પુરુલિયામાં PM મોદીએ કહ્યુ- મમતા કહે છે ‘ખેલા હોબે’, બીજેપી કહે છે ‘વિકાસ હોબે’

પુરુલિયામાં PM મોદીએ કહ્યુ- મમતા કહે છે ‘ખેલા હોબે’, બીજેપી કહે છે ‘વિકાસ હોબે’
દીદીને ઈજા થઈ તો અમને પણ ચિંતા થઈ, ભગવાનને તેમના માટે પ્રાર્થના કરું છું- PM નરેન્દ્ર મોદી

દીદીને ઈજા થઈ તો અમને પણ ચિંતા થઈ, ભગવાનને તેમના માટે પ્રાર્થના કરું છું- PM નરેન્દ્ર મોદી

 • Share this:
  પુરુલિયા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections)માં બીજેપી (BJP)ની તાકાત વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પુરુલિયા (Purulia)માં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યું કે, દીદીને જ્યારે ઈજા થઈ તો અમને પણ ચિંતા થઈ, અમે પણ ભગવાનને તેઓ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તેઓએ કહ્યું કે, ભારતની દરેક દીકરીની જેમ દીદી પણ ભારતની બેટી છે, જેમનું અમે સન્માન કરીએ છીએ. તેની સાથે જ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, મમતા દીદી કહે છે ‘ખેલા હોબે’, પણ બીજેપી કહે છે ‘વિકાસ હોબે’.

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દીદી, એ ભૂલતા નહીં કે બંગાળના લોકોની યાદશક્તિ ખૂબ તેજ હોય છે. બંગાળની જનતાને યાદ છે કે ગાડીથી ઉતરીને આપ કેટલા લોકોને વઢ્યા હતા અને પોલીસને તેમને પકડવા માટે કહ્યું હતું. તુષ્ટિકરણ માટે આપની દરેક કાર્યવાહી જનતાને યાદ છે. પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના લોકો ઘણા સમયથી કહી રહ્યા છે કે- લોકસભામાં ટીએમસી હાફ અને આ વખતે પૂરી સાફ.  આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંગાળમાં ટીએમસી સરકારના હવે થોડાક જ દિવસ બચ્યા છે. આ વાત હવે દીદી પણ જાણી ચૂક્યાં છે. આ જ કારણ છે કે દીદી કહી રહ્યાં છે કે ખેલા હોબે. પીએમે કહ્યું કે જો સેવાનું લક્ષ્ય હોય તો ખેલા નહીં રમાતો. વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે, દીદી બોલ્યા- ખેલા હોબે, બીજેપી બોલ્યું- વિકાસ હોબે. તેમણે કહ્યું કે આ સાચું છે કે હવે ખેલા ખતમ થશે અને વિકાસ શરૂ થશે.

  આ પણ જુઓ, PHOTOS: સોનીપતમાં બુલેટ પ્રૂફ ટ્રેક્ટરથી ખેતી કરી રહ્યા છે અન્નદાતા, જાણો શું છે મામલો

  દીદી પોતાનો ગુસ્સો મારી પર કાઢી રહ્યા છે- વડાપ્રધાન મોદી

  પીએમ મોદીએ કહ્યું કે, બંગાળના લોકોનો ઈરાદો જોઈ દીદી પોતાનો ગુસ્સો મારી પર કાઢી રહ્યા છે. તેઓ બીજેપીના કાર્યકર્તાઓ પર ભડકી રહી છે. પરંતુ અમારા માટે તો દેશની કરોડો દીકરીઓની જેમ દીદી પણ ભારતની એક દીકરી છે, જેનું સન્માન અમારા સંસ્કારોમાં છે.
  Published by:Mrunal Bhojak
  First published:March 18, 2021, 13:37 pm