કોલકાતાની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 6 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે

કોલકાતાની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 6 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે
ભીષણ આગની તસવીર

વિકરાળ આગની સ્થિતિને જોતા ઘટના સ્થળે 6 ફાયર બિગ્રેડની ગાડીઓ પહોંચી છે.

 • Share this:
  કોલકાતામાં (Kolkata) પુલૉક સ્ટ્રીટ (Pullock Street) પર એક બિલ્ડિંગમાં આગ લાગવાની ખબર સામે આવી છે. જે પછી વિકરાળ આગની સ્થિતિને જોતા ઘટના સ્થળે 6 ફાયર બિગ્રેડની ગાડીઓ પહોંચી છે. હાલ આ ઘટનામાં જાન-માલની કોઇ જાણકારી મળી થી. સાથે જ તે વાત પણ જાણી નથી શકાઇ કે કયા કારણોથી આ આગ લાગી છે. પણ પરિસ્થિતિ વણસતા હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો જોઇ શકાતો હતો.

  ઉલ્લેખનીય છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે તેને પણ હાલ ખાલી કરવામાં આવી છે. સાથે જ આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી આસ પાસની બિલ્ડિંગના લોકોને પણ સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે. જો કે આગનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં દૂરથી પણ નજરે પડતો હતો. ફાયર ફાઇટરો દ્વારા હાલ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
  અને શું આ આગમાં કોઇ ફસાયું છે કેમ તે અંગે પણ ફાયર ફાઇટરો દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે. કોરોના કાળમાં અચાનક જ લાગેલી આગથી આસપાસના વિસ્તારના લોકો પણ ચિંતામાં મુકાયા છે.

  ત્યારે ફાયર ફાઇટર દ્વારા હાલ તો આ આગને કાબુમાં લેવા માટેના પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે. વધુમાં જો સ્થિતિ બગડશે તો વધુ પણ ફાયર એન્જિન બોલવવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published:August 10, 2020, 19:07 pm

  ટૉપ ન્યૂઝ