નવી દિલ્હી/કોલકાતાઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આવતા સપ્તાહે પશ્ચિમ બંગાળ (West Bengal)ના પ્રવાસે જશે. અમિત શાહનો આ પ્રવાસ ઘણો અગત્યનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ગુરુવારે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (JP Nadda) અને બીજેપીના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) પ્રવાસે હતા. આ દરમિયાન તેમની ગાડી પર પથ્થરમારો થયો. બીજેપી નેતાઓએ દાવો કર્યો કે રાજ્યમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) તેને નાટક ગણાવી રહી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ અમિત શાહ 19 ડિસેમ્બરે કોલકાતા પહોંચશે અને ત્યાં 20 ડિસેમ્બર સુધી રોકાશે. આગામી વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણીની વચ્ચે ટીએમસી અને બીજેપીની વચ્ચે વધી રહેલા તણાવથી રાજકીય પારાનો અંદાજો લગાવી શકાય છે. બીજી તરફ કેન્દ્ર સરકારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળના પ્રવાસ સમયે કથિત ગંભીર સુરક્ષા ખામીને લઈ ગુરૂવારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ રિપોર્ટ પશ્ચિમ બંગાળ સરકાર પાસે માંગવામાં આવ્યો છે જ્યારે બુધવારે બીજેપીના સ્ટેટ યૂનિટના અધ્યક્ષ દિલીપ ઘોષે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હુમલાને નાટક કરાર કર્યું છે. બેનર્જીએ કોલકાતામાં કહ્યું કે, તેઓ (બીજેપી કાર્યકર્તા) દરરોજ હથિયારોની સાથે (રેલીઓ માટે) આવે છે. તેઓ પોતાની જાતે જ લાફો મારી રહ્યા છે અને તેનો આરોપ તૃણમૂલ કૉંગ્રેસ પર લગાવી રહ્યા છે. જરા સ્થિતિ વિશે વિચારો. તેઓ બીએસએફ, સીઆરપીએફ, સેના અને સીઆઇએસએફની સાથે ફરી રહ્યા છે...તો પછી તમે આટલા ભયભીત કેમ છો.
આ પણ વાંચો, ટૉઇલેટથી પણ ફેલાઈ રહ્યો છે કોરોના, ચીને પ્લેનના ક્રૂ મેમ્બર્સને ડાઇપર પહેરવા કહ્યું તો બીજી તરફ અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, તૃણમૂલ કૉંગ્રેસ શાસનમાં બંગાળ અત્યાચાર, અરાજકતા અને અંધકારના યુગમાં જઈ રહ્યું છે. ટીએમસીના રાજમાં પશ્ચિમ બંગાળની અંદર જે પ્રકારની રાજકીય હિંસાને સંસ્થાગત કરીને ચરમસીમા પર પહોંચાડી છે, તે લોકતંત્રના મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા તમામ લોકો માટે દુખદ પણ છે અને ચિંતાજક પણ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર