસવીરો ફરતી થઈ હતી. જોકે બાદમાં બોર્ડે દાવો કર્યો હતો કે પેપર લીક થયું ન હતું. તેવી જ રીતે 2019માં પણ બંગાળી ભાષા, ગણિત, અંગ્રેજી, જીવન વિજ્ઞાનના પેપર વોટ્સએપ પર લીક થયા હતા. ત્યારબાદ બોર્ડ (WBBSE) એ સ્પષ્ટતા કરવી પડી હતી કે લીક થયેલા પ્રશ્નપત્રો તે નથી જે પરીક્ષા દરમિયાન વહેંચવામાં આવ્યા હોય.

આ પણ વાંચો- Surat News: સુરત મહાનગર પાલિકાની મોટી ભૂલ, શૌચાલયમાં ભગવાન ગણપતિનું ચિત્ર બનાવાતા હોબાળો

પરીક્ષા દરમિયાન રાજસ્થાનમાં ઈન્ટરનેટ પણ બંધ હતું.

અગાઉ 2021માં રાજસ્થાન વહીવટી સેવા (RAS)ની પ્રારંભિક પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બંધ હતી. જયપુરમાં થોડા સમય માટે મેસેજ અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે આ કવાયત ઔપચારિક આદેશ દ્વારા કરવામાં આવી ન હતી. મતલબ કે પશ્ચિમ બંગાળ પહેલું રાજ્ય છે, જ્યાં ઔપચારિક સત્તાવાર આદેશ દ્વારા પરીક્ષા દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
First published:

Tags: Board exam, Board examination, Mamta Banarjee, West Bangal, પશ્ચિમ બંગાળ