Home /News /national-international /

West Bengal election 2021: કૂચબિહાર ફાયરિંગ પર મમતાને આક્ષેપ- 'CRPFએ લાઇનમાં ઊભા રહેલા મતદારોને ગોળી મારી'

West Bengal election 2021: કૂચબિહાર ફાયરિંગ પર મમતાને આક્ષેપ- 'CRPFએ લાઇનમાં ઊભા રહેલા મતદારોને ગોળી મારી'

મમતા બેનરજી.

West Bengal election 2021: પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સીતલકૂચીમાં CISF તરફથી પોતાના પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા છે.

  કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal election 2021)ના ચોથા તબક્કાના મતદાન દરમિયાન CRPF એટલે કે કેન્દ્રીય સુરક્ષા દળના કથિત ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૂચબિહાર જિલ્લા સ્થિત સિતાકુલ્ચી (Sitakulchi) વિધાનસભા બેઠક નીચે આવતા માથાભંગા બ્લૉકના ઝોરપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. સમાચાર એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સિતાકુલ્ચીમાં CRPF તરફથી પોતાના પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ગોળીબાર કર્યો હતો, આ દરમિયાન ચાર લોકોનાં મોત થયા છે.  આ બેઠક પર ચૂંટણી પંચે મતદાન અટકાવી દીધું છે.

  મતદાન કરવા ઉભા રહેલા લોકોને ગોળી મારી: મમતા

  કૂચબિહારમાં ચાર લોકોને ગોળી મારવા મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યુ છે કે, સીઆરપીએફએ આજે સિતાકુલ્ચી ખાતે ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. સવારે એક બીજી હત્યા થઈ હતી. સીઆરપીએફ મારી દુશ્મન નથી પરંતુ ગૃહમંત્રીના આદેશે પગલે એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આજનો બનાવ તેનો પુરાવો છે. બેનરજીએ કહ્યું કે, સીઆરપીએફએ લાઇનાં ઊભેલા લોકોની હત્યા કરી નાખી છે, તેમને આવું દુ:સાહસ ક્યાંથી મળે છે? બીજેપી જાણે છે કે તેઓ હારી ચૂક્યા છે. આથી જ તેઓ મતદારો અને કાર્યકરોને મારી રહ્યા છે.

  સીઆરપીએફનો ફાયરિંગ કર્યાંનો ઇન્કાર

  પશ્ચિમ બંગાળમાં ચાર લોકોની હત્યા મામલે સીઆરપીએફનું નિવેદન આવ્યું છે. એક નિવેદનમાં સીઆરપીએફ તરફથી કહેવામાં આવ્યું છે કે, "કૂચ બિહાર સ્થિત સિતાકુલ્ચી વિધાનસભા બેઠક વિસ્તારમાં જોરાપાટકી બૂધ નંબર 128 બહાર સીઆરપીએફ તૈનાત ન હતી. આ ઉપરાંત સીઆરપીએફ યઆ બનાવમાં શામેલ નથી."

  વોટિંગ માટે આવેલા વ્યક્તિની હત્યા

  આ બનાવ પહેલા કૂચબિહારમાં જ એક મતદાન કેન્દ્ર બહાર અજાણ્યા લોકોએ વોટિંગ માટે આવેલા એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. તૃણમૂલ કૉંગ્રેસના જણાવ્યા પ્રમાણે આ હત્યા પાછળ ભારતીય જનતા પાર્ટી છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે પીડિત યુવક મતદાન કેન્દ્ર પર પોલિંગ એજન્ટ હતો. હત્યા માટે ભાજપે સત્તાધારી પાર્ટીને જવાબદારી ગણાવી હતી.

  આ પણ વાંચો: રાહુલ દ્રવિડ ગુસ્સાથી થયો લાલચોળ, કહ્યુ-'હું છું ઇન્દિરાનગરનો ગુંડો'

  પોલીસે જણાવ્યું કે, આનંદ બર્મન નામના યુવકને મતદાન મથકની બહાર ઢસડીને લાવવામાં આવ્યો હતો. જે બાદમાં તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવ સમયે મતદાન ચાલી રહ્યું હતું. આ બનાવ બાદ તૃણમૂલ અને બીજેપીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બોમ્બ ફેંકવામાં આવતા અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. આ દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળોએ સ્થિતિને સંભાળવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

  આ પણ વાંચો: TMCના રણનીતિકાર પ્રશાંત કિશોરનો કથિત ઑડિયો લીક, 'બંગાળમાં મોદી ખૂબ પ્રસિદ્ધ'

  હત્યા પાછળ ભાજપના ગુંડાઓ: ટીએમસી

  ટીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે, "હત્યા પાછળ ભારતીય જનતા પાર્ટીના ગુંડા છે. તેઓ અનેક દિવસોથી અશાંતિ પેદા કરવા માંગે છે. તેઓ ચૂંટણી હાર રહ્યા હોવાથી હવે લોકોની હત્યા કરી રહ્યા છે."

  આ પણ વાંચો: પાલનપુર: ભેંસ જોવાના બહાને વ્યક્તિને ઘર બહાર બોલાવી કર્યું ફાયરિંગ, ઇનોવા કારમાં આવ્યા હતા શખ્સો

  પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાનું મતદાન: પશ્ચિમ બંગાળમાં આજે (શનિવારે) ચોથા તબક્કા માટે સવારે સાત વાગ્યે વોટિંગ (West Bengal Election Phase 4 Voting) શરૂ થઈ ગયું છે. ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે. ચોથા તબક્કાની 44 બેઠક પર કુલ 373 ઉમેદવાર મેદાનમાં છે. એક કરોડથી વધારે મતદાતાઓ આ તમામ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે.

  આજે પાંચ જિલ્લાની 44 બેઠક પર મતદાન યોજાયું છે. આ જિલ્લામાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગણા, કૂચબિહાર અને અલીપુરદ્વારનો સમાવેશ થાય છે. 44 બેઠક પર સવારે સાત વાગ્યાથી લઈને સાંજના 6.30 વાગ્યા સુધી મતદાન ચાલશે. ચોથા તબક્કાની 44 બેઠક માટે કુલ 15940 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Assembly Election 2021, CISF, Election 2021, West bengal, અમિત શાહ, પીએમ મોદી, મમતા બેનરજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन