Home /News /national-international /મિદનાપુરની રેલીમાં બોલ્યા અમિત શાહઃ બધી પાર્ટીમાંથી સારા લોકો BJPમાં આવી ગયા

મિદનાપુરની રેલીમાં બોલ્યા અમિત શાહઃ બધી પાર્ટીમાંથી સારા લોકો BJPમાં આવી ગયા

અમિત શાહ પશ્વિમ બંગાળમાં

પશ્વિમ બંગાળમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની તૈયારીઓ અવલોકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ્ય અમિત શાહ મિદનાપુર પહોંચ્યા છે.

પશ્વિમ બંગાળઃ પશ્વિમ બંગાળમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણી (West Bengal Election 2021) પહેલા ભાજપની (BJP) તૈયારીઓ અવલોકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી (central home minister Amit shah) અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ્ય અમિત શાહ મિદનાપુર પહોંચ્યા છે. અહીં ટીએમસીના (TMC) રાજીનામુ આપનારા શુભેંદુ અધિકારીને અમિત શાહેર સત્તાવાર રીતે ભાજપમાં આવકાર્યા હતા. મિદનાપુરમાં રેલીને સંબોધીત કરતા અમિત શાહેર વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બધી પાર્ટીઓમાંથી સારા લોકો આજે બીજેપીમાં આવ્યા છે.

રેલીને સંબોધિત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શુંભેદુ ભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ, તૃણમૂલ, સીપીએમ દરેક પાર્ટીમાંથી સારા લોકો આજે ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપ સાથે જોડાયા છે.

હું બંગાળના યુવાનોને પૂછવા માંગુ છું કે તમારો શું દોષ છે? બંગાળમાં વિકાસ કેમ થયો નથી. હું બંગાળના ખેડૂતોને પૂછવા માંગુ છું કે પીએમ મોદી દ્વારા મોકલાવમાં આવી રહેલા વાર્ષીક 6000 રૂપિયા શું તમને મળ્યા છે?

આ પણ વાંચોઃ-


  • મમતા સરકાર ઉપર શાબ્દિક હુમલો કરતા અમિત શાહે જણાવ્યું કે, તમે બંગાળમાં વિકાસનું વચન આપ્યું હતું. આવું ક્યારે થયું નથી. ભ્રષ્ટાચાર વધ્યો, ગુંડારાજ વધ્યું. પીએમ મોદી દ્વારા અમ્ફન માટે મોકલેલા બધા પૈસા TMC ગુંડાઓના ખિસ્સામાં જતા રહ્યા.

    અમિત શાહે કહ્યું કે દીદીદ કહે છે કે ભાજપ દલ બદલ કરે છે. દીદી હું તમને યાદ કરાવવા આવ્યો છું કે જ્યારે કોંગ્રેસ છોડીને તૃણમૂળ બનાવી તો દલ-બદલ ન હતું? પશ્વિમ બંગાળના પાસીમ મિદનાપુરમાં બોલતા અમિત શાહે કહ્યું કે પોતાની ત્રણ દશક કોંગ્રેસને 27 વર્ષ કોમ્પ્યુનિસ્ટો અને 10 વર્ષ મમતા દીદીને આપ્યા, ભારતીય જનતા પાર્ટીને પાંચ વર્ષનો સમય આપો. અમે બંગાલને સોનાર બાંગ્લા બનાવીશું.

    અમિત શાહેર કહ્યું કે બંગાળમાં ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર છે. બંગાળમાં મજૂરોની સમસ્યાઓનું સમાધાન પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર છે. બંગાળણાં સતત થઈ રહેલા હુમાલઓ પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર છે.


પશ્વિમ બંગાળના મિદનાપુરમાં બીજેપીની રેલી શુર થઈ ગઈ છે. રેલીમાં ટીએમસીના ભાગેડુ નેતા શુભેંદુ અધિકારી, ટીએમસી સાંસદ સુનીલ મંડલ હાજર છે. શુભેંદુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહની હાજરમાં ભાજપમાં સામેલ થયા છે.બીજેપીમાં શામેલ થવાની સાથે શુભેંદુ અધિકારીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે પશ્વિમ બંગાળની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. જો રાજ્યને મુક્ત કરાવવું હોય તો રાજ્યની દોરી ભારતીય જનતા પાર્ટી સામે થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપવી જોઈએ.
First published:

Tags: Amit shah