મમતા બેનરજીના પગમાં થઇ ઇજા, ટીએમસીએ હુમલાનો આરોપ લગાવ્યો, ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ

મમતા બેનરજીના પગમાં થઇ ઇજા, ટીએમસીએ હુમલાનો આરોપ લગાવ્યો, ચૂંટણી પંચે માંગ્યો રિપોર્ટ

બીજેપીએ કહ્યું - મોટી સંખ્યામાં પોલીસ તેમની સાથે રહે છે. તેમની પાસે કોણ જઈ શકે છે, મમતા બેનરજી નાટક કરી રહ્યા છે

  • Share this:
    કોલકાતા : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રોના મતે ટીએમસી પ્રમુખની નંદીગ્રામમાં વધુ એક દિવસ રોકાવાની યોજના હતી પણ પગમાં ઇજાના કારણે તે કોલકાતા પરત ફર્યા છે. બુધવારે મમતા બેનરજીએ નંદીગ્રામથી પોતાનું ચૂંટણી નામંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન ચૂંટણી પંચે ઈજાની ઘટના મુદ્દે જાણકારી માંગી છે.

    ANI સાથે વાતચીત દરમિયાન મમતા બેનરજીએ કહ્યું કે જ્યારે તે પોતાની કાર પાસે ઉભા હતા ત્યારે કેટલાક લોકોએ કારમાં ધક્કો માર્યો હતો. જેના કારણે તેમના પગમાં ઇજા પહોંચી છે. મમતાના પગમાં ઇજા થયા પછી તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મમતા બેનરજી પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે એ સ્પષ્ટ નથી કે હુમલા પાછળ કોણ છે? ટીએમસીએ કહ્યું કે તે આ વિશે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.

    આ પણ વાંચો - તીરથ સિંહ રાવત બન્યા ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

    મમતા પર કથિત હુમલાની ખબર સામે આવ્યા પછી પશ્ચિમ બંગાળના બીજેપી ઉપાધ્યક્ષ અર્જુન સિંહે કહ્યું કે શું આ તાલિબાન છે કે તેમના કાફલા પર હુમલો થયો છે? મોટી સંખ્યામાં પોલીસ તેમની સાથે રહે છે. તેમની પાસે કોણ જઈ શકે છે. 4 આઈપીએસ અધિકારી તેમની સુરક્ષાના પ્રભારી છે અને નિશ્ચિત રૂપથી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. હુમલાખોર અચાનકથી ગાયબ થઇ જાય નહીં. તેમને પકડવા જોઈએ. મમતા બેનરજી નાટક કરી રહ્યા છે.

    મમતા બેનરજીએ બુધવારે નંદીગ્રામ વિધાનસભા સીટથી પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું છે અને જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તે નંદીગ્રામથી ક્યારેય ખાલી હાથ પાછી ફરી નથી. આ સીટ પર તેમનો મુકાબલો પૂર્વમાં પોતાના સહયોગી અને હાલમાં ભાજપામાં રહેલા શુભેંદુ અધિકારી સામે છે.
    Published by:Ashish Goyal
    First published: