‘દીદી’ પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, PM મોદી ‘સોનાર બાંગ્લા’ બનાવવા માંગે છે - અમિત શાહ

‘દીદી’ પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, PM મોદી ‘સોનાર બાંગ્લા’ બનાવવા માંગે છે - અમિત શાહ
અમિત શાહની ચૂંટણી રેલી (Photo ANI)

અમિત શાહે કહ્યું, અમારી સરકાર બની તો અમે પશ્ચિમ બંગાળને ઘૂસણખોરોથી મુક્ત કરાવીશું

 • Share this:
  પૂર્વ મેદિનીપુર. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ પશ્ચિમ બંગાળ (West Bengal elections 2021)ની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ (TMC) પર નિશાન સાધતા રવિવારે કહ્યું કે, રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)નો ઉદ્દેશ્ય ચૂંટણી જીતીને પોતાના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ને મુખ્યમંત્રી બનાવવાનો છે જ્યારે બીજેપી (BJP)નું લક્ષ્ય રાજ્યનું જૂનું ગૌરવ પરત લાવવું અને ‘સોનાર બાંગ્લા’નું નિર્માણ કરવાનું છે.

  અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, રાજ્યમાં બીજેપીની સરકાર રચાયા બાદ તેઓ રાજ્યના કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરશે, ઉપરાંત એવી નીતિ લાવશે જેથી રોજગાર માટે યુવાઓને બહાર જવાનું વલણ નહીં રાખવું પડે.  આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે આ વખતે થઈ શકશે પાંચથી વધુ યાત્રિકોનું ગ્રુપ રજિસ્ટ્રેશન, જાણો તમામ વિગતો

  કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આપે અનેક વર્ષો સુધી ડાબેરીઓની સરકારને ચૂંટી અને પછી તમે દીદીને સરકાર સોંપી. પરંતુ તેમાંથી કોઈએ બંગાળનું સારું નથી કર્યું. અહીં દરેક કામ માટે કટમની આપવી પડે છે, તોડબાજી થઈ રહી છે. તેઓએ કહ્યું કે ડાબેરી શાસનથી કંટાળીને રાજ્યની જનતાએ ખૂબ જ આશાઓ સાથે તૃણમૂલ કૉંગ્રેસને પસંદ કરી હતી કારણ કે દીદીએ પરિવર્તનનો વાયદો કર્યો હતો.

  આ પણ વાંચો, Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?

  અમિત શાહે લોકોને પૂછ્યું કે શું છેલ્લા 10 વર્ષમાં અહીં પરિવર્તન આવ્યું છે? તેઓએ કહ્યું કે, રાજ્યમાં ઘૂસણખોરી સતત ચાલુ જ છે. કોઈ ફેરફાર નથી આવ્યો. મમતા દીદી શું બંગાળને ઘૂસણખોરીથી મુક્તિ અપાવી શકે છે? નહીં અપાવી શકે...અમારી સરકાર બની તો અમે રાજ્યને ઘૂસણખોરોથી મુક્ત કરાવીશું.

  તેઓએ વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે એવી સરકાર લાવીશું, જેના કારણે બંગાળના યુવાઓએ બંગાળની બહાર રોજગાર માટે નહીં જવું પડે. આ જે તુષ્ટિકરણ અને ઘૂસણખોરી થઈ રહી છે, તેને પણ રોકવાનું કામ બીજેપીની સરકાર કરશે.
  Published by:Mrunal Bhojak
  First published:March 21, 2021, 15:18 pm

  ટૉપ ન્યૂઝ